SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વીકાર અને અભિપ્રાય. ૪૫ - - - - - ૧ ૫ + * * * * * * * - - - - હેઇ, તરેહવાર આંટીઘૂંટીથી સંકળાયેલા સંસારની કલાબાજ ખુબીઓ પારખવાની શક્તિબુદ્ધિવિકાસ–માં વૃદ્ધિ કરનાર તે સાહિત્ય છે. જાપાની જાસુસ પણ તેમને એક અંશ છે. છેવટ ર. મહેતાને તેમની જનસેવા માટે ધન્યવાદ આપતાં એટલું ઈછીશું કે તેમની સેવાની હજુ પણ વિશેષ કદર પ્રદેશના વિશાળ ભાગમાં થાય અને ધનિક તેમજ ગ્રાહકો દ્વારા પૂરતું ઉત્તેજન મળે. પ્રેમ પ્રભાવ. (શ્રીમતી સુવર્ણકુમારી દેવીન “ધ ફેટલ ગાલૅન્ડ ઉપરથી.) લેખક રા. તારાચંદ પિપટલાલ અડાળજા. એલ, ટી, એમ. મૂક્ષ્ય રૂ. ૧-૦-૦ સુપર રિયલ સેળ પછી લગભગ ૧૮ ફેર્મ પ્લેજ કાગળ કાચું પૂઠું. આ નવલકથા વિષે, આ અભિપ્રાય લખનારને અગાઉ ગુજરાતી પ પત્રમાં અભિપ્રાય પ્રકટ કરવાની તક મળી ચૂકી છે. એટલે અહીં વિશે વિસ્તારની જરૂર નથી જણાતી. સંક્ષેપમાં એટલું જ જણાવીશું કે નવલકથા રોચક છે, વાંચવા ગ્ય છે. પાને પાને નવીન રસ ઉભરાતો હઈ ગૂંથાયેલી વસ્તુસંકલનામાં જ વાચકનું હૃદય ગુંથાઈ જતું હોવાથી, તે આખું પુરતક વાંરયા સિવાય હાથમાંથી મૂકવું ગમતું નથી. અનુવાદકને (કે રા. તારાચન્દ્રના શબ્દોમાં લેખકને) શ્રમ લગભગ સફળ થયો છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલય–-દ્વિતીય વાર્ષિક રિપોર્ટ (તા. ૧ જૂન ૧૯૧૮ થી તા. ૩૧ મે ૧૯૧૭ સુધી.) છપાવી પ્રકટ કરનાર છે. મતીચંદ ગિરધરલાલ કાપઆલેમિંટન રોડ મુંબઈ. સ્વાશ્રય” અને “સેવા એ આ સંસ્થાને મુદ્રાલેખ છે, અને સંસ્થાને ઉદ્દેશ “જૈન કામ અને ધર્મની ઉન્નતિ કરવા માટે કેળવણીને લગતી અગત્યની સ્થાઓ કંડના પ્રમાણમાં બાલવી, કેળવણીના વિશેષ પ્રચાર માટે યોજના કરવી અને તેને અમલમાં મૂકવા પ્રયત્ન કરવા” એ છે, અને આ રિપોર્ટના અવલોકન ઉપરથી જોઈ શકાય છે કે સંસ્થાપકોએ પિતાના મુદ્રાલેખ અને ઉદ્દેશમાં સંતાજનક સફળતા મેળવી છે. રિપોર્ટમાં રજુ થએલા. સરવૈયા પરથી જણાય છે કે આ સંસ્થા પ્રત્યે કોમનું આકર્ષણ હક પ્રમાણમાં થયું છે. છતાં હજુ વિશેષ સંખ્યામાં, આ સંસ્થાના, ભારે લવાજમ ભરી શકે એવા સભાસદો થવાની જરૂર છે. સંસ્થા હમેશને વાતે કાયમની રહે તેટલા વારતે તેને સર્વ રીતે, પૂરતું ઉત્તેજન મળવું જોઈએ. અમે સંસ્થાપક અને તેના કાર્યવાહકોને આવા સ્તુતિપાત્ર કાર્ય પાળ સતત અને ફલિત થતા પ્રયત્નમાં મા રહેવા માટે ધન્યવાદ આપીએ છીએ. વ્યાયામ (શારીરિક કેળવણી માટેનું સચિત્ર માસિકપત્ર.) પુસ્તક બીજું સપ્ટેમ્બર સન ૧૯૧૭ અંક ૧૧ મે. તંત્રી ને પ્રકાશક રા. ઘેડે નારાયણ વિદ્વાસ રાવપુરાઃ વડેદરા. વાર્ષિક લવાજમ રૂ ૧–૧૩-૦ છુટક નકલના રૂા. ૭-૩-૬ આ માસિક દર અંગ્રેજી મહિનાની પંદરમી તારીખે નિયમિત પ્રકટ થાય છે, અને દરેક અંકમાં શારીરિક વિકાસ અને કેળવણીને લગતા ઉત્તમ લેખે ચિત્ર સાથે પ્રસિદ્ધ થાય
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy