SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિભા. હવે આપણે એક વાત વિશે બે શબ્દો કહિને આ ના લેખ સમાસ કરીશું. ઝયબ-ઉન-નિસાને તત્વજ્ઞાનના અને “નિરપ” સાહિત્યના પુસ્તકહસ્તલિખિત પુસ્તકના હુંશિયાર લહિ આઓ પાસે ઉતા કરાવી તેને સુંદર પુસ્તક આકારે બંધાવી એવાં પુરતોને સંગ્રહ કરવાનો ઘણે શેખ હતો. જ્યારે આપણે આ વાત સાંભળીએ છીએ ત્યારે તેનાં પિતાનાં લખાણોને સંશડ કેમ નહિ કર્યો હોય એ પ્રશ્ન થાય છે. અને એ પ્રશ્નને ઉત્તર નિરાશા આપનાર છે તેથી આપણને શેક થાય છે. વિદ્વાનોને તથા એવા બીજા મહાન પુરૂને તે આશ્રય આપતી હતી. પશઅને ભાષાને ઝયબ-ઉન-નિસા જે દઢ ઉપાસક તે ભાષાના ઉત્તમ કવિઓને પગલે પગલે ચાલે એ રવાભાવિકજ છે. તેનાં લખાણ ઘણું સુંદર છે જે કે હાફિઝ રૂમી અને ઓમર ખાધ્યમ જેવાઓની તોલે તે તે ભાગ્યેજ આવી શકે એમ છે. પરંતુ તેમાં એ તે એક પ્રકારનું અકથનીય કાંઈ રહ્યું છે, એવી તે અવર્ણનીય માહિતી છે કે જેમ હાર્ડ્ઝની ગઝલે તેમની અંદર રહેલા ગુઢ સંગીતને લઈને હૃદયને પીગળાવી નાખે છે. જેમ રૂમની ગઝલો જુરસાદાર અને અર્થે બાંભીર્યથી ભરપૂર છે અને જે બીજા પર્શી અને કવિએની મસ્તી અને પરમાનંદ–નિજાનંદ આપણને સુની સાથે આશ્ચર્ય ચક્તિ કરી નાખે છે તેમ ઝયબ-ઉન-નિસાની ગઝલ અને ગાયતેમાં પણ એક પ્રકારે આપણને મેહ પમાડે છે, આનંદ આપે છે, બેય દે છે, અને એને લીધે બીજા ઉરચ પ્રતિઓના કવિઓની હારમાં તેને પણ મુકવાનું મન કરાવે છે. જે કાંઈ તેના લખાણમાં ઓછું છે જે જે બધું બીજા કવિઓમાં આપણને માલુમ પડે છે પણ ઝયબ ઉન-નિસાની ગઝલમાં નથી મળતું તે સર્વે તેનામાં વિશાળ અનુભવ અને દુનિઆના-કેના ઊંડા અભ્યાસની ખામીને લઈને છે અને નહિ કે તેનામાં તે ગુણ હતાજ-મૂળથી જ હતા નહિ. કહેવાનો આશય એ છે કે જેમ હાક્રુઝ આદિને જે પરિપકવ અનુભવ દુનિયામાં રહેવાથી-ફરવાથી . હતે જે અગાધ જ્ઞાન આથી તેમને મળ્યું હતું. કુદરતને નિરખવાથી જે વિકાસ તેમની બુદ્ધિને થયા હતા તે સઘળું જે અનુકળ પ્રસંગે મળ્યા છે તે ઝયબ-ઉન નિસામાં પણ આવત. પણ અફસ કે તે સ્ત્રીના અવતારમાં હતી. અને જે ખામીઓ આપણે હાલની આ પાણી બહેરેમાં જોઈએ છીએ તે સર્વનું ૧ બુદ્ધિપ્રકાશ પુ. પર, એ, ૭, પાનું ૨૧ર. આ શબ્દ રા. ગોવર્ધનરામનો છે. જેને અર્થ તple literaturt કરે છે. અને તે તેમને પહેલી સાહિત્ય પરિષદના પ્રમુખપદેથી આપેલા ભાષણમાં છે. સાહિત્યમાં તે બે વિભાગ પાડે છે. (૧) સાપેક્ષા એટલે ધર્મ વિષયક, 'કીય દાદ અને (ક) નિરપેક્ષા એટલે અંગ્રેજીમાં જેને pure are કહે છે.
SR No.522096
Book TitleBuddhiprabha 1917 09 SrNo 03
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size748 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy