________________
ઝય-ઉન-નિસા.
૭૩
mamma ગઈ હતી કે પિતાના યોગ્ય પતિ તે કોઈને ગણતી નહિ. વળી બીજાઓનું એમ માનવું છે કે ઔરંગઝેબ જેવા પાદશાહની ઝયબ-ઉન-નિસા જેવી ઉચ્ચ પૂત્રીને તેના જેવા પાદશાહના અમીર વર્ગને ઈ પણ ઉમરાવ લગ્ન કરવા રાજી-ખુશી હોય એમ બને જ નહિ. અને આનું કારણ તે વખતને એક ઈતિહાસકાર લખે છે તેમ એ હતું કે તે વખતના અમીર ઉમરાવે. એમ માનતા હતા કે જે તેઓ પાદશાહની પુત્રી સાથે લગ્ન કરે તે તેના તેને ગુલામ થઈ રહેવાનેજ વારો આવે. આ કારણે ખરૂં હેય એમ લાગે છે. પણ આ બેથી તદ્દન જુદુ એક ત્રીજું કારણ આપણને મળી આવે છે અને તે બીજા કરતાં વધારે સબળ લાગે છે. તે કારણ કલાપીની નીચેની પંકિતની સત્યતાનું આપણને પૂરેપુરું ભાન કરાવે છે.
આ સૃષ્ટિમાં પ્રથમ પ્રીતિ એ કેણ જાણું કર્યું છે,
કે પ્રીતિનું રૂધિર સઘળું ઉષ્ણ અશ્રુ તણું છે? ઉપર લખી ગયા તેમ ઝયા-ઉન-નિસાને પિતાના કાકા દારાને ઘેર રહેવું ઘણું જ ગમતું અને ત્યાં રહેવાના પ્રસંગે પણ ઘણુ મળતા હતા. કેમકે તેને પિતા દક્ષિણને સુ હેવાથી ત્યાં જ રહેતા હતા. હવે “જ્યારે બે યુવાન અને નેહીજી અરસપરસના સંસર્ગમાં આવે ત્યારે એક બીજાના તરફ આકષય, તેમની વચ્ચે પ્રીતિ થાય એનાથી બીજું વધારે કર્યું હોઈ શકે?” એ ઈગ્રેજ નવલકથાકારના શબ્દ માનીએ તે ઝયબ-ઉન-નિસા અને દારાના હેટા પૂત્ર વચ્ચે પ્રીતિ સંબંધ બંધાઈ તેમના જેવાં યુવાન અને કોમળ દિલ એક બીજામાં મળી જાય એમાં જરાપણ આશ્ચર્ય લાગશે નહિ. અને બન્યું પણ તેમજ બને વચ્ચે ગાઢ પ્રેમ ના હતું અને એટલું જ નહિ પણ તેમનાં હૃદયનું લગ્ન થયું તેની સાથે તેમના શરીરનું પણ લગ્ન તે બેજ જાણતાં હતાં એટલે સુધી, તેમના આત્માની સંમતિ પૂર્વક થઈ ચુકયું હતું. પરંતુ વિધિના વૈિચિત્ર્ય જેના પર ઘણાએ આશ્ચર્ય પામ્યા છે પણ તેને અર્થ કઈ સમજી શકતું નથી, તે વિચિચે આ પ્રમના નિર્મળ આકાશમાં કાળીવાદળી જશે પણ રૂપેરી દેરા વિનાની ભયંકર વાદળી અચાનક કણજાણે કયાંથી મેકલી!
રાજ્યભી ઓરંગઝેબ જ્યારે કપટથી ગાદીએ બેડે ત્યારે નિર્ભય થવાને પિતાના સર્વ સંબંધિઓને શિરછેદ કર્યો અને તેમાં પિતાની પૂત્રીના. આશક, પિતાની વ્હાલી બેટીના ન ચશ્મ દિલદારને પણ વધ કર્યો. ઝયમઉન-નિસા આ શી રીતે અટકાવી શકે ? અને સહન પણ કેવી રીતે કરી શકે ? અને આ યુવાવસ્થાને પ્રસંગ છે કે દિવસ ભૂલી ના ગઈ. મૃત્યુ પર્યત તે ગત આત્માની ઉપાસનામાંજ અને તેના સનેહનું સમરણ કરવામાંજ પિતાના દિવસો ગાળતી હતી. ધન્ય એ આત્માને !