SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રતિજ્ઞા પાલન–છપાવનાર, અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડલ. કર્તા, શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ. વિવેચનકાર-નેમિચંદ ગટાભાઈ માસ્તર. પ્રતિજ્ઞા લઈને કેવી રીતે પાળવી જોઈએ, પ્રતિજ્ઞા પાલન કરવાથી થતા ફાયદા, પ્રતિજ્ઞાપાલકમાં પ્રગટતી શક્તિઓ વગેરેનું એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી ગમે તે પ્રતિજ્ઞાપાલનમાં બીકણ મનુષ્ય પણ પ્રતિજ્ઞા પાલનમાં શું બની શકે. બોલ્યાવરથામાંથી પ્રતિજ્ઞા પાલવાની શક્તિઓ પ્રગટે એવી રીતે વર્ણન કરવામાં આવ્યું છે. પ્રતિજ્ઞા પાલન કરવા સંબંધી પ્રથમજ આ પુસ્તક તૈયાર થયું છે એમ કહેવામાં કઈ જાતની અતિશક્તિ નથી જેઓ મનુષ્ય થવા ઈચ્છે છે તેઓએ આ પુસ્તક એક વાર ખાસ વાંચવું જોઈએ. મિત્રમશી (મિત્રધર્મ)-છપાવનાર અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ. કર્તા, શ્રીમદ બુદ્ધિસાગરસૂરિ. વિવેચનકાર, શા. રતિલાલ મગનલાલ શાહ. આ પુસ્તકમાં મિત્રના ગુણોનું સરસ રીતે વિવેચન કરવામાં આવ્યું છે. મિત્ર બનવા માટે અત્યંત ઉપયોગી આ પુસ્તક છે. મિત્રમૈત્રી પુસ્તક વાંચવાથી સત્યમિત્રનું જ્ઞાન થાય છે. કેવા મિત્રો કરવા જોઈએ અને કેવા મિત્રને ત્યાગ કરે જોઈએ તેનું કોક, દુહા, વાર્તા, દષ્ટાંતથી સમર્થન કરવામાં આવ્યું છે. પુરૂ અને સ્ત્રીઓ આ પુસ્તક વાંચીને ઘણે લાભ ઉઠાવી શકે તેમ છે. ગુજરાતી ભાષામાં “મિત્રધર્મ” એ પ્રથમ પુસ્તક છે. દરેક ગૃહસ્થ એકવાર આ પુસ્તક વાંચી જવું એટલે તેની મહત્તાને સ્વયમેવ ખ્યાલ આવી શકશે. સુમિત્રો કયા અને કુમિત્રો, કયા તેનું એવું સરસ વર્ણન કરવામાં આવ્યું છે કે જેથી “મિત્રધર્મ” પુસ્તક જીવનનું સાથી બની શકે તેમ છે. મિત્રની પેઠે મિત્રમૈત્રી પુસ્તક જીવનનું ખાસ સાથી છે એમ ખાસ કહેવામાં આવે છે માટે દરેક મનુષ્ય તેને પાસે રાખવું જોઈએ. અધ્યાત્મજ્ઞાન પ્રસારક મંડળ, ચંપાગલી-મુંબાઇ, જાહેર ખબર. * શ્રી માંગરોળ (કાઠીઆવાડ)ના પુસ્તક ભંડારમાં આપવા સારૂ નીચે લખેલાં હસ્તલિખિત આગ વેચાતાં જોઈએ છીએ. જેઓએ વેચવાનાં હોય તેઓએ નીર્થક્ષા શિરનામે પત્ર વ્યવહાર કરે અથવા મળવું – ૧ વિપાક સૂત્ર, અંગ ૧૧ મું. ૬ મરણ સમાધિ પયન્ના ૯ મું. ૨ પનવણા સૂર, ઉપાંગ ૪. ૭ બહતુ કલ્પ છેઃ બીજું. મહા પચ્ચખાણ પન્ના ૪ થું. ૮ જીત ૫છેદ ચડ્યું. ૪ ચંદ્રવિજય પયન્ના સાતમું. ૯ લઘુ નિશિધ છેદ ૫ મું. ૫ દેવેન્દ્ર સ્તવન પ્રકરણ પન્ના આઠમું. ૧૦ વ્યવહાર છેદ ૩ જુ. મળચંદ હરજી, એકઝીકયુટર. અંદરજી અભેચંદ. ડાટ ફીયર, નં. ૮૫-બઈ
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy