SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા રશે, કે કેમ એવી શ`કા નેતાને થઇ, પરંતુ યૂવકવર્ગ ઉત્સાહી હતા. વર્તુમાનપત્રામાં ખૂબ ચર્ચા ચાલી હતી. વાંધાઓમાં મુખ્ય વાંધે એ જણાતા હતા કે આ પ્રમાણે અમે વર્ષે મળી પૈસાના વ્યય કરી લાભ શેડ મેળળ્યા છે ? ઉલટું આપણે ખાઈ પી આનંદ કરી બે ત્રણ દિવસોમાં હજારો રૂપિયાના ફના ફાતિયાં કરીએ છીએ ! પણ તેનું પરિણામ શું ? વાણિયે! વાણિયાને વિચારે ગયા. આવા વિચારો અમને તે બહુ અનુકૂળ લાગ્યા. એક પક્ષે જોતાં તે ઘણા સારા હતા. કારણ કે પરિષા કાર્યવાહકોને એટલું તો સમજાયુ કે પ્રત્ન કાંઇ સગીન કાર્ય જોવાની ઇચ્છા રાખે છે, એટલુંજ નહિ પણ જ્યાં સુધી આપણે એવું કાર્ય ખતાવીશું નહિ ત્યાંસુધી સમાજ સહાયતા મળવી મુશ્કેલ છે. આથી કરીને ત્રીજી સાહિત્ય પરિષદ્ના કાર્યવાહકાએ પોતાના દ્રષ્ટિકોણ બદલ્યે, અને કાંઇ સંગીન કાર્ય કરવા તરફ પ્રવૃત્તિ રાખી. આ વિચારે એ પરિષના નેતાઆએ પરિષદ્ની યાદી વિચારપૂર્વક ઘડી, ને તે સાથે પ્રદર્શન ભર્યું ને તેમાં જૂનું અને નવું સાહિત્ય, શિલાલેખો, તામ્રપત્ર આદિ પ્રદશિત કરી પરિષદ્બે નવું ચેતન આપ્યું એટલું જ નહિ પણ કાઠિયાવાડના રાજા રજવાડા સમક્ષ સાહિત્ય પરિષના કર્તાના મહત્વના પ્રશ્ન મૂકી એક સારી રકમ ઉઘરાવી ભડાળ મંડળ સ્થાપ્યું તથા સરકારના અગ્રેજ અમલદારો પાસેથી સાહિત્યના વિષય ઉપર નિધને માટે ચદ્રક મેળવ્યેા. આ પરિષદ્માં વિશેષ તેજ તથા ખલ હતાં તેનુ કારણ તે સત્કાર આપનારાં પાતે રાષ્ટ્રના ખાનદાન કુટુંબનાં રાણી હતાં. તેમણે મનન કરવા ચેાગ્ય ભાષણ આપી સર્વનાં મન હરી લીધાં, ને પિરષદ્ પ્રતિ જે ભાવ હતા તે દ્વિગુણુ કર્યાં. પરિષના પ્રમુખ ણુ દી. બા. અબલાલ સાકરલાલ હતા, ને તેમણે પણ સમાચિત ભાષણ કર્યું હતું. અલબત્ત એમની આ પસ‘ફ્રેંગીથી કેટલાક વિદ્વાના નારાજ થયા હતા, પણ સુભાગ્યે તે નારાજી તેમની તે પિરષદ્ પૂરતી હતી એમ જણાયું છે. પરિષદ્ભુ આ કાર્ય કાંઇ નાનુ સુનૂં નહેતું. વળી પિરષદના કિાણ થાયે ઘણા બદલાયા હતા એમાંજ સર્વસ્વ હતું. આ અવ્યવસ્થિત સ્થિતિને વ્યવસ્થિત કરી, પરિષને જે અર્થ પણ જાણુતા નહતા તે અર્થ સમજતા થયા એટલુંજ નહિ પણ સાથે જોડાયા, અને નિરાશાવાદીઓને આશાવાદી કીધા. કહે ! આ કાર્ય કાંઈ ઓછું થયું છે? ચાથી પરિષદ્ આ પછી ત્રણ વર્ષે વડોદરે મળી. એ પરિષદે પણ સારૂં કાર્ય કર્યું છે, એવું એના પ્રસિદ્ધ થયેલા અહેવાલ પરથી સમજાય છે. ગુર્જર નરેશ શ્રીમંત સરકાર મહારાજા સાહેબના આશ્રય નીચે આ સમારંભ થાય તેમાં ન્યૂનતા શેની જ©ાય ! રાજા પોતેજ યજમાન એટલે પરિષદના અને તેના સેવાના આતિથ્યમાં શું પૂછ્યું ! વિશેષ ખુદ શ્રીમ ́ત મહારાન સાહેબે સાહિત્યની અભિવૃદ્ધિ માટે બે લાખ રૂપિયાની રકમ જૂદી કાઢી આપવા જાહેર કર્યું ત્યારે સર્વેના આનંદ સમાતો નહતા. ત્રીજી અને ચેાથી પરિષદે પ્રજાને ૪૪
SR No.522095
Book TitleBuddhiprabha 1917 08 SrNo 02
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size629 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy