________________
સાહિત્ય પરિષદ ભાવના.
૪૩ થયેલી તે ઈચ્છા ઈચ્છાને ઠેકાણે રહી, એટલામાં બે વર્ષ નીકળી ગયાં ને બીજી પરિષના સમારંભના ચળવળને ઘંટ કાને પડવા લાગ્યું, એટલે ઉંઘ ઉડી અને જાગૃતિ આવી.
બીજી પરિષદના કાર્યવાહકમાં રા. રા. હિંમતલાલ અંજારિયા જેડાયાથી કાઠિયાવાડી વર્ગ પણ સામેલ થયે. પરિષનું સ્થળ મુંબાઈ હતું એટલે પછી એમાં શી ન્યૂનતા રહે ! નવા નવા વિચારેને પિષનારૂ સ્થળ મુંબાઈજ છે. મુંબાઈમાં તળ ગુજરાતના, કાઠિયાવાડના લેકે એટલું જ નહિ પણ ગૂજરાતી ભાષા બોલનારી તમામ પ્રજાના પ્રતિનિધિઓ વસતા હોવાથી, તથા મહેતા ન્હાના તમામની મદદથી નેતાઓને ઉત્સાહ વધે. આમૂખ વિશાળ આલેખાયે. સાહિત્યનું ક્ષેત્ર માત્ર ભાષા, સાહિત્ય, કલા, નાટક વગેરેના શુદ્ધ સાહિત્યના સંકુચિત અર્થમાં નહિ રાખતાં વિશાલ રખાયું અને એમાં વિજ્ઞાન આદિ ઈતર વિષયને ઝીણી નજરેથી વિચાર કરી છે તે વિષય પર લેખે મગાવાયા. આ પ્રમાણે વિષયની યાદી વિશાળ અને સર્વ દેશી હતી. પરિષદના પ્રમુખ પણ ગૂજરાતના સમર્થ ભાષા શાસ્ત્રી . રા. કેશવલાલ ધ્રુવ નિમાયા, અને સત્કાર મંડળના પ્રમુખ તરીખે પ્રસિદ્ધ સાહિત્ય પ્રેમી શેઠ સાહેબ પુરૂત્તિમ વિશ્રામ માવજ પસંદ થયા, સોનું અને સુગંધ બે એકત્ર થયાં. પાર સીઓ, મારવાડીઓ, કચ્છી વગેરે તમામ ગૂજરાતી બોલતી પ્રજાની રગમાં નવું રકત રેડાયું, ને ચારે તરફ ઉત્સાહ ઉત્સાહ વ્યાપી રહ્યા. પરિષહ્ના પ્રમુખ ર. પ્રવે સાહિત્ય ઉપર વિકતા ભર્યું ભાષણ આપ્યું, અને શેઠ સાહેબે મહેમાનની સારી આગતાસ્વાગતા કરી. આ નવા જીવનથી પરિષદનું કાર્ય સંગીન પાયાપર આવેલું સમજાયું. આ પદિષદમાં સ્વર્ગસ્થ ગોવર્ધનરામભાઈને મારકની જન થઈ પણ દિલગીરીની વાત છે કે તે પેજના કેઈ કારણસર બંધ પડી. આપણે ગુજરાતી ભાઈઓને માથે આરંભે શૂરા હોવાનું જે આળ છે તેજ ખરૂં પડયું. કાર્યારંભ સમયે જે ઉત્સાહ અને ઉમંગ હોય છે તે કાર્ય સમાપ્તિ પછી નથી હોતા. કદિ આ શૂરાતન દશમે ભાગે પણ આપણામાં રહેતું હોય તે બબ્બે વર્ષે મળી, આનંદ કરી ઘેર પાછા વળીયે ત્યાર પછી કાંઈક કાર્ય કરીએ, કાંઈક કર્તવ્યપરાયણતા આપણામાં જાગૃત રહે અને આપણે કર્તવ્યનિષ્ઠ બની કાંઈક કાર્ય કરવા પ્રત્યે પ્રેરાઈયે. તથા કાંકરે કાંકરે પાળ બાંધી આપણી સ્થિતિ સુધારી શકીયે.
જોતજોતામાં ને વાતમાં ને વાતમાં બે વર્ષ વીતી ગયાં, અને ત્રીજી પરિ. ૬ ભરવાને સમય આવી પહોંચ્યું. આ વખતે કાઠિયાવાડે બીડું ઝડપ્યું ને રાજકેટ મુકામે તે ભરવાનું નક્કી થયું. આ પરિષદ્ માટે લેકમાં કાંઈક અનાસ્થા જન્મ પામેલી જોવામાં આવેલા હતી. પત્રવ્યવહાર થતાં સર્વ સ્થળેથી એવાજ નિરાશાજનક પ્રત્યુત્તર મળવા લાગ્યા કે પરિષદ સાગપાંગ પાર ઉત