SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ જીવ રક્ષાની ઉત્તમ રીત, એને કંઈ ખાવા પીવાનું આપવામાં આવે છે અથવા કસાઈની પાસેથી ડાંએક પશુ કે પંખીઓને છોડાવવામાં આવે છે. તે પણ કેવી રીતે ? એનું સ્પષ્ટીકરણ કરવાની ખાસ જરૂર છે. આપણે તે તપાસી જોવાનું છે કે કસાઈ લેકે પાસે જઈ તેમની પાસેથી, મેં માગ્યા દામ આપી જીવ છોડાવવાની જે રૂઢિ અત્યારે ચાલ થયેલી છે તે આર્યાદે આપણને તેમજ જાનવરોને બંનેને કે એકને પણ લાભદાયક–હિતકારક કે સુખકારી છે કે નહિ ? અને જે તેમ જ હોય તે પછી તે રૂઢિને ગમે તેમ પણ વળગીજ રહેવું કે તેને તજી દેવી ? અને ભવિષ્યમાં આપણને અને અન્ય જીવને પણ લાભ–હિતસુખ કરે એવી રીતિ--નીતિ--આદરવા આપણી બુદ્ધિને ઉપયોગ કરે કે નહિ ? પ્રથમ આપણા ભાઈઓ પર્યુષણ જેવા પર્વ દિવસે ઠેકાણે ઠેકાણે કસાઈ લેક પાસેથી જાનવર છેડાવે છે એવી વાત જગજાહેર થઈ જવાથી કસાઈ લેક પિતાને ધંધ ધીકત ( વધારે જોશથી) ચલાવવા એ પ્રસંગે ઠામઠામથી જે જાનવરે તદ્દન નબળાં–નકામાં મરણની અણી ઉપર આવી રહેલાં રેગી, અપંગ કે ચારા પાણીના અભાવે દુઃખી થઈ રહ્યાં હોય તેમને તેમના ધણુ પાસેથી સાચું ખેડું સમજાવી–મફત અથવા નજીવી કિંમત આપી કે તેવા કામ કરી આપનાર દલાલ પાસે અપાવી એકઠાં કરે છે, અને તે બધાને જાણે મારવા માટે તૈયાર રાખ્યાં હોય એવું દેખાવ બતાવે છે. તેમને બધાને નહિતે થોડાંકને છોડાવવા આપણું લેકે પૈસાનું ઉઘરાણું કરીને કસાઈ વાડે જાય છે ત્યારે કસાઈ લેક તક આવેલી જોઈ તેમાંના દરેકનાં મનમાન્યાં નાણાં આપવા જણાવે છે. તે પ્રમાણે આપીને, પ્રથમથી એકઠાં કરી રાખેલાં ગમે તેવાં જાનવરોમાંથી ઘોડાએકને છેડવવામાં આવે છે. અને બાકીનાનું તે જે થતું હોય તેજ થવા પામે છે, પણ પહેલા કસાઈઓને અપયેલાં નાણુને શે ઉપગ થાય છે? તેને કશે વિચાર સરખે કરવામાં આવે છે? તે કસાઈએ મળેલા પુષ્કળ પૈસા વતી ઘણુ જાનવરે મનગમતી રીતે ખરીદી પિતાને પાપગ્યાપાર વધારતા જાય છે. એવું તેમને ઉત્તેજન મળે છે. તેવું ઉત્તેજન તેમને ન મળે અને આપણા પૈસાથી જેટલા વધારે જાનવરને વધ થતો હોય તે અટકે એમ કરવું આપણને જરૂરતું નથી શું લાભા લાભને વિચાર કરી આયંદે રવાપર જીવને લાભ-હિત-સુખ થાય તેજ માર્ગ ગ્રહણ કરવા આપણે લક્ષ રાખવાની જરૂર છે. ચાર જીવને પચાવવા જતાં આપણું જ પૈસાથી આયંદે ઘણા ઘણા જીવને નાશ થાય વ્યાજબી નજ લેખાય. ત્યારે કે પ્રશ્ન કરે કે અમારે જીવ છેડાવવા નહિ શું? અલબત શક્તિ જ હેય તે કસાઈને ત્યાં કપાવા જતા સઘળાને બચાવી લેવાં એટલે કસાઈને ત્યાં જવા ન પામે તેમ તેમને બચાવી લેવાં. પણ કસાઇને ઉત્તેજન આપવા જેવું તે નજ થવું જોઈએ,
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy