________________
નવાવર્ષની નોંધ.
સર્વોપયોગી અને નિર્દોષ રસપૂર્ણ-વાંચન-આ માસિકે પૂરું પાડ્યું છે તે કહેવાની જરૂર નથી. ગત વર્ષે ગુરૂમહારાજ શાવિશારદ જેનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગર સૂરિશ્વરજીની લેખીનીએ ખરેખર વન્દનીય સેવા બજાવી છે. હેમની ધર્મ ને તત્વજ્ઞાન તથા પ્રાચીન જૈન સાહિત્યના વિવિધ રંગપુરતી તથા ગઝલ કવ્વાલીઓ આલેખતી કલમ-પછીથી કોણ અજ્ઞાતુ છે હવે ! ઉપરાંત-તત્વજ્ઞાન, ઇતિહાસ, વ્યાકરણ, જીવનચરિત્ર, વાર્તાઓ, કાવ્ય-આદિ સુન્દર વિષય પર પિતાની કલમે ચલાવનાર નીચેના સને આ સ્થળે આભાર માની આ વર્ષમાં પણ તેવી જ જનસેવા અર્પવા વિનંતિ છે.
પન્યાસજી અજીતસાગરજી રા. વકીલ નંદલાલ લલુભાઈ ર. વકીલ મેહનલાલ હીમચંદ, રા. પિપટલાલ, કે. શાહ. એમના ધાર્મિક તત્વજ્ઞાનના લેખે, શ્રીયુત મોહનલાલ-દ-દેશાઈ, બી. એ. એલએલ. બી. શ્રીમાન ઢડ્રાઇ, એમ. એ. શ્રીમાન વિભાકર. શ્રીમાન સંઘવી. ૨. મણીલાલ ન. સી. બી. એરા. લલિત રા, હંસલ તે વડેદરા-ચદ્રપ્રકાશવાળા સ. ભરતરામ, ર. કેશવ હ. શેઠ. રા, મિશંકર જોશી. એમ. એ., એ. વિરાટી, રા. પ્રેમવિલાસી, રા. શંકરલાલ કાપડીઆ, રા. વિનય (તે ભાઈ મેતીલાલ લલુભાઈ નાના ભાઈ). રા, જીજ્ઞાસુ, ર. હરિલાલ ત્રિકમલાલ જાની, રા. રમાકાન્ત તથા ૨. વાસત્તેય, વગેરે પુરૂષ લેખકે તથા વિદ્રષિ કર્તવ્યપરાયણ બહેન શ્રીમતી સિ. શારદાગીરી મહેતા બી. એ. શ્રીમતી સી. બહેન હંસા બહેન મનુભાઈ મહેતા, શ્રીમતી સિ. હરિઇચ્છા બહેન પ્રાણલાલ બક્ષિ, એમને આ સ્થળે ખરા હૃદયથી ઉપકાર માનીએ છીએ,
આ માસિકની પ્રગતિ-નવા વર્ષ માટેનું રેખા દર્શન તથા લખાણ શિલી કદ વગેરે માટે ગતવર્ષના છેલ્લા અંકમાં સિા પ્રદર્શીત કર્યું છે એટલે હવે વિશેષ કહેવાનું રહેતું નથી. આવા મેંઘવારીના સમયમાં કેવળ સેલ આના જેવા નજીવા લવાજમમાં લેખેની વિવિધ વાનીઓથી માસિક ઉત્તમ લે છે અને પુરતા લવાજમથી પિષાતું જ રાખવાની અમારા કદરદાન ગ્રાહકે અને વાંચકને નમ્ર ભલામણ કરીએ છીએ, આ વર્ષે બેડા વખત પછી એક ધુરંધર સમર્થ વિદ્વાનની કલમથી આલેખાયેલું ઉત્તમ પુસ્તક ભેટ આપવાને વિચાર લગભગ નક્કી થયેલ છે. તે વિષે હવે પછી જણવીશું. પરમકૃત શ્રીમદ્ દેવચંદ્રજી કૃત અપ્રસિદ્ધ જૈન સાહિત્ય અમને છાપવા માટે રા. શ. વકીલ મેહનલાલ હેમચંદે મેકલાવી આપ્યું છે અને આવતા અંકથી તે કમેક્રમે પ્રસિદ્ધ થશેજ.
_છેવટ, નેધ પૂરી કરતા પહેલાં ગુર્જર સાહિત્યના પરમ પિષક સ્વ. રણજિતરામભાઈ અને ભારતવર્ષના સુવર્ણ સૂર્યરૂપ ડે. દાદાભાઈના દેહોત્સર્ગની, અંતઃકરણના ઉંડા ખેદ સાથે સ્મૃતિ તાજી કરાવતાં કલમ કંપે છે. એ બને મહાપુરૂષે વિષે વર્તમાનપત્રો વગેરેમાં પૂષ્કળ લખાઈ ગયું છે. તેઓનાં મહાન કોએ તેઓનું નામ શાશ્વત કર્યું છે. અમે અમારી નબળી-પચી કલમમાં વિશેષ શું લખી શકીશું? પરમાત્મા તે ઉભય પુણ્યાત્માઓને અખંડ શાન્તિ આપે અને તેઓના દિવ્ય પ્રકાશમાં ભળેલું પ્રભુતાપૂર્ણ નૂર ભારતવર્ષના આત્માને ઉજ્વલ રાખે એટલીજ અભ્યર્થનામાં અમને સંતેષ છે.
તંત્રી.