SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ છામાન મોહનલાલ સાંકળચંદ ફોજદારનું સંક્ષેપ જીવન, મમ પિોલીસ ઈન્સ્પેકટર જેવા મેટા જોખમદાર-દે આવ્યા પછી પૂર્વ પદયે પન્યાસજી ચતુવિજયજી મહારાજના સમાગમમાં આવ્યા, અને સાધુ સંગતી શું નથી કરતી ! ક્ષણ પણ સજન સહવાસ જેમ પારસમણિ લોખંડને સુવર્ણ બનાવે છે તેમ, મનુષ્યને ખરેખર મનુષ્ય અને દેવ બનાવી શકે છે. પન્યાસજી ચતુવિજયજી તથા અન્ય સાધુઓના સમાગમમાં આવતાં જ મહુમનામાં અંતર્ગત રહેલા ધામિક ને સામાજિક સદ્ગુણે પ્રકટી નીકળ્યા. તેમણે ધાર્મિક વાંચન શરૂ કર્યું, અને એક વખતના ધર્મને ટૅગ માનનાર પોલીસ અમલદાર, ચુસ્ત પ્રભુભક્ત, નિત્ય પૂજા કરનાર, ગુરૂભક્ત બની રત્રીજન, કંદમૂળ ઈત્યાદિ ત્યાગ કરી, અને શુભ આદરણીય વૃત્ત–નિયમે અંગીકાર કરી, સાદું, સરળ, નીતિમય નિયમિત જીવન ગાળવા લાગ્યા, અને યુવાનને અનુકરણ કરવાગ્ય એક ઉમદા દ્રષ્ટાંત તૈયાર કર્યું. મમ અમદાવાદમાં એક સામાન્ય પિલીસની જગ્યા પરથી જેતપુર જેવા કાઠીયાવાડમાં આગેવાન ગણાતા મેટા રાજ્યના મુખ્ય પોલીસ અમલદાર થવા પામ્યા છતાં પણ, પિતે પ્રભુને, ધર્મને, નીતિને, પિતાની ન્યાતને તથા ન્યાતના હિતને, પિતાના સ્પષ્ટ વક્તત્વના ગુણને, તથા ફરજને ભૂલ્યા નહતા, અને હેમના નિવાસની આજુબાજુ જ્યાં જ્યાં સદ્ગુરૂને મેગ જણાય ત્યાં ત્યાં જઈ તેમના બેધનું પાન કર્યા સિવાય રહેતા નહિ. તથા ધમિક અને જાણકાર સજજનેને સહવાસ પણ રાખતા હતા, અને આ સિા સત્કાર્યોમાં હેમનાં સુશિલ પત્ની છાયાની પેઠે તેમની સાથે જ રહેતાં. મૃત્યુ અગાઉ ટુંક સમય પર મહેમ જેતપુરથી વૈદ માઈલ પર આવેલા ધોરાજી મુકામે પન્યાસજી કેશરવિજયજી ગણિ પાસે વ્યાખ્યાન સાંભળવા મેટરમાં ગયા હતા. ત્યાંથી આવીને એકાસણું કર્યું. પણ આ લાંબી મુસાફરીના શ્રમથી તેમના શરીરમાં દર્દ થવા લાગ્યું. ચિદ માઈલ જેટલે દુર માત્ર વ્યાખ્યાન શ્રવણ કરવા જ જવું ને આવીને એકાસણું કરવું, એ મમના ધર્મશ્રવણની, ગુરૂ ભક્તિની તથા તપની ઉત્કટ લાગણી ને શ્રદ્ધા બતાવી આપે છે. આ પછી તેમનું છાતીનું દર્દ વધતું ગયું હતું. રાજ્યના બાહોશ ડેરની સારવાર ચાલુ થઈ અને તાર જવાથી અમદાવાદથી તેમને બીજો આસવ આવી પહોંચ્યા. જેમાં તેમના પુત્ર રા. રતીલાલ જેઓ હશઆર ડોકટર ગણાય છે તે પણ હતા. હાર્ટડીઝીઝનું હઠીલું દર્દ ભાગ્યેજ મટે છે. મનની આ વખતની શાંતિ પ્રશસનીય હતી. તેમણે હાયવય કે ધમપછાડા કર્યા સિવાય, પિતાના પૂર્વ કર્મના ઉદયે આવેલા વ્યાધિને શમતાપૂર્વક સહ્યું, અને ધર્મ મરણ-પ્રભુ સ્મરણમાં લીન રહેવા લાગ્યા. પોતે મંદવાડને લીધે પ્રતિક્રમણ, પ્રભુસેવા, વૃત્તપશ્ચખાણ કે ધર્મનું વાંચન ન કરી શકવા બદલ ખિન્ન રહેતા. પણ બીછાનામાં રહી પોતે ધર્મને પ્રભુનું મરણને શ્રવણુ કરતા હતા. મંદવાડ વખતે શાંતિ તે જાણપણું હોય તેજ રહી શકે છે.
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy