SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડ ૨૫ जीवनरेखा. * श्रीमंत महाराजा श्री सयाजीराव गायकवाड. * જૈ (એક આદર્શ રાજ્યકર્તAvyo , "હું ધારું છું કે સમાજની સેવા કરવી એ એક મનુષ્યને માટે સર્વોત્તમ કાર્ય છે, અને એજ મારા જીવનને ઉદ્દેશ છે. જે હું તેમાં ફત્તેહમંદ થયો છે તે તેજ મને મેટામાં મેટું વિક છે. આ ફળ (ઈનામો છે. હું તમને ખાત્રી આપું છું કે તમારા ભલા માટે લાગણી અને પ્રેમ મારા કરતાં વધારે બીજા કેઈને નહિ હેય, અને ઈશ્વર જે મને વધુ આયુષ્ય આપશે તે તમારા ભલાને માટે મારે અનુભવ આથી પણ વધારે ફાયદો કરવા શક્તિમાનું થશે.” શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ પ્રત્યેક દેશમાં જુદે જુદે કાળે જુદાં જુદાં મહત્વનાં કાર્યો કરવા માટે મહા પુરૂષે જમે છે. દેશની પ્રજાનું રક્ષણ કરવા માટે, તથા તેની શારીરિક, માનસિક અને આર્થિક ઉરતિ કરવાને માટે જન્મે છે. મહાપુરૂષમાં મહાન શક્તિ, ઉચ્ચ મનવૃત્તિ, સ્વાર્થ ત્યાગ, સ્વાત્મભેગ, અને સઘળ વિભવ વિલાસનો ત્યાગ એ મુખ્ય ગુણ હોય છે. આવા ગુણેથી વેષ્ટિત જે પુરૂષ હોય છે, તે કાળના કાળ પર્યત દેશની પ્રજામાં વંદનીય અને પૂજનીય થઈ પડે છે. શ્રીમંત મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડનું નામ એક આદર્શ અને અનુકરણીય રાજ્યકર્તા તરીકે ગુજરાત ઉપરાંત આખા હિંદમાં જાણીતું છે, એટલું જ નહિ પણ આખી દુનિયાના સર્વ સુધરેલા દેશમાં તે નામદારના રાજ્યકાર્યભારનાં એકી અવાજે વખાણ થાય છે. રાજ્યની લગામ પિતાના હાથમાં લીધી ત્યારથી શ્રીમંતે રાજ્યકીય બાબતોને બહુજ બારીકાઈથી અને ખંતથી અભ્યાસ આરંભ્ય હતે. ખાવા પીવાની, વસ્ત્રાલંકારની કે રાજવંશી આડંબરની જરા પણ દરકાર કર્યા વગર શ્રીમતે જમીન મહેસુલ અને ખીજી ઉપજ સંબંધી બારીક બાબતને અભ્યાસ કરવામાં, પ્રજાના જાનમાલની સલામતીના ઉપાયે જવામાં, ન્યાય આપવાની બાબતમાં કાયદો પસાર કરવામાં, અને કેળવણી, પ્રજાની સુખાકારી * શ્રીમંતની ગોલ્ડન જયુબિલી પ્રસંગે વડોદરા મ્યુનીસીપલ્સ કોર્પોરેશને શ્રીમંતને આપેલા માનપત્રને પ્રત્યુત્તરમાં શ્રીમંતે કરેલા ભાષણમાંથી ઉતારે.
SR No.522094
Book TitleBuddhiprabha 1917 07 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1917
Total Pages39
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy