________________
ગાિલા.
એજ પીકે તેણે જે જે ત્યાં જોયુ તેમાં અપૂર્વ સુંદરતા આણી. ચારે બાજુએ નઝર કરતાં આંજી નાંખે એવા દીવા, હારમેાનિયમને સીડી સૂર અને ચિત્રલે અંદર પડદે જોઇને માતે ઈ બીજીજ સૃષ્ઠિમાં આવી ના હોય, એમ તેને લાગ્યું.
૩૧
ત્રણ ઘંટડી વાગી એટલે પડો ઉપડયા, થીએટરના ઘોંઘાટ એ છે થવા લાગ્યું. ગભૂમિને છેડે બળતા દીવા વધારે પ્રકાશિત થયા. એકાએક ઘેટર અધારામાંથી ધીરે ધીરે અજવાળામાં આવતી વૃંદાવનની ગેપીએ જણાઇ અને ગાયન ગાતી ગાતી રાસ રમવે શરૂ કર્યાં. વચ્ચે વચ્ચે પ્રક્ષકાની તાળીઓ પડતી હતી તેથી આબુ થીએટર ગાજી ઉડતું હતું. ગિરિમાળાનું આખુ શરીર ધ્રુજતું હતું; એના હૃદયના ધબકારા આટલા ઘાંઘાટમાં એ પણ સાંભળી શકાતા હતા. અને એક પળવાર સુધી પોતે સ્ત્રીજાત હેાવાથી શ્રીએટરમાં ન અવાય એવાં બંધના આ સંગીત ભૂમિમાં ભૂલી ગઈ.
પણ સુધા વારે ઘડીએ એને કોઇ દેશે એ બીકથી વ્હેલા વ્હેલા ઘેર જવાનુ આવીને કહી જતી. પણ ગિરિમાળા એના પર જમ્મુએ ધ્યાન આપી નહિ કેમકે હવે એની બધી પ્રીક ટળી ગઇ હતી.
નાટક આગળ ચાલ્યું, કૃષ્ણએ રાધાનું અપમાન કર્યું છે અને રાધા એનાથી રિસાઇને બેઠી છે. કૃષ્ણે એને હાથ જોડીને વિનવે છે, અને પગે પડવા જાય છે; પણ કાં′ વળતું નથી, ગિરિમાળાના હૃદયના ધબકારા વધ્યા. એને મનમાં લાગ્યું કે પોતાની સ્થિતિ રાધાના જેવી જ હતી. અને પોતાનુ માન સાચવી રાખવા જેટલી સત્તા તેનામાં હતી. સ્ત્રીની સુંદરતાના પ્રભાવ કેટલા હોય છે એ એણે સાંભળ્યું હતું પણ આજે તો એ પ્રત્યક્ષ જણાયા. આખરે નાટક પુરૂ થયું અને લોકો વેરાઈ જવા લાગ્યા, પણ ગિરિમાળા વિચારમાં ઊંડી ઉતરી પડી હોય એમ સૂનમૂન એસી રિહ. ઘેર જવાનુ છે તે વાત વિસરી ગઈ. ફરીથી પડદો ઉપડવાની વાટ જોતી બેસી રહી: એને લાગ્યું કે કૃષ્ણનું રાધાએ અપ માન કર્યું એ દેખાવ ચાલુ જ રહે તે કેવુ સારૂં' ! પણ એવામાં સુધા જશે એમ જણાવ્યું.
ગિરિબાળા ઘેર આવી ત્યારે ઘણું મોડુ થઇ ગયું હતું. એના ઓરડાના અંધારામાં એક ઘાસલેટના દીવા ઝંખા ખળતા હતા. અત્યારે એ એરડા તેને ઉદાસ અને શાંત લાગતા હતા. એના પલંગની મચ્છરદાનીનું લુગડું મારીમાંથી આવતા પવનમાં ફૂડ ફંડ થતું હતું. આખી દુનિયા અકારી ભાસવા લાગી.
આજથી ગિરિમાળાએ દર શનીવારે નાટકમાં જવાનું રાખ્યું. પણું હેલે જ દિવસે થીએટરમાં દાખલ થઈ ત્યારે જે આકર્ષણ હતું તે અત્યારે નહતું. કાળા વર્ણની એકટ્રેસ સફેદ ચેટળીને આવતી, તે જાણતી અને એમના હાવભાવ ખાટા છે એમ દહાડે દહાડે લાગ્યા છતાં નાટકમાં જવાની ટેવ છૂટી નહિ. પડો ઉપડતાંની સાથે જ પોતાની જીંદગી રૂપી કેદખાનાનું દ્વાર ઉઘડતું એને