________________
હિન્દુસ્થાનને આદર્શ રૂપ કેનેડા
૧૫ સાધનનો વિકાસ કરે, વ્યાપાર વધારે ઊગ હનરને ખીલવે અને ખાણે, જંગલ તથા ફળદ્રુપ વૃક્ષો અને ક્ષેત્રમાંથી વધારે પ્રાપ્તિ કરી શકે તેને માટે તેઓ દરેક જાતની સગવડ અને વ્યવસ્થા પૂરી પાડવા પ્રયત્ન કરે છે.
કેનેડાના લેકની પ્રગતિ ઘણું જગજાહેર છે. કેનેઢિયન ઘણા સાવધાન હેય છે અને ભાગ્ય ઊપર આધાર રાખી બેસી રહેનાર નથી. અમુક બાબત હાથમાં લીધા પહેલાં તેઓ તે ઊપર સારી પેઠે મનન કર્યા કરે છે. કેનેડિયન અમેરિકન જેટલા ધાંધલીયા હોતા નથી. કેનેડાને વેપારી વર્ગ શાનિતથી અને ધાંધળ મચાવ્યા વગર કામ કર્યા જાય છે, તે પણ પ્રગતિ અને સાહસ ખેડવાને જુસ્સો કેનેડાને દીપી આવે છે. આ બન્ને ગુણે ત્યાંના વાતાવરણમાં જ જોવામાં આવે છે એટલું જ નહિ પરંતુ દરેકની નસેનસમાં રમી રહેલા હોય છે. અર્વાચીન કાળને અરે અંકુર કેનેડામાં ઝળહળી રહ્યો છે. તે પ્રાન્તમાં અને તેના વાતાવરણમાં જે થાય છે તે સારી વાતે થાય છે. કેનેડીયને સુધારણા ઉપર ઘેલા થઈ ગયા છે ( તેની પાછળજ મંડ્યા રહ્યા છે ). ગદ્ધા વિતરુ ઓછું કરવા અને દરેક જાતની સગવડ થઈ પડે તેવાં દરેક જાતના હાલના જમાનાના યાથી તેમનાં ઘર શોભાવવા સારૂ, તેઓની પ્રથમ અને ઊંડી ઈચ્છા હોય છે. આગળ પડતા પ્રદેશને છાજતી સઘળી સગવડે તેઓ વાંછે છે. કેનેડિયનના ઘરને એક . તબેલે તે હિંદુસ્થાનના એક પ્રસિદ્ધ ઘર કરતાં વધારે સ્વચ્છ હોય છે. તેવા તબેલામાં ઈલેકટ્રીક લાઈટ કરવામાં આવે છે.
વિદ્યાર્થીઓના શિક્ષણ માટે પૂરી પાડેલી સગવડોમાં પણ પ્રગતિ માલુમ પડે છે, ત્યાંની સરકાર તથા ત્યાંના લોકોએ શિક્ષણ પદ્ધતિ સારી તેમજ ઊપયોગી બનાવવા પ્રયાસ કર્યો છે. કોલેજો અને તેને અંગેનાં મકાને યુનિવર્સીટી ( આખી દુનીયામાં શ્રેષ્ઠ ગણાતી ) સ્થાપવામાં આવ્યાં છે. દેશના જુદા જુદા ભાગોમાં ઈજીનીયરીંગ શીખવવાની ખેતીવાડી અને વિવિધ હુનરકળા શીખવાની નિશાળે પણ સ્થાપવામાં આવી છે અને એક કીનારેથી બીજા કીનારા સુધી પ્રાથમિક અને મેટી નિશાળો, તથા વણાટ કામ, સુથાર કામ, ગુંચવાનું વગેરે શીખવવાની નિશાળો પણ ખુલ્લી મુકવામાં આવી છે. પ્રાથમિક શિક્ષણ ફરજીયાત છે.
ડાં ઝુંપડાંવાળા ગામમાં પણ નિશાળે સ્થાપવામાં આવેલી છે. કેનેડાના જુદા જુદા પ્રાન્તની કેળવણી આપવાની પદ્ધતિઓની પૂર્ણ તપાસ કર્યા પછી માલુમ પડશે કે દુનિયામાં કોઈ પણ સ્થળે મુકેબલે ન થાય તેવી કેળવણીની સગવડે ટૂંકી મુદતમાં ત્યાંના બાળ બાળીકાઓને પ્રાપ્ત થશે. કેળવણી આપનારને તથા તેઓના ઊપરીઓને જે અડચણ નડે છે તે પણ અભ્યાસ કરવાલાયક છે. કેનેડાના લોકે વિવિધ દેશમાંના વસાચત તરીકે ગણાય છે અને ત્યાં વર્ણ, ધર્મ, જાતિ, રંગના ઘણા ભેદ માલુમ પડે છે. “ કેનેડીયને ” આ શબ્દથી