SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪ બુદ્ધિપ્રભા બનાવનારી, વકીલે પ્રત્યે વીવેક, વીનય અને વહાલ રાખવાને બદલે વહેમી ઘરડાં ઠચર કહી ધીકારી તેનાથી જલદી જુદા પડવાને લલચાવનારી કે આર્યાવ્રતની સ્ત્રીઓને નહી છો જતી ટેવ પાડનારી કેળવણું તે સ્ત્રીઓને નહી આપવી જોઈએ એમ કહેવામાં લગભગ સઘળાઓ શામેલ થવાના સ્ત્રીઓને ગુલામ ગણનારા, પગનું ખાસડુ માનનારા મર્યાદીત રીતે વડીલેની સાથે પણ તેને બહાર હરવા ફરવા જવા દેવાની ના પાડનારા પુર જેમ ધીક્કારને પાત્ર છે તેમ પતીને પ્રેમથી નહી ભજવનારી તેમજ ગૃહીણીના ધરમે નહી બજાવનારી સ્ત્રી પણ ધીક્કારને આટલા ટુંકા વીવેચન પછી સ્ત્રીઓને કેવા પ્રકારની કેળવણું આપવી જોઈએ તે વાંચનાર સમજી શકશેજ. સ્ત્રીઓને ઇંગ્રેજી ભણાવી કોલેજમાં કેળવણી આપી બી. એ. એમ. એ. બનાવવાની અભ્યાસની ઘેલછા ઉપન્ન થવા લાગી છે તે એગ્ય નથી દેશી ભાષા દ્વારા સારા સારા વિષયે શીખવવામાં આવે તે તેથી વધારે લાભ થાય. કોઈપણ રીતે સ્ત્રી કેળવને પ્રસાર કરવાની ઘણુંજ જરૂર છે. સ્ત્રીઓ સુધર્યા વીના કદી પણ સંસાર સુધરે તેમ નથી. સંસારરૂપી ગાડાને જોડેલા બે બળદોમાંને એક પુરવમાં ને એક પશ્ચીમમાં ચાલે તે એ ગાડું ઉધું જ પડવાનું. માટે સ્ત્રી કેળવણીને પ્રકાર થવાને અનેક પ્રયત્ન થવાની જરૂર છે અને એટલાજ માટે કેળવાયેલી સ્ત્રીઓ ભણેલી સ્ત્રીઓની ખાસ ફરજ છે કે તેણે એવી સારી રીતે ચાલવું જોઈએ ને સદવર્તનશાળી થવું જોઈએ કે લોકોને તેનું જોઈને પિતાની પુત્રીઓને કેળવણી આપવાને ઉત્સાહ વધે. ભણેલી સ્ત્રીએ ઉપર એ એક મેટો બોજો છે જે તેના આચરણથી લોકોનાં મન સ્ત્રી કેળવણી તરફ ધીકાર ઉપન્ન કરે છે, સ્ત્રી કેળવણને ભારે ધેકો પહોંચે. નવરાશના વખતમાં સીવણ, ગુંથણ વગેરે સ્ત્રીઓ પિતાને જેમ કામ કરી શકે અને ધર્મ નીતીના વ્ર વાંચે એવી ટેવ પણ કન્યા શીક્ષણદાર પડવી જોઈએ. કેટલેક સ્થળે તેમને અંગ્રેજી કેળવણું આપવાની શરૂઆતની કુલ સ્થાપવામાં આવી છે ત્યાં સુનીતિવાન અને અનુભવી શ્રી શીક્ષક, તથા પુરૂષ શીક્ષકે રાખી કામ લેવામાં આવે એ પસંદ કરવા જેવું છે, હલકી વર્ણની જુવાન શિક્ષીકાઓ કે જુવાન પર કરતાં ઉચ્ચ વરણની સ્ત્રી શિક્ષકને ઠરેલ પાકી ઉમરના પુરૂવ શીક્ષક એવી સ્કૂલોમાં સારૂ કામ કરી શકે ધર્મના સંસ્કાર વિનાનાં સ્ત્રી કે પુરૂષ શીક્ષકે બહુ લીલું કરે એમ સ્વીકારી શકાતું નથી. કેળવણી ખાતાના નાનાથી તે મારા સુધીનાં સર્વ શિક્ષકે જ્યાં સુનિતીવાન છે ત્યાં દશાતિને સમય દુર નથી એમ નકી સમજવું. લીસ્ત્રી કેળવણીને સાચા હિમાયતી.
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy