SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ર૩૬ બુદ્ધિપ્રભા - તરૂને પિતા આ સાંભળી સ્તબ્ધ થઈ ગયે. પુત્રીને આવા રૂપમાં બદલાઈ ગયેલી જેને વિસ્મય પામે, પરંતુ ઘુંટડો ગળી ગયે; અને ધીમેથી બેલ્યોઃ તર! તરૂ! આ શું? તને આજે એકદમ શું થઈ ગયું છે? તને યાદ નથી કે એ ઇન્દુભાઈને તારા ભવિશ્વના સ્વામિ તરીકે તારી સાથે જોડવાના છે ?” તરૂલતા ઝબકી બેબાકળી થઈ ગઈ, પરંતુ રાવમાં આવી બેલી: “શું કહે છે પિતાથી ? ઈન્દુ હારે સ્વામી? હાય ! ઓહ ! પિતાજી! ઓ કૃત પિતાજી ! યાદ રાખજો: એ કદી બનવાનું નથી. જેને મહારું હૃદય સેપ્યું છે તે મ્હારો દ% અન્ય સ્થળે તમારો જેવાં જ કૂર માતાપિતાના દુઃખને ભોગ થઈ પડે અરણ્યવાસી થઈ દેહનું કલ્યાણ સાધે છે. હૃદય જ્યાં હેપ્યું ત્યાં જ હેમ્યું’ એ મહારું સૂત્ર છે અને તે પ્રમાણેજ વીશ. હારે હવે પરણવું નથી, એક તે પરફયાનું સુખ જ કાચું અને તેમાં પછી પાછળથી રંડાવું. એહ! એ ક્યાંને ન્યાય ? બસ હારી જીંદગી હું એને જ સેવી છે. મહારું હૃદય હે એકમાંજ હોમ્યું છે. હવે નહીં બને તે નહીં જ બને. આ સર્વ ને મિથ્યા છે. અનર્થભ ફાંફાં છે. હું એકની બે નહીં થાઉં. શા માટે મહેને આમ પજવતા હશે. વારૂ ? હે કાંઈ તમારું બગાડ્યું છે? હું તે મારી મેળે મહારી મેજમાં આવે છે તેમ તું છું અને એટલું જ છું કે કેને હાનિ થાય નહિ. પછી હારી વચમાં પડવાની આપને શી પડી છે?” પુત્રીને આ પ્રમાણે એકાએક વિદિત અવસ્થામાં આવેલી જે પિતાના મનમાં ઓછું આવ્યું; પરંતુ દઢતા સમીપ કેમલતા પણ નિરૂપાય થાય તેમ તેને એક શબ્દ પણ કહ્યા વિના નિરાશાના નિઃશ્વાસે નાંખતાં નાંખતાં શયનગૃહમાં ચાલ્યાં ગયાં. (૨). તરૂલતાનાં માતપિતા ખરેખર કર અને મૂર્ખ જ હતાં. પિતાની પુત્રીના આવા વિક્રિત આચરણથી કંટાળો આવ્યા હતા પરંતુ લાચાર હતાં. પુત્રીની ઉમ્મર પુત્ર થઈ હતી અને તે સ્વતંત્રતાને લાયક થઈ હતી. એ વિક્રાળ યુગલ સર્વદા પુત્રીને અલગ રાખી વાર્તાવિનોદ કરતું હતું. આની તરૂલતાને ચેકસ માહિતી હતી અને તેથી સર્વ પિતાને વિદિત થાય એ હેતુથી શેશીને પોતાની તરફ ખેંચી લીધો હતો. શેશીને માસિક અમુક રકમ ઇનામમાં મળતી અને તેથી એ લક્ષ્મીની લાલચમાં શેશીને મનભ્રમર લપટાઈ ગયું હતું અને મુગ્ધ બન્યા હઆથી પ્રમાણપણને ઉચ્ચ સદ્દગુણ બાજુએ મુકી અસત્યતાના અને ચેરીના દુર્ગુણનું સ્થાન એ શેરી થઈ પડ હતા. ઉપર જણાવેલા બનાવને બીજા દીવસથી પુત્રીના ખંડમાં માતાપિતાએ કે માતપિતાના ખંડમાં પુત્રીએ જરા પણ પગસંચાર કર્યો નહોતે. પુત્રીને આવા આચરણથી માતપિતાને અતિશય લાગી આવ્યાથી ગમગીનીમાં આખો દીવસ જાતે હતો. સાયંકાળને સમય થાય અને દિવાનખાનામાં તરૂનાં માતપિતા હમેશ નિરાશાની વાત કરતાં. પરંતુ “તડનું ફડ” કરી દેવાનું કેમે સુઝે નહિ. તરૂ પિતાના ખંડમાં જ બેસી રહે અને એને સમય પણ દુઃખનાં સંભારણુમાં વ્યતીત થતો. આમ વસ્તુસ્થિતિ ચાલવા માંડી. માતાપિતા સ્થિતિ છે કે આણે નહિ અને તે તાં વિચારમાં ને વિચારમાં બળ્યા કરે. આથી બન્નેનાં શરીર લીન થઈ જવા માંડ્યાં. થોડો સમય વીત્યા પછી એમના મનમાં આવ્યું કે ગમે તેમ પણ આને અંત આણવે. એક
SR No.522090
Book TitleBuddhiprabha 1916 10 11 12 SrNo 07 08 09
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages100
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy