________________
તરુલતા અથવા આદર્શ સ્નેહ.
૨૩૫
તે પણ મહારામાં શું વાંક નિહાળે? માનવ જાતમાં હમે કહે છે તેમ સમભાવ રહ્યો નથી છતાં પણ હું તમારી સાથે સમભાવથી નથી વતી? શું આવીજ હારા પ્રત્યેની તમારી લાગણું?
“જગત મિથ્યા તણે કાજે, “વી દુખી ના થવું છાજે; “ રહું બસ હું અરણ્યને,
“ જીવન ગાળું સદા સુખે.” અરણ્યમાં વાસ કરી સુખે જીવન ગાળવા એકલપેટા થવા શાથી ઈચ્છા થઈ? કે સાથે રહેતા તે દિધા આનંદ ન થાત? “એક કરતાં બે ભલા” એ સૂત્ર શું તમને યાદ ન આવ્યું? યાદ આવ્યું હોય તેયે તમે શાને સંભારીને વર્તે? હશે. વળી તમે ઉપદેશ આપી છે કે –
“ ઉરે છે લાગણું મહારે, * સુખી કરવાની લાલી ને; “છતાં એ મૂર માબાપે,
“ કીધે છે દૂર હા ! આપે. ” એટલે કર માતાપિતાને લીધે મહને આપે આમ અણધારી તરછોડી અને લાગણી છતાં દાદ ન દીધી ? હશે, ઈન્દ્ર, પ્રિય ઇન્દ્ર ! ઇશ ઇછા સમર્થ છે. આપ્યું એ ભોગવીશ. આપ્યું એ સહીશ. વિધિનું ધાર્યું થવા દઈશ. પણ વહાલા ઇન્દ્ર! દૂર છતાં સમીપજ છે. દૂર છતાં કોમળ જ છે; કારણ તમે અહીંથી દૂર વસે છે પરંતુ તમારી રમ્ય મૂર્તિ મહારા અંતરમાં નિરન્તર રમ્યાં કરે છે. વળી એકલી અકેલી મૂકી ચાલ્યા જઈ કુર થયા છતાં હું કેમલ ગણું છું, કારણ મહારામાં તેને લીધે નવીનજ ભાવના જાગૃત થઈ છે અને મહારા હૃદયને તમારા જેવું જ કોમળ કરી દીધું છે. બસ હવે હાલા ઈન્દ્ર ! –”
એકાંત વાક્ય અધુરૂં રહ્યું. માતાપિતાએ બૂમ પાડી. “કેમ તરૂ ! અત્યારે ઇન્દુભાઈને અમે તારી પાસે ખાસ મેકલ્યા હતા તે મળ્યા હતા કે નહિ? શું વાતચીત થઈ ?
તરૂલતા ચમક જાગૃત નાં નિદ્રાવસ્થ થયેલા જેવી ભાનવિનાની બાળા એકાએક જાગૃત અવસ્થામાં આવી. પિતાને માતાપિતાએ બેલાવી એમ જાણી મનમાં દુભાઈ પરંતુ જવાબ દીધે.
કેમ શું છે? હું એકલી પડી પડી મ્હારાં હાલાં પુષ્પ અને જળ સાથે ગેષ્ટિ. વિનોદ કરતી હતી તે તમને ન ગમ્યું કે વચ્ચે પડી મને બેલાવી ?”
તરૂણું કામ ન થઈ: વિચારમાળાના મણકા એકદમ ગણાયા અને અત્યાર સુધી જે પોતે એકાંતમાં બેલતી હતી તેનું ભાન આવ્યું અને લાગ્યું કે માતાપિતાએ સર્વ સામાન્ય હશે. પણ કાંઈ પણ વહેમ પડે છે એવું જણાવ્યા વિના આગળ ચલાવ્યું.
હા, તે તમારા મિસ્ટર ઇન્દુકાન્ત અહીં ડાહ્યા થઈને આવ્યા હતા ખરા પણ કહે તરછોડી કાઢયો છે અને હારી સમીપથી સદાને માટે અર્ધચન્દ્ર આપી દૂર કીધે છે. કેમ તેને અહીં મોક્લવાનું શું પ્રયોજન હતું વારૂ ?”