________________
૨૩૨
બુદ્ધિપ્રભા.
નથી. લડાઈ ચાલતી હતી ત્યારે અંગ્રેજ લોકો જોડે વેપાર કરવો નહીં, એ ય લોકોમાં ઠરાવ થયે; એવું થયા પછી અંગ્રેજી લેકેની તેણે પાસના મુલકમાં એક આડત હતી, ત્યારે બહાર ખબર ન પડતાં, ફકત અક્ષરની ઓળખ ઉપરથી વગર નામે તથા વગર સહીએ વહેવાર ચાલે, એ બંને તરફથી બંદોબસ્ત થયા ઉપરથી, અક્ષરની ઓળખ એજ કોઈ પ્રમાણ એમ માનીને બેધડક લાખ રૂપિઆને વહેવાર ચલાવવામાં આવ્યુંહવે તે માંથી જે કોઈ લેક અપ્રામાણિક થઈને ચાલેલા વહેવારને હરકત કરત અથવા તે ઉઘાડે પડતા તે મેટે અનર્થ થઈને ઘણા અવની હાનિ થાત.
ગોપાળ–વાર એનું નામ તે સાચવટ. શાહાણુપણું અને સાચવટ એઓને વહેવાર કેટલોક ઉપયોગી કહે ! એ બે ગુણ એ બે આખે છે, એ નઈ ને ફક્ત ઉથલપાથલ કરવાને જે સ્વભાવ તે આંધળા માણસના અંગ બળ જે જાણુ. હવે જે કહેવાનું રહ્યું તેને આવતી કાલે આરંભ કરવો.
तरुलता अथवा आदर्श स्नेह !
“અરેરે ! પ્રભુ ! હું મને આવી અભાગી શાને સરજાવી હરો?” તરૂલતાના અંતઃકરણને હૃદયભેદક ઉદ્ગારે એકાએક બહાર નીકળી પડયા.
તરૂલતા જ્યાં હતી તે એક અતિ રમણીય ઉદ્યાન હતું. સુગધિત પુષ્પપરાગની અતિ શીતલ પરિમળ સર્વત્ર હેકી રહી હતી. વનવાયુ અતિ મદ મદ વાતે હતે. અખિલ કુજધટામાં નાનાવિધ પક્ષીગણે પિતાના મધુર કઠમાંથી મૃદુગાનનું રસીયું ઝરણું સતત વહેવા દેતાં હતાં. મેમરી આદી થનગન નાચી રહ્યાં હતાં, અને મંજુ શબ્દથી સર્વત્ર માધુર્યનું સિંચન કરતાં હતાં. એકંદરે એ ઉદ્યાનમાં રમણીયતાને સ્થાયી વાસ હતું. વચ્ચે એક ન્હાને કુવારો હતા અને હેની આસપાસ ગોળાકારમાં તીવાળી જગ્યા હતી. ત્યાં ત્રણું બેસવાની બાંકે હતી અને હેમાંની એક ઉપર તરૂલતા ઉપરના ઉદ્ગારો કાઢતી સુતી હતી.
પિતાનું આલય એ ઉદ્યાનમાંજ હતું. પરંતુ માતપિતા અન્ય સ્થળે ગયાં હેવાથી અને ધમાં તરલતા સિવાય અન્ય ગૃહસ્થ મનુષ્ય નહીં હોવાથી માત્ર પ્રફુલ્લિત કરવાના ઈરાદાથી તરૂલતા આમ ન્હાર બાગમાં આવી હતી. એકાંત સર્વદા મનને ચગડોળે ચઢાવે છે એ શબ્દશઃ સત્ય છે અને તે જ પ્રમાણે તરૂલતાનું મન અત્યારે વિચારના વમળમાં ચગડળે ચહ્યું હતું.
તરૂલતા સૂતી હતી તે થોડીવારે બેઠી થઈ અને મન ગભરાયેલું હોય તેમ આસપાસ બહાવરી બનીને નજર કરવા લાગી. છાતી ધબકવા લાગી અને ઉંચી નીચી થવા લાગી. એકાએક ઉઠી અને ગાંડા પ્રમાણે દેડી કુવારામાંથી નીકળતા પાને બાઝવા ગઈ. બાઝતાં બાઝતાં બોલી “કણ તું જ કે? મહને આમ સમક્ષ સતાવનાર તુજ માતા કે? ના, તું નહીં; તું માતા નહીં. ત્યારે તું કોણ? મહારો કૃતળી પિતા? હા, બસ; એ. ધાતકી મૂર પિતા ! હું શું ધાર્યું છે? ઓહ ! હે ! પણ આ તો પાણું છે પિતા નથી ! ત્યારે શું પાણીની ઉપગિતા તેટલી જ પિતાની ખરી ? ના, નહીં જ! હે! ત્યારે મહે શાથી આ