SearchBrowseAboutContactDonate
Page Preview
Page 6
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. સુખને અનુભવ થાય છે. આત્મિક અનંત સુખનો અનુભવ થયા પછી તેને તેના કરતાં વિશે સુખ ભોગવવાની ઈચ્છા ઉભવતિ નથી. કારણ કે કિ સુખ એ આત્યંતિક સુખ છે એટલે તેના કરતાં બીજું કોઈ પણ સુખ ચડીઆનું નથી. આત્મામાં અવ્યાબાધ એકાંત સુખ છે. આમિક સુખને કઈ પણ ઈતર દ્રવ્ય બાધા કરી શકતું નથી તેમજ તે દુઃખમિશ્રિત નથી. કોઈ પણ વસ્તુ તે સુખમાં ખારાશ મેળવી શકતી નથી તેમજ તે સુખ મોળું કે ફીકું પડતું નથી. પલિક વસ્તુમાંથી ઉત્પન્ન થતા સુખને આધાર અનેક નિમિત્તાને લઇને છે. આત્મિક સુખને આધાર કોઈ પણ બાહ્ય નિમિત્ત ઉપર નથી. નિમિત્તાના ફેરફારને લીધે પલિક વસ્તુમાંનું સુખ, ખારું, કીકુ કે કવું થઈ જાય છે. પરંતુ આત્મિક સુખના સંબંધમાં તેમ બનતું નથી તેનું કારણ તે સુખ નિમિત આશય નથી; પણ સ્વભાવસિદ્ધ છે. जापाननी आश्चर्यकारक उन्नति. (ગતાંક પાને ૩૩૮ થી ચાલુ. ) વન વિજ્ઞાન. Science of Forestry. જાપાન દેશમાં સેંકો સત્તર ટક જમીન વાવેતર કર્યા વિનાની પડતર રાખવામાં આવે છે. અને આમ જંગલને માટે તેને ઉપયોગ કરવામાં આવે છે, જાપાની લેકને જંગલ સુરક્ષિત રાખવાને બહુ શોખ હોય છે. થોડા વખતપર એ નિશ્ચય કરવામાં આવ્યો કે જાતિય સંપત્તિની વૃદ્ધિ માટે વન વિજ્ઞાન ( science of forestry) ના સિદ્ધાંતાનુસાર જંગલેને પબંધ કર જોઈએ. સન ૧૯૧૦નાં જાપાનમાં ૨૮૬૮૦ એકર રાવ્યનું જંગલ હતું. પર૧૪૬૫ એકર રાજાનું પિતાનું ગલ હતું અને ર૦ર૮૩૩૧ એકર વિશેષ વ્યક્તિ મ્યુનીસીપાલીટીઓ અને ધર્માદા સંસ્થાઓનું જંગલ હતું. આમ રાજ્યના જંગલમાંથી ૧૭૫૦૦૦૦ પાને ફાયદો થાય છે. રાજાને પોતાને પિતાના જંગલેને ૬૫૦૦૦૦૦ પાંડને ફાય થાય છે. અને ત્રીજા પ્રકારના જંગલેથી પાંચ વર્સમાં સેકડે ૬૦ ટકા ફાયદો થાય છે. જાપાને પિતાની પ્રાચીન કારીગીરીની રક્ષા તથા ઉમરની ઉન્નતિ માટે ઘણું કર્યું છે. નવી નવી કારીગીરીઓને ફેલાવો કરવામાં કચાશ રાખવામાં આવી નથી. રેશમના કીડા ઉછેરવાનું કામ કે જેમાં લગભગ ૨૦૦૦૦૦૦ કુટુંબ રેકાયાં છે તે ઘણું મોટા પાયા પર ચાલે છે. તેમાંથી ઉત્પન્ન થતું રેશમ વણવા માટે જાપાનમાં પાંચ છ લાખ ઘરમાં આઠદસ લાખ આદમીઓ કામે લાગે છે. આ વણાટને માટે ઓછામાં ઓછી દલાબ સાળો ચાલે છે. કામ બનાવવા માટે સડહજાર કારખાનાં અને ઘરમાં લગભગ એકલાખ એંશી હજાર માણુ કામ કરી રહ્યાં છે. બ્રશ-ચટા અને ટોપલી બનાવવાનું કામ વિશેષ કરીને જાપાની લેક ઘરમાં જ કરે છે. જે કારખાનાં ચાલે છે તે બધાં ઘરમાં કામ કરનારાઓને સહાય કરવા માટે છે. આને માટે આશરે ત્રણ લાખ માણુ કામ કરી રહ્યાં છે અને કઈ નહિ તે લગભગ પાંચ લાખ પડ પ્રતિવર્ષ કમાઈ શકે છે. આવા ઘરગથુ ઉદ્યોગ ઘણેખરે ભાગે ઘરકામથી પર વારી નવરી પડેલી સ્ત્રીઓજ કરે છે. જાપાની બાળકો પણ આમાં મદદ કરે છે. આ હિસાબે
SR No.522083
Book TitleBuddhiprabha 1916 03 SrNo 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages36
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1022 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy