________________
૩૪૪
બુદ્ધિપ્રભા. जैनोनी जाणीती जातिओ अने तेनी उत्पत्ति.
ગૃહ ! આજે જે લેખને આપના સન્મુખ રજુ કરવામાં આવે છે તે લેખને સાંગાપાંગ રજુ કરવા જેવું સાહિત્ય હજુ પ્રકાશમાં આવ્યું નથી, અને તેને લીધે જ આજે આ બેખને છિન્નભિન્ન અને અપૂર્ણ સ્થિતિમાં રજુ કરવો પડે છે. પૂર્વકાળના ઈતિહાસિક શંખના અભાવે જાતે સંબંધીની ખરી હકીકત મળી શકતી નથી. છુટાછવાયાં જે જીવન ચરિત્ર પ્રકાશમાં આવ્યાં છે, તેમાંથી પણું ન્યાત સંબંધી જોઇતી હકીકત મળી શકતી નથી. એક વખત એ હતી કે જે વખતે હિંદની સમગ્ર જાતે જૈનધર્મને માનતી હતી, અને તે માટેના સંખ્યાબંધ પૂરાવાએ જૈન પ્રતિમાઓ ઉપરના શીલાલેખે અને જૈન મંદિરોના શીલાલેખે ઉપરથી મળી શકે છે. પૂર્વકાળે જનધર્મને માનનારી કેટલીએક જ્ઞાતિઓનું તે અત્યારે અસ્તિત્વ પણ નથી, અને કેટલીએક જ્ઞાતિઓએ તે સદંતર રીતે અન્ય ધર્મને સ્વીકારેલે જણાય છે. તે જ્ઞાતિની ઉત્પત્તિ કયારે થઈ, કયારે જનધર્મને અંગીકાર કર્યો અને કયા કારણોથી તે ધર્મને તે જ્ઞાતિઓએ ત્યાગ કર્યો તે સંબંધીની કાંઈ હકીક્ત આ લધુ લેખમાં જોતા સાધનના અભાવે રજુ કરી શકાતી નથી. આ લેખમાં તે ફક્ત હાલમાં જનની જાણીતી જાતિઓ, એસવાળ, શ્રીમાળી અને પરવાડ સંબંધી મળી શકે એવી માહિતીને રજુ કરી છે.
શ્રીમાલ ઉત્પત્તિ, આ ભરતખંડની બહાર સુવર્ણમય હેમવંત નામને પર્વત છે તે એક હજાર બાવન જન લાંબે, સે જન ઉંચે અને બારકલા પ્રમાણ પહેળે છે. જેના ઉપર પદમસરોવર નામનું એક સુંદર તળાવ છે. જેમાંનું પાણુ ક્ષીર (દુધ) જેવું સફેદ અને નિર્મળ છે. તેની ઉંડાઈ દશ એજન, પહોળાઈ પાંચસે લેજન, લંબાઈ લગભગ હજાર જનના પ્રમાણમાં છે. જેનું પાણી કદી સુકાતું નથી. તે સરોવરમાં એક યોજન પ્રમાણુ લાંબુ પહોળું એક કમળ છે. જેની ઉપર મણિમય રત્નથી જડીત, અર્ધા ગાઉની લંબાઈ, પહેબાઈ અને ઉચાઈવાળું એક મંદીર છે. જે માટે લક્ષ્મીદેવી વસે છે. તે સિવાય તે સરે વરમાં નાના મોટા એક કરોડ વીસ લાખ પચાસ હજાર એકસો વીસ કમળે છે. જેમાં બીજા કેટલાક દેવતાઓ ને દેવીઓ વસે છે. જેને વિસ્તાર ઉગી નહિ હોવાર્થ અમે જ નથી.
એક સમયે લક્ષ્મીદેવી દેવલોકમાં પધાર્યા તે વખતે છે તેને પિતાના અર્ધ ઇંદ્રાસન પર બેસાડી ઘણું સ્વાગત કરી એક કલ્પવૃક્ષના પુષ્પોની માળા પહેરાવી. ત્યારબાદ લક્ષ્મી દેવી દેવામાંથી હેમવત પર્વત ઉપર પોતાના સ્થાનકે જવા નીકળ્યાં. રસ્તામાં એક જગ્યાએ કલ્પવૃક્ષના પુષ્પોની માળા તુટી ગષ્ટ. જેનાં પુષ્પો જમીન ઉપર વેરાઈ પડયાં, અને ભમ રાએ ત્યાં ગુંજારવ કરવા લાગ્યા. લક્ષ્મીદેવીએ ધાર્યું કે મારી માળા કદી તુટે નહિ ને તુટી તેના પુષ્પ આ જમીન ઉપર પડયાં તે જરૂર આ ભૂમી કાંઈક મહીમાવંત હોવી જોઈએ. એમ ધારી પિતાના પરિવાર સાથે ત્યાં નિવાસ કર્યો. દૈવિક માયાથી થોડા સમયમાં એ સુદીર બાગબગીચાઓ અને ભવ્ય મકાને સાથેનું એક રમણીક નગર વસાવ્યું. આજુબાજુથી ત્યાં સંખ્યાબંધ મનુષ્ય વસવા આવ્યાં. આ ભૂમી ઉપર લક્ષ્મીદેવીની માળાના પુષ્પો વેરા