________________
૩૪૨
બુદ્ધિપ્રભા.
તેવી ને તેવી જ સજીવ છે. એને જ્યારે ચાહવા માંડી ત્યારથી તેણે ઋારામાં નવું જીવન રેડયું છે, ને અત્યારે તે તેણે મને જીવનમય કરી મૂક્યો છે. સાંઇ મહારાજ, એ મુજ જીવનને ચાહવું એને શું પાપ કહેશે?”
હારા તરફ એ નાઝનીનને કેવો ભાવ હતે?”
પ્રભુ! બચપણથી જ એ મહને ચાહતી. અમે હતાં એક રેપનાં બે પુષ્પ! જેવાં. પણ એની સાથે મહારા નેકો ન થયા. ઓહો ! તે દિવસે ! તે રાત્રીઓ ! તે સંધ્યાએ ! તે હવાર ! ગયા ! તે ગયાજ ! એ જીવન તે ગયુંજ ! એ બીજે ઘેર ગઈ. પણ હું એને વિસરી ન શકે! એના મહાનું લાવણ્ય મહારાથી ન ભૂલાયું. એના નેત્રની સ્ના ! વચન પુષ્પના પમરાટ, હૃદયના કલરવ, પ્રેમના પરિમળ, આ હૃદય ચીરીને જુવે, એ સાંઈ મહારાજ, કેવા હજીએ મધમધી રહ્યા છે તે? હજી પણ હૃદય એની આશા મુકી શકતું નથી. સાંઈ સાહેબ, હૈયું કમજોર કહે, આશા ન મુકી શકાઈ તે જ્યાં ગઈ હતી, ત્યાં મહારે જવું બની શકે તેવું નહતું, પણ એક યુક્તિથી, છુપે વેશે હું તેની પાસે જઈ પહોંચ્યા. પણ મહારા ગુપ્ત વેશને, એ બીચારી ભોળી બાળા ઓળખી ન શકી. હું તેનું મન આરપાર જોઈ શકતે. એના મનમાં મહારા માટે, કેવળ સુક્ષ્મ, વિશુદ્ધ, દિવ્ય સ્વર્ગીય પ્રેમ હતો; સિવાય સાંઈ, કંઈજ નહિ. હું ઝંખવાણે ફકીર સાહેબ ! મહારા એ જીવનને યૂલને સ્પર્શ નથી હ! ગરીબ બિચારી ! ખૂદા એનું ભલું કરે !
વાર ! પણ કહે, કદી મલીનભાવથી હેના કોઈ અંગને સ્પર્ષ કર્યો છે?
ઓહ! ફકીર સાહેબ, આપ બધું જાણતા લાગે છે ! શું અંતર્યામી છે? જી હા. સ્પર્શ કીધે છે! પરંતુ તે સારા ભાવથી કે મલિનભાવથી, તે હું પોતે પણ ચોક્કસ રીતે નથી હમજી શકતે. આપની આગળ શા માટે છૂપાવું ? ચેખી દિલની વાત પરથી આપ પોતેજ કયાસ કરી જી. એ ચાંદરણું, ધવલરાત્રિએ એનું ખુબસુરત માં જોતાં, વાસનાનું જોર ઝાલ્યું રહ્યું નહિ. તેથી એક વખત મેહને વશ થઈ એક ચુંબન કીધું હતું.
માહરૂણના પાકદિલ માટે ફકીરને હવે ખાતરી થઈ. એકદમ તે અજાણ્યા મહાપુરૂષે માહરણને હાથ પોતાના હાથમાં લઈ લીધા, અને કહ્યું –બચ્ચા ! કાંઈ ફીકર નહિ. ગભરાઈશ મા. બાદશાહની સજાવી મેત ખમવું પડશે તે હારી ગતી માટે તજવીજમાં રહીશ, પણ તે પહેલાં તને એક વાર છોડી દેવાની કોશિષ કરી છે. પ્રભુ હારૂ કલ્યાણ કરે.
એમ કહી વેશ ધારી ફકીરે બન્દિખાનના લોહદાર તરફ વળવા માંડ્યું; અને ત્યાં જઈ શબંધ તે બારણાને ખેંચ્યું. ફટાક દઇને તે ઉઘડી ગયું. કેમકે સાંઇ સાહેબ પધાયો તે વખતનું તે બહારથી ઉઘાડું જ હતું.
બહાર નીકળી પાછી તે દરવાજા ફકીરે બંધ કરી દીધા, અને ત્યાં આગળ ઉભા રહી થોડી વાર સુધી કાંઈ વિચાર કર્યો.
મનમાં ને મનમાંજ ફકીરે નિશ્ચય કરી લીધું કે “ત્યારે હવે આને જાનથી તે મારો નહિ જ. એને ગુનેહગાર લેખીયે તેમ તે ધણુ વખત , અને હવે પશ્ચાતાપથી બળતે રહે છે, અને બિચારી સેલિમા તો નિષ્કલંકજ છે.” ફકીરનાં પગલાં પછી બાદશાહના મહેલ તરફ વધવા માંડ્યાં.
ચતુર વાંચકે હમજી શક્યા હશે કે, આ ગુપ્ત વેશી પુરા તે ખૂદ બાદશાહ શાહજ