SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ બુદ્ધિપ્રભા. કાર્યને મૂળ હેતુ ગમે તે હોય પરંતુ કાય કરવાનો મહાવરો ઇચ્છા સક્તિને પ્રબળ કરે છે. કહેવત છે કે“Life is a bundle of habits” જીવન એ અમુક લક્ષણેટેવને સમુદાય છે. અમુક ક્રિયા દીર્ધકાળ સુધી કરતાં તે સ્વાભાવિક અને સ્વયં ક્રિયા થઈ જાય છે, અને ઇરછાની પ્રેરણ વિના અભ્યાસને લીધે તે ક્રિયા આપોઆપ બને જાય છે. મહાવરા-ટેવ વડે મનુષ્યમાં સ્થિરતાને ગુણ આવે છે. પરતુત સ્થિતિસ્થાપકતાના ગુણમાં સંગે અને પરિસ્થિતિને ફેરફાર વિચિત્રતા ઉપજ કરે છે. સયાગાના ફેરફારથી લાગણી ઉત્પન્ન થાય છે. લાગણ પરિસ્થિતિના ફેર- ઈચ્છાને પ્રેરે છે. લાગણીની શક્તિનો વિકાસ થતાં મનુષ્યની છાનું ફારથી વિચિત્રતા ક્ષેત્ર પણ ઉચ અને વિસ્તૃત થાય છે. લાગણીથી પ્રેરાતાં સતત વન અને વૈર્ય વડે મુશ્કેલ કાર્ય કરવાનું પણ મનુષ્ય પ્રેરાય છે. લાગણીથી પ્રેરાયેલી ઉત્કટ ઇછા મુશ્કેલ કાર્યને પણ સરળ કરે છે, અનેક સંકટ સહન કરીને ઉગ પરાયણ રહેવા માટે મનુષ્યને પ્રેરનાર ઉત્કટ પૃછા જ છે. પ્રસ્તુત ઉત્કટ ઈછી લાગણી જન્ય છે અને પ્રબળ લાગણીને આધાર પરિસ્થિતિને અવલંબે છે. સતત અને દઢ મહાવરા વડે મનુષ્યનું વલણ અમુક ક્રિયામાં દઢ આસકિતવાળું બને છે. આ એક પ્રકારની સ્થિર અને દઢ થયેલી ટેમાં વિચિત્રતા આણનાર પરિસ્થિતિ વા સંગેને જ તફાવત છે. મનુષ્ય અનેક આકર્ષક પદાથે જોઈ તેમાંથી ઉત્પન્ન થનાર હ-શેક, સુખ-દુઃખ, યશ-અપયશ આદિનું જ્ઞાન મેળવે છે, અને લાગણીથી પ્રેરાય છે. તે તે પદાર્થમાં તેને વાંછા ઉત્પન્ન થાય છે. ઈસતા મનુષ્યની ઈચ્છાને આ કે તે રસ્તે બુદ્ધિ અને લાગણીની પ્રેરણા પ્રમાણે દર છે. મનુષ્યનું મન સ્વભાવે બહુ ચંચળ છે. આ ચંચળતા સંયોગ વી પરિસ્થિતિથી ઉત્પન્ન થતા વિચારે વડે ઉત્પન્ન થાય છે. આથી તે અમુક સમયે અમુક વસ્તુમાં અને અન્ય સમયે અન્ય વસ્તુમાં આનંદ માને છે. તેને આનંદ આ પ્રમાણે પરિસ્થિતિ અને યોગની અસરના પ્રમાણમાં બદલાય છે. કાઉપર નામને કવિ કહે છે કે The change both my heart and fancy employs, I reflect on the frailty of men and his joys, Short lived as we are yet our pleasures we see, Have a still shorter date and die earlier than we. COWFER. અર્થાત સ ને ફેરફાર મારા હૃદયને અને કલ્પનાને રોકે છે એવું હું મનુષ્યની અને તેના આનંદની નિબળતા (અસારતા ) તે વિચાર કરું છું ત્યારે મને ભાસે છે કે જે કે આપણે અલ્પાયુષી મનુષ્યો છીએ તે પણ આપણું આનંદનું આયુષ્ય તેથી પણ વિશેષ અલ્પ હોય છે અને તેને અંત જલદી આવે છે.” મનુષ્ય અમુક સમયે અમુક ઈપ્સિતાર્થની સ્પૃહા કરે છે અને તે પ્રાપ્ત થતાં તે તેને નિરસ લાગે છે. આ દર્યાનમાં અન્ય વસ્તુ તેને આનંદને વિષય બને છે, તેની સ્મૃડામાં તે આસક્ત બની રહે છે અને તેમજ પિતાનું સર્વસ્વ માને છે અને જ્યારે તે ઇપલબ્ધ થાય છે ત્યારે તે તેને અરસિક લાગે છે. ઉદાહરણ તરીકે અમુક સમયે મનુ અમુક સત્તા, પદવી, કે અમુક પ્રકારના દ્રવ્ય લાભની કે અર્થે સિદ્ધિની વાંછા કરે છે અને તે સિદ્ધ થતાં તેને નિરસ લાગે છે. આ ઇર્ષાનમાં તેને અન્ય વસ્તુની આવશ્યક્તા ભાસે છે અને તે તેની સ્પૃહા કરે છે. આ સિદ્ધ
SR No.522082
Book TitleBuddhiprabha 1916 02 SrNo 11
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1916
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy