________________
૨૩૮
બુદ્ધિ
થાય ? રિવાજના જોરથી તે બિચારાં વગર બેલે બેથી રહે છે. છૂટાછેડાની છૂટ એક વખત આપી જુઓ અને પછી તમને જણાશે કે જેટલાં કુટુંબ અમેરિકામાં સુખથી રહે છે, તેટલાં પણ આપણા દેશમાં રહેશે નહિ. જેમ જેમ કેળવણું વધતી જાય છે તેમ તેમ બાળકે. સમજતા થતાં જાય છે અને માબાપ તેમને અભિપ્રાય પૂછશે નહિ તે આખરે બાળકોનું બંડ થશે–બાળકે બળ પણ કરશે.
કુદરત તરફ આપણે નજર કરીશું તે જશે કે માછલાં, દેડકાં અને એવાં પ્રાણીએને જમ્યા પછી માબાપની મદદની બીલકુલ જરૂર પડતી નથી. પક્ષી તરફ જોઈએ તે છે વખત નાનાં બાળકને માબાપ માળામાં રાખે છે, ખવરાવે છે અને પછી તે છૂટાં થઈ જાય છે. પશુઓમાં બચપણું એથી પણ વધારે ઉમર સુધી ચાલે છે. ગાય, ભેંસ વગેરેને કેટલાક વખત સુધી માનું દૂધ આપવું પડે છે, પછીથી તેઓ ખાતાં શીખે છે. અને અમુક વખત થયે મા પાસે તે રહેતું નથી અને બીજા કેરને ઘેર ચાલ્યું જાય છે. જંગલ માણમાં જોઈએ તે બાળક દસેક વર્ષનું થયું કે મોટા માફક કામ કરવા જાય છે અને બેસી રહેતું નથી. આપણાં ગામડાંઓમાં અને હલકી વર્ગોમાં બાળક નાનપણથી માબાપને તેમના ધંધામાં મદદ કરવા લાગી જાય છે, પણ સુધરેલાં ઉંચ કેમના લેકેમાં તેમ નથી. હાલ જેશા તે બાળકને આપણે ૨૦-૨૫ વર્ષનું થતાં સુધી ભણાવીએ છીએ, ને ત્યાર બાદ તે કમાવા તૈયાર થાય છે, એટલે કે બાળ પણ ૨૫ વર્ષ સુધીનું લગભગ ગણી શકાય. અને ત્યાં સુધી બાળકોને પરણાવવાં નહિ જોઈએ. આપણું શાસ્ત્રમાં. પણ છેકરાને ૨૫ વર્ષની ઉમર પછી અને છોકરીને ૧૬ વર્ષની ઉમર પછી પરણાવાનું લખ્યું છે. વળી આપણાં ગીત (લગ્ન વખતનાં) જોઈએ તે જણાશે કે “એ વર ભણતે દિઠ, પાટીએ મારા મન વસ્યા–દાદાજી એ વર પરણ. વગેરે વગેરે "બ્લગ્ન પુખ ઉમરેજ
થવાં જોઈએ. યુરોપમાં પણ ૨૦૦-૩૦૦ વર્ષ પહેલાં બાળકોનાં લગ્ન નાની ઉમરે થતાં પણ કેળવણીને પ્રચાર થવાથી, તેમાં ઘણે ફેરફાર થઈ ગયો છે અને આજની એ દેશોની ઉચ્ચ સ્થિતિ બાળલગ્ન બંધ થવાને જ આભારી છે, એમ ગણીશું તે ચાલશે. લગ્ન મોટી વયે થતાં જ કુદરતી રીતે કુટુંબ તકરારને અંત આવે છે. કારણ પરણ્યા પછી પોતાનું ભરણપોષણ અને કામકાજ કરવા શકિતમાન હોવાથી તેઓ જુદાં રહે છે. વળી અંગ્રેજીમાં કહેવત છે કે “ Too much familiarity breeds contemp.” ઘણું સંબંધમાંથી ધિક્કારની લાગણી પેદા થાય છે. તેમજ એકજ ઘરમાં અનેક જણ અતિશય રહેવાથી એ ધિક્કારની લાગણીઓ ઉપન્ન થાય છે. પરંતુ મોટી ઉમરે પરણી જુદાં રહેવાથી તેવી લાગણુઓ સ્ત્રીઓમાં ઉત્પન્ન થવાનો સંભવ રહેતો નથી. અને માબાપ તરફ પણ બન્ને સ્ત્રી પુરૂષની પ્રીતિ ચાલુ રહે છે. વળી મેગા કુટુંબમાં એકાદ ભાઈ સારું કમા હેય, બીજા એક બે આળસુ હોય તે ઘણી ખટપટ જાગવાને સંભવ હોય છે. તે બંધ થઈ જેવી તેની શક્તિ અને મહેનતને પોગ્ય જીદગી ભોગવવાનું મળી શકે છે, તે ઉપરાંત આપણું બાળક પછીથી ઘણી વખત માબાપને દોષ આપે છે, તેવું ત્યાં બનવા પામતું નથી. ભૂલ થઈ હોય તે તે પિતાની ભૂલ હેવાથી બીજાને દેવ દેવાનું રહેતું નથી.
સ્ત્રીઓનું સામાજિક બીજું કામ ઘણીખરી સ્ત્રીઓ પિતાનું રણપોષણ કરવાની શક્તિ ધરાવે છે અને તેઓ કોઈ