SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા. ૧૫ સામાન્ય વાંચન-વાચનનો ચાળ્યાસ વધારવા, તેમજ ઉંચા પ્રકારનું સા. હિય સમજવાને, તથા સારા બેટા સાહિત્યને ભેદ પારખવાને તેમજ ખાસ કરીને જે સ્ત્રી ઉપયોગી સાહિત્ય છે તે જાણવાને માટે સાહિત્યનું (ઈગ્રેજી અને ગુજરાતી) પુષ્કળ વાંચન આવશ્યક છે, ન્યૂસપેપર એપાનીઓ વિગેરેના વાંચનની પણ તેટલી જ અગત્યનું છે. શહેરી તરીકેની ફરજ બજાવવા માટે રાજ્યતંત્ર, મ્યુનિસિપેલીટી, લોકલ કાઉન્સીલે વગેરેના બંધારણની પૂર્ણ માહિતીની જરૂર છે. સ્ત્રીઓ કુટુંબની એક ગુલામ કે નોકરડી થઈને રહે તે ઈચ્છે છે? કે ગૃહની વ્યવસ્થાપક, નિયામક, પુરૂષની સહચરી અને મિત્ર થઈને રહે તે ઈષ્ટ છે? સંસ્કૃત બુદ્ધિ, જીવનને ઉચ્ચ આદર્શ, સારાસાર વિવેકશક્તિ સ્ત્રીઓ પ્રાપ્ત કરે, અને તેથી પોતાના કુટુંબને તેમજ પિતાના જનસમાજને વધારે ઉપયોગી થાય એજ સ્ત્રીશિક્ષને ગૃહણી શિક્ષણનો ઉદ્દેશ છે. રો, શારદા अवलोकन. વકીલ દલસુખભાઈ પ્રેમચંદના સીઝાતા ફંડ સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદના સઝાતા ફંડની હકીકતને સને ૧૪૧૪ ની સાલને રીપે અમોને મળે છે. તેના ટ્રસ્ટી શેઠ અંબાલાલ સારાભાઇ, વકીલ છોટાલાલ કાળીદાસ, જી. સોમાભાઈ બહેચરદાસ તથા શા. મેતીલાલ ઉમાભાઈ છે. આ ફડને ઉદેશ અમદાવાદના દશાશ્રીમાળી મૂર્તિ પૂજક જૈનેમાંના અા ગરીબ તથા સીઝાતાને રાણી પિવાકીમાં મદદ કરવાનું છે. કંડ રૂ. ૫૦૦૦)નું છે. આ રકમનું ટ્રસ્ટ કરેલું છે તે ટ્રસ્ટના નિયમે વિગેરે અન્ય ફંડાના રેસ્ટ કરનારને બહુ ઉપયોગી નિવડે તેમ છે માટે કઈડનું રટ કરનારને અમે તે વાંચવા ભલામણ કરીએ છીએ. આવી રીતે કંડોની વ્યવસ્થા કરવાથી તે કંડેની મુબારકબાદી માટે ભવિષ્યમાં વિજયવંત નિવડે છે. તેના સેક્રેટરી તરીકે રે. . વકીલ છોટાલાલ કાળીદાસ કામ કરે છે. સને ૧૮૧૪ ની સાલમાં વ્યાજમાંથી રૂ. ૧૦૧) ખરચાયા છે. આવા ફંડના વ્યાજની રકમ જેમ બને તેમ પુરી ખચાય તેના માટે તેના સ્ટીઓને અમે ભલામણ કરીએ છીએ. મદદ લેનારનું નામ પ્રગટ નહિ કરવાની નેમ જે સ્ત્રીઓએ રાખેલી છે તે સ્તુતિપાત્ર છે. બાઈ શીવકોર સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદનાં પત્નીએ ફંડની શરૂઆત કરવામાં સીઝાતાને મદદમાંથી ઘટાડે પડે નહિ તેના માટે જાહેર ખબર વિગેરે છપાવવા માટે રૂ. ૧૦૧) આપ્યા છે તે તેમની જ્ઞાતિ પર લાગણી બતાવી આપે છે. આપણી આર્ય અબળાઓમાં આવી રીતની લાગણી પ્રેરાય તે ઈરછવા જોગ છે. દરેક કોમના નેતાઓ તેમજ અગ્રગને આવી રીતે પિતાની કોમના અશકત ગરીબને સહાય માટે દંડ ખેલવા અને વિજ્ઞપ્તિ કરીએ છીએ. સદ્ગત વકીલ દલસુખભાઈ પ્રેમચંદે પિતાની કેમની જે આવી રીતે સેવા બજાવી છે તે ઘણું પ્રશંસાને પાત્ર છે અને ધડ લેવા લાયક છે. શ્રી જૈન શ્વેતાંબર કોન્ફરન્સ હેરલ્ડન-૫૪૮ પૃષ્ટો દલદાર સચિવ ખાસ ઇતિહાસ-સાહિત્યને એક અમેને મળ્યા છે.
SR No.522078
Book TitleBuddhiprabha 1915 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy