SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ બુદ્ધિપ્રભા - જીનપૂજા થી કેવળી ભગવંતે આગમમાં ભાખેલી છે એમ શ્રી આનંદઘનજી મહારાજ જેવા સમર્થ યોગી અને અધ્યાત્મિક જણાવે છે, એ ઉપરથી જીનપૂજા એ વાત છે એમાં શંકા લેવા જેવું કંઈ નથી. જે સાત વાત છે તે વાતને હિમચંદજીએ પિતાના વ્યાખ્યાનમાં કોઈ વખત જાવેલી નહિ, તેથી તેમની રુદ્ધ શ્રદ્ધા સંબંધી શેઠજી જેવા શાસ્ત્ર વિષયના અભ્યાસીને શંકા થાય એમાં નવાઈ જેવું નથી. તેથી તેમણે ગુરૂ તરીકે તેમની પસંદગી નહિ કરવામાં કેટલું બધું ડહાપણ વાપરેલું છે એ આપણને જણાઈ આવે છે. શ્રી ઉત્તમવિજયજીનું એક માસું ચાંપાનેરમાં થએલું છે. એ ચાંપાનેર પાવાગઢની તળેટીએ આવેલું હોવું જોઈએ. આ પાવાગઢને ડુંગર ગુજરાતમાં પંચમહાલ તાલુકામાં આવેલ છે. પ્રાચીન કાળમાં ચાંપાનેરની જાહેરજલાલી ઘણી હતી. ત્યાં પ્રથમ જનતાંબરોની વસ્તી હતી અને દહેરાસર પણ હતાં. જે વખતમાં ન્યાસજી માસું કરવા પધાર્યા તે વખતે ત્યાં જેની વસ્તી હતી. હાલ ત્યાં એક પણ ઘર જૈન શ્વેતાંબરનું નથી. એક દહેરાસર ત્યાં હતું. પણ શ્રાવકોની વસ્તી ઘટી અને દહેરાસરની સાર સંભાળ લેનાર કોઈ નહિ રહેવાથી મુળ નાયક શ્રી ભીડભંજન પાશ્વનાથની અલોકિક પ્રતિમા તથા પરિવાર વડોદરાને સંધ વડેદરે લાવીને નરસિંહજીની પોળમાં શ્રી દાદા પાર્શ્વનાથજીનું ભવ્ય દહેરાસર છે ત્યાં પધરાવેલ છે. ઢસો વર્ષમાં જ્યાં જેની વસ્તી હતી ત્યાં આજે એક પણ ઘર નથી. કાળની ગતી વિચિત્ર છે, દગંબર બંધુઓ પાવાગઢને એક તીર્થ તરીકે માને છે એટલું જ નહિ પણ તેને સિદ્ધક્ષેત્ર તરીકે માનતા જણાય છે. તે શા આધારે તે સમજાતું નથી. આ ચરિત્રના દરમ્યાન સુરતના સંઘવી રોડ કચરા કીકાનું ચરિત્ર ગર્ભિત રીતે આવી જાય છે. તેઓ મૂળ પાટણના વતની હતા. વેપાર ધંધાને અંગે પાટણમાં દેવું ઘણું થઈ ગયું, તે આપવા જેટલી તાકાદ રહી નહિ તેથી તેઓ વેપારાર્થે સુરત આવ્યા. ત્યાં તેમને ઉદય થયે. પંડિત શ્રી દેવચંદજી જયારે સુરત પધાર્યા, તે વખતમાં તેમને શ્રી શિખરજીની યાત્રા કરવાને ભાવ થયો. પણ સાથે કોઈ જાણુ પુરૂષ હેય તે ઘણું સારું એવા સદ્દભાવથી તેવા લાયકની મદદ આપવા તેમણે શ્રી દેવચંદજી મહારાજ પાસે માગ કરી. તેઓશ્રીએ આપણા પુંજાલાલને બતાવ્યા. અને પુંજાલાલ તેમની સાથે શ્રી શિખરજીની યાત્રાએ ગયા. યાત્રાએથી પાછી વળતાં કચાશેઠ પિતાના મૂળ વતન પાટણ આવ્યા, અને પોતાના દેવાદારોનું દેવું ચુકવી આપી ઋણ મુક્ત થયા. તે પછી તેઓએ સુરત આવીને ફરી આબુકને સંધ પણ કા હતા. શ્રી ઉત્તમવિજયજી ભાવનગર હતા તે અરસામાં તેઓશ્રી સિદ્ધાચલજીને સંધ લઇને પણ ગયા હતા એમ સમજાય છે. દેવું થઈ ગએલ માણસ પરદેશમાં વેપારાર્થે જઈ ત્યાં વસાવટ કરે, અને ત્યાં આર્થિક સ્થિતિ સુધરે તે વખતે પિતાના દેશમાં જઈને દેવાદારોનું દેવું ચુકવી આપવું એ ખરેખર ધાર્મિક પુરૂષનું લક્ષણ છે. એવા ભાગ્યવંત મહાપુરૂષથી જ શ્રાવક વર્ગની કીર્તિ છે. વર્તમાન જમાનાના વેપારીઓએ આ દાખલ મનન કરવા જેવો છે. દેવાદારોનું દેવું શક્તિ છતાં નહિં આપે અથવા સ્થિતિ સુધર્યા પછી મુદત ગએલી છે, વિગેરે બીના બતાવી દેવું ન આપે, તે પછી ધાર્ષિકમાં ખપવા પ્રયત્ન કરે એવા પુરૂ જૈન ધર્મના ભુષણું રૂપ નથી. એ નીતિ જન શાસ્ત્રકારોને સંમત નથી. જેને પ્રજાને ધારેલું નાણું થતી સગવડે આવ્યા વગર રહેનાર નથી અથવા જ્યારે સ્થિતિ સુધરશે તે વખતે મુદત વિગેરેને આક્ષેપ નહિ લેતાં દેશુદાર પહેલી તકે પિતાનું દેવું ચુકવી આવ્યા સિવાય રહેનાર નથી. એવી શાખ કાયમ
SR No.522078
Book TitleBuddhiprabha 1915 10 SrNo 07
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy