________________
શ્રેયકર મંડળ તરફથી શાળાપયોગી શિક્ષણની થએલી વ્યવસ્થા અને તત્સંબંધે સુધારી. ૧૦૮
રણની વ્યવસ્થા કરવાની જરૂર છે. ધાર્મિક ધોરણના ક્રમવાર બાળકો અને કન્યાઓને શિક્ષણ ક્રમનાં પુસ્તકેની નિયતિ થવી જોઈએ, અને સર્વત્ર તવર્ગ ધોરણુનુસારે પરીક્ષા લેવી જોઇએ.
૨. ગામેગામની જૈન શાળાઓમાં ધોરણ કમાનુસાર ચલાવવામાં આવતાં ધાર્મિક પુસ્તકોને જૈન સાક્ષરાની બહુ સમ્મતિથી નિર્ણય થવા જોઈએ.
૩. બાળકોને જે કમ શિક્ષણ માટે નિયત કર્યો છે, તેને બાળક હૃદયમાં ભાવ ઉતારી શકે એવું તત૬ વિષય પર પૂર્વથા શિક્ષકોને જ્ઞાન આપવું જોઈએ.
૪. અન્ય દર્શને અને જૈન દર્શનના આચાર વિચારોનું ધરણવાર ક્રમે ક્રમે ઉપયોગી તુલનાત્મક શિક્ષણ મળવું જોઈએ.
૫. સમગ્ર ભારતમાં જૈન ધાર્મિક શિક્ષણની એક સરખી વ્યવસ્થા અને એક સરખી પરીક્ષા થાય એવા વિચારને અનુસરી શિક્ષણ ક્રમ ગેહવા જોઈએ.
છે. જે જે સો શિખવવામાં આવે તેનું તેઓની બુદ્ધિમાં ઉતરે એવું ભાવાર્થતાન આપવું જોઈએ. સૂત્રોનું ભાવાર્થતાન વિદ્યાર્થીઓને યાદીમાં રહે એવી રીતે શિક્ષકોએ શિક્ષણ આપવું જોઈએ.
૭. જે કન્યાઓ ગુજરાતી જ્ઞાન ન ધરાવતી હોય તેઓને ગુજરાતી વ્યાકરણ દ્વારા જ્ઞાન આપવું જોઈએ અને ગુજરાતી ધર્મ સાહિત્યના સર્વ શ સ્વયમેવ વાંચી શકે એવી યોજના ઘડીને શિક્ષણ આપવું જોઈએ. કન્યાઓને અને વિવાહિત શ્રાવિકાઓને ભરત, શિવણ અપાય એવી વ્યવસ્થા ઘડવી જોઈએ અને તેનું શિક્ષણ આપવું જોઈએ.
૮. જૈન કન્યાઓ તણા શ્રાવિકાને ધાર્મિક અભ્યાસ કરાવવા માટે જૈન સ્ત્રી શિક્ષકે તૈયાર થાય એ પ્રબંધ પ્રથમ કરવો જોઈએ કે જેથી જૈન પુરૂષ શિક્ષક તરફથી સ્ત્રી વર્ગમાં થતા ઘેટાળા દૂર થાય અને સ્ત્રી શિક્ષકેથી જન સ્ત્રીવર્ગને સારી રીતે શિક્ષણ આપી શકાય.
. જન વિદ્યાર્થીઓ માટે નીતિશિક્ષણ વડોદરાનું ધાર્યું છે તથા જેન હિતબોધ તથા જેન હિતાપદેશના ગણુ ભાગ તે અમુક દષ્ટિએ ય છે, પરંતુ કયા ધરણવાળાને તે અન્ય ઉપયોગી છે તેને નિર્ણય સાક્ષરેશદ્વારા કરાવવું જોઇએ. બાઈઓના વાંચન માટે ધારેલ પુસ્તકોમાં પણ ફેરફાર કરવાની જરૂર છે.
૧૦. સર્વ ધર્મોની ઉત્પત્તિ-તેનાં તેની સાથે જૈન ધર્મનાં તત્ત્વોને મુકાબલે કરીને તેની ઉત્તમતા સિદ્ધ થાય એવી રીતે પ્રથમ માસ્તને શિક્ષણ આપવું જોઈએ અને પશ્ચાત માસ્તરોએ વિદ્યાર્થીચાની બુદ્ધિમાં જે પ્રમાણે ઉતરે તેવી રીતે તે બાબતનું તર્કશકિત વધે તેવી રીતે જ્ઞાન આપવું જોઈએ.
૧૧. ભાષણ શક્તિ ખીલે એ પ્રયત્ન કરી જોઈએ, જૈન ધર્મના અનેક મત ભેદના જ્ઞાનની સાથે વર્તમાનમાં કેવી રીતે વર્તવું તેનું જ્ઞાન આપી જૈન ધર્મ પ્રગતિના ઉપામેનું શિક્ષણ આપવું જોઇએ,
૧૨. જૈન ધર્મને વિશ્વમાં કેવી રીતે ફેલાવે થાય, જૈન ધર્મના ફેલાવા માટે અને જૈનેની સંખ્યાની વૃદ્ધિ માટે દરેક જૈનનું શું કર્તવ્ય છે તે જૈનધર્મનું શિક્ષણ લેનારાઓના હૃદયમાં ઠસાવવું જોઈએ. માસ્તરને પ્રથમથી એવું જ્ઞાન મળે એવાં પુસ્તક શિખવવાં જોઈએ.
૧૩. હાનિકારક રિવાજે સમજવાનું જ્ઞાન આપવું જોઈએ અને જૈન ધર્મની ઉન્નતિ થાય એવા છે જે સુધારો કરવા લાયક હેય તેઓનું જ્ઞાન પણ આપવું જોઈએ.
૧૪. જૈન ધર્મની પ્રાચીનતા સંબંધી જૈન બાળકોને સારી રીતે જ્ઞાન આપવું જોઈએ.