________________
મિતવ્યથીતા-(કરકસર.)
૧૭૩
કારણ કે એવું કોઈ પણ કાર્ય નથી કે જે વિના શ્રમે થઈ શકે, શ્રમથી કેવું ફળ થાય છે, તેના માટે એક નાનું સરખું ઉદાહરણ આપવામાં આવે છે. એક બુદ્ધાએ પોતાના મરણ વખતે પિતાના વણું આળસુ છોકરાઓને બોલાવ્યા. તે જાણતા હતા કે આળસુ છેકરાઓ મારા મરણ પછી ભૂખે મરશે. તેથી તેણે એક ઉપાય શોધી કાલે, તેણે છોકરાઓને કહ્યું કે આપણે ખેતરમાં ધન દાટેલું છે તે તમે મારા મરણ પછી કાજો. પિતાની ઇચ્છા પ્રમાણે તેના મરણ પછી છોકરાઓએ ધનપ્રાપ્તિ માટે ખેતર ખેરવા માંડયું. આખું ખેતર ખૂબ ઉંપણ ધન તે બીલ નીકળ્યું નહિ. આખરે તેઓએ નિરાશ થઈ તે ખેતરમાં અનાજ વાવ્યું. ખેતર બરાબર ખેડાયેલું હોવાથી તે વખતે પુષ્કળ અનાજ થયું અને તેથી ઘણું આવક થઈ જે આ પ્રમાણે ખેતર ખેડાયું ન હેત તે આટલી આવક કદાપિ થાત નહિ.
પરિશ્રમ કરે એ જેકે કઠીન લાગે છે પણ અને આનન્દ થાય છે. તેનાથી નિર્ધનતા દૂર થાય છે એટલું જ નહિ પણ કીર્તિએ વધે છે. પરિશ્રમ વિનાનું જીવન વ્યર્થ છે, પરિશ્રમ એજ મનુષ્યનું રવ છે, પરિશ્રમ બજારૂપ લાગે છે પણ વાસ્તવિક રીતે તેમ નથી; શ્રમ વિના મનુષ્ય નિર્બલ થઈ જાય છે.
ચાહે મોટું કામ હોય, ચાહે છોટું કામ હૈય, ચાહે માનસિક હેય, ચાહે શારીરિક હેય પણ શ્રમ વિના થઈ શકતું નથી. સભ્યતા, સિતા, પરોપકાર આદિ અનેક ગુણોને આધાર પરિશ્રમ ઉપર છે. પરિશ્ચમ રંકને રાજા બનાવે છે, અભણને વિદ્વાન બનાવે છે, પરિશ્રમથી મનુષ્ય પ્રતિષ્ઠાને પાત્ર થાય છે. અહિં પશ્રિમ એટલે શારીરિક પરિશ્રમ હું કહેતો નથી, પણ શારીરિક અને માનસિક બને કહું છું કારણ કે શારીરિક પરિશ્રમ તે પશુઓ પણ ક્યાં નથી કરી શક્તાં! જે પુરૂષ શારીરિક અને માનસિક બન્ને પ્રકારને શ્રમ કરે છે, તેજ પુરૂષ પરિશ્રમી કહેવાય છે. શરીર પોષણ માટે પરિશ્રમની જરૂર છે એમ નહિ પણ સામાજિક ઉન્નતિ માટે પણ શ્રમની જરૂર છે.
પરિશ્રમથી ધન પેદા કરનાર મનુષ્ય અપવ્યયથી ખર્ચ કરી નાખે છે તે કદાપિ ધન વાન કહેવાય નહિ. જે મનુષ્ય કરકસરથી ધન સંચય કરી સુમાર્ગે વ્યય કરે છે તે ધનવાન કહેવાય છે. કરકસર ઘણું કામ કરે છે તે સ્વપરની આજની હાજતે પૂર્ણ કરે છે અને ભવિષ્યની હાજતે પૂર્ણ કરવા સામગ્રી તૈયાર કરે છે. એડવર્ડ ડેનીસન ( Edward Denison) નું કથન છે કે મનુષ્યએ સદૈવ ભવિષ્યની આવશ્યક્તાઓ પર ખ્યાલ રાખવો જરૂર છે, પણ દુનિયામાં એવા મનુષ્યોની સંખ્યા વધારે છે કે જેઓ ભવિષ્યને ખ્યાલ બિલકુલ કરતા નથી. તેઓ પોતાની ભૂતકાળની સ્થિતિ ભૂલી જાય છે. માત્ર તેઓને વર્તમાનની જ ચિંતા હોય છે. તેઓ પિતાની સર્વ આવકને અપવ્યય કરી નાંખે છે અને આખરે નિર્ધન અવસ્થામાં આવી જાય છે. આવી રીતે આ દેશ ને આખી સમાજ નિર્ધન થઈ જાય છે અને અણુના પ્રસંગે કંઈ પણ કરી શકતા નથી.
સમાજમાં બે પ્રકારના મનુષ્ય જોવામાં આવે છે-કેષ્ઠ મદદ કરવાવાળા-કોઈ ઉડાઉ; કઈ દૂરદર્શિક અદુરદર્શિ-મિતવ્યથી–અપવ્યયી; નિધન યા ધનવાન. જે મનુષ્ય પરિપ્રમ કરી કરકસરથી કાંઈ પણ બચાવે છે તે દિવસ બમણી અને રાત્રે ચાર ગણું ઉન્નતિ કરી શકે છે, ધીમે ધીમે વ્યાપાર વધારી શકે છે, કારખાનાઓ ખાલી શકે છે. અનેક પ્રકા