SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૨ બુદ્ધિપ્રભા. * * * * * * * * * કષાય વિષયથી છૂટીને, આત્મારામ પરમીશ; ધર્મ ધ્યાન મન રેકતાં, પરમસુખ પામીશ. ચાર કષાય અને શબ્દ સ્પર્શાદિ ઇધિના વિષયોમાં મેહ જ્યારે છોડી દેવામાં આવશે અને ચારે તરફ રખડતાં મનને જ્યારે આત્મધર્મ-નિજાનંદમાં તલ્લીન કરવામાં આ વશે ત્યારે જ ખરેખર શાશ્વત આનંદ પ્રાપ્ત થશે. યદા ગુર્વાન્વિતાં વ્યર્થ, વિમુચ્ચ વિકથાકથા વમે ગુઢ્યા વગુખ્તસિ, તાતે પરમ સુખમ. ૧૭ કાળ ગુમાવન વિકથા, અનર્થકાર છાંશ વચન ગુપ્તિથી મુનિ થતાં, પરમસુખ પામીશ. ૧૭ નાહકને નકામે વખત ગુમાવનારી અને વગર મફતના અન પેદા કરનારી સ્ત્રીકથા રાજકથાદિવિકથા કરવી એ શ્રાવકનું કે સાધનું કામ નથી. એવી કથાને ત્યાગ કરે એ આત્મગુણ ખીલવવામાં ઘણું જરૂરનું છે. વિચારીને વચન બેલી વચન ગુપ્તિ ધારણ કરવી અને વાણીમાં સંયમ ધારણ કરે એટલે જરૂર જેટલુંજ અને હિતકારક બેલી મેન્યવ્રત ધારણ કરવું એ આત્મ હિતને અર્થે જરૂરનું છે. અંગે પાંગાતિ સંકેશ્ય, કુર્મવત્ સંવૃતંદ્રિય યદાચર કાય ગુપ્તાસિ, તદા તે પરમ સુખમ. ૧૮ અંગે પાંગને કર્મવતું, જ્યારે તું ગોપવીશ, કાય ગુપ્તિ ધારણ કર્યો, પરમસુખ પામીશ. ૧૮ કાયાની ચેષ્ટાને ત્યાગ કરી કાચબાની પેઠે જ્યારે અંગ અને ઉપાંગોને નિયમમાં રાખવામાં આવશે એટલે બધી દકિને નિગ્રહ કરી કાયગુપ્તિ ધારણ કરવામાં આવશે ત્યારે પરમ સુખ પ્રાપ્ત થશે. નિર્વાસ્થતિ ઘનઘર, રાગેરૂગ મહાવિષમ્; યદા સદા ગમળ્યાસાત તદા તે પરમ સુખમ. ૧૯ પ્રચંડ ભયકર રાગરૂપ, સર્પ વિષ છાંશ આગમના અભ્યાસથી, પરમસુખ પામીશ. ૧૯ મહાબળવાન અને ભયંકર રાગ (પતિ) રૂપી શત્રુનું કર સત્યશાસ્ત્રના અભ્યાસથી છેડી દેવામાં આવશે ત્યારેજ પરમસુખની પ્રાપ્તિ થશે. રાગ બે જાતના છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત રાગ. વિષયકપાય રુરી આદિમાં મેહ રાખવો તે અપરાસ્ત રાગ છે ને ધર્મગુરૂ ઈત્યાદિ વસ્તુમાં મેહ રાખવો તે પ્રશસ્ત રાગ છે. રસ્તે ચડવા પ્રથમ પ્રશસ્ત રાગની જરૂર છે પણ જેમ જેમ ઉચ્ચ શ્રેણએ ચડતા જવાય તેમ તેમ એ પ્રશસ્ત રામ પણ એ કરી છેવટ વિતરાગી થવું, એ આ લેકમાં કહેવામાં આવ્યું છે. ગતમ સ્વામિ જેવા ભગવતિને પણ રાગને લીધે શિષ્યોને કેવળજ્ઞાન થયા છતાં પિતાને કેવળજ્ઞાન થયું નહોતું. જ્યારે મહાવીરદેવ ઉપર પ્રશસ્ત રાગ પણ ગમે ત્યારેજ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. પ્રથમ દાવ દૂર થવાની પૂરેપૂરી જરૂર છે અને પછી શાસ્ત્રના અભ્યાસથી ધીમે ધીમે સાનુભાવની વૃદ્ધિ થતી જશે અને મને પણ ક્ષય થી વિનરાગીપણું પ્રાપ્ત થશે,
SR No.522076
Book TitleBuddhiprabha 1915 08 SrNo 05
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages40
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy