________________
બહુ સુખ બત્રીશી.
૧૩૮
wજર
પરપીડને જાણીને, અદત્તદાન નહિ લઈશ;
પરનું તે પરનું ગ, પરમ સુખ પામીશ. ૪. પરધનનું હરણ કરવું એરી લેવું એ પરના બાહ્ય પ્રાણ હરી લીધા જેવું છે. ધન, ધાન્ય, વસ્ત્ર, પાત્ર એ બધું સાં સાને પિતાના બાહ્ય પ્રાણ તુલ્ય લ્હાલું છે. પારકું ધન લેવું કે પારકી વસ્તુની ચોરી કરવી એ મહ અનર્થકારી છે. હરામનું હમેશાં ટકતું નથી તે ઉલટું તેથી બમણું –મણું ઘસડી જાય છે. ચોરી કરનારને રાજદરબારમાં પણ શિક્ષા થાય છે.
યદા સદ્ધર્મ મથનાત્, મૈથનાર વિરમ્યસિ; બ્રહ્મવ્રત રતે નિત્યં, તદા તે પરમ સુખમ. ૫ ધર્મનાશક મિથુનથી, જ્યારે તે વિરમીશ;
બ્રહ્મચર્ય પાળે સદા, પરમ સુખ પામીશ. બ્રહ્મચર્યની આજ ને કાલે કેટલી બધી જરૂર છે તે હવે કઈથી અજાયું નથી. બાળલગ્ન, ભેગવિલાસમાં તીવ્ર અભિલાષા ઈત્યાદિ કારણેથી પ્રજ નિર્માલ્ય અને બળહીન થવા લાગે છે. સાધુઓને સર્વથા બ્રહ્મચર્ય પાળવાનું છે. શ્રાવકોએ પિતાની સ્ત્રીમાં સંતોષ રાખવો. પરસ્ત્રીને એ બેન સમાન ગણવી અને વેશ્યાદિથી દૂર રહેવું એ એમનું બ્રહ્મચર્ય વ્રત છે. આ પ્રમાણે શ્રાવક વર્તે તે ભગવાને તે શ્રાવકને દેશથી પિતાના જેવો એ વતની અપેક્ષાએ ગણ છે. મીએ પિતાના પતિમાંજ રત રહે તે તેને સુતી કહેવામાં આવે છે ને એવી સતીઓનાં નામ સવારના પહોરમાં લેવાય છે. સાધુઓ તે આ વ્રત બહુજ કાળ થી પાળે છે.
યદા મૂરછ વિહયે ધર્મ ધ્યાનાદિ વસ્તુપુ; પરિગ્રહ ગ્રહામ્ભા તદા તે પરમ સુખમ. ૬ મૂચ્છ મમતા છોડીને, ધર્મધ્યાન ધ્યાશ;
પરિગ્રહ છેડયે જીવ તું, પરમ સુખ પામીશ. ૬ પરિગ્રહ મેળવવાને લેભ રાખ નહિ, સંતોષ રાખ. સંતોષ જેવું સુખ બીજા કશામાં નથી. વસ્તુઓ ઉપરને મમત્વ કે મૂચ્છભાવ છોડી દેવો ને ધર્મ ધ્યાનાદિ ઉત્તમ બાબતમાં વિશેષ પ્રયત્ન કરે એજ જરૂરનું છે, ઇષ્ટ અનિષ્ટની કલ્પના દૂર કરી, ક્રોધમાનાદિ દુર્ગણે છેડી દઈ સમતાબાવમાં આવવાથી સત્ય વસ્તુ સમજાશે ને સંતોષના ઘરમાં અવાશે.
સ્વરે ગ્રાન્ચે ચ વિણ દ ખરેખાણાં ચ દુઃશ્રવે, યદા સમા મનવૃત્તિ સ્તદા તે પરમ સુખમ. ૭ સારા માઠા શબ્દમાં, રાગ ન ખેદ ધરીશ;
કોકિલ કાગ સમાનતા, પરમ સુખ પામીશ. ૭ મધુર અવાજના સુંદર રાગ, વીણા, સારંગી કે સતારના સુંદર કર્ણ પ્રિય સ્વરો કે ગધેડા કે ઉંટના કણ કઠોર શબ્દો કે કટુ વચને જ્યારે સાંભળવામાં આવે ત્યારે તે બંને પ્રકારમાં તે રાગ કે દ્વેષ રાખીશ મા, સારા શબ્દો કઈ કહી જાય તે શું ને કડવા શબ્દો કઈ કહી જાય તોયે શું ? તે સઘળું સમતાભાવે શ્રવણ કરવું. મને કે અમનેત ચીજો પ્રાપ્ત થાય છે તેમાં પણ સમભાવ રાખવે.