________________
+ : '
બુદ્ધિપ્રભા.
પ્રાચીન વિચારવાળા મનુષ્યો આગમે છપાવવા કરતાં આગ લખાવવાના કાર્યને તેઓ વિશેષ યોગ્ય ગણે છે અને સંબંધી તેઓ દલીલ પણ આપે છે. સુધારકે આગામે પાવવા માટે દલીલો આપે છે. શ્રી દેવધિગણિના સમયમાં આગમે જે ન લખાયાં હેત તે જૈનધર્મને અત્યંત હાનિ પહેચત. અજીમગંજના બાબુએ પચીસ વર્ષ પૂર્વે જાગને છપાવ્યાં હતાં તે આગમોમાં છપાવતા કેટલાક દે રહ્યા છે તેથી પુનઃ તે આગમે છપાવવા વિચાર કરવામાં આવ્યો છે. પંન્યાસ શ્રી આનંદસાગર ગણિએ બી છવાર આગમ છપાવીને બહાર પાડવા માટે આગેવાની ભોં ભાગ લીધે છે. અને પન્યાસ મણિવિજયજી વગેરે તેમના સહાયક છે. પાટણના શા. ભોગીલાલ ડાહ્યાભાઈ તથા મહેસાણુવાળા શા. વેણુચંદ સુરચંદે આગમે છપાવવામાં આગેવાની ભાગ લીધે છે. આગ પર નિયુક્તિ ચૂર્ણ, ભાષ્ય, ટીકાવૃત્તિ વગેરે છે તેને સાથે સાથે છપાવવાની જરૂર છે. આચારાંગ સૂત્ર મૂળ તેના પરની નિયુક્તિ, ચૂર્ણ, અને બે ત્રણ ટીકાઓ જ્યાં સુધી છપાવવામાં નહિ આવે ત્યાં સુધી પંચાંગી સહિત એક આગમ છપાવેલું નહિ ગણાય અને તે વિના વાચકને તેટલી બાબતની ન્યૂનતા રહેવાની. એક સૂત્ર યા નિયુક્તિ, ચૂર્ણી, ભાષ્ય, ટીકા, વૃત્તિ વગેરે જે જે સાહિત્ય અધ પર્યન્ત પૂર્વાચાર્યોએ રચ્યું હોય તે સર્વે બહાર પાડવાથી મુનિ વગેરેને એક સૂત્રના આલાવા સંબંધી પૂર્વાચાર્યોની ટીકાઓમાં પરસ્પર વિચારભેદ અને વિચારનું એ કેવી રીતે છે તે જાણવાનું સાધન નહિ મળે માટે પ્રત્યેક આગમ પંચાંગી સહિત છપાવવાની યોજના થવી જોઈએ અન્યથા તે કાર્યની ભવિષ્યમાં ચિત્તા ઉભી રહેવાની. એકેક આગમ પંચાંગી સહિત બહાર પડે તે સંબંધી ભવિષ્યમાં પ્રત્યેક આગમેને અંગે છપાવવાનું રહે નહિ. માટે આ સંબંધી પુનઃ વિચાર કરી ન્યૂનતાની પૂર્ણતા કરવા પ્રયત્ન કરશે તે સુચના સ્થાને ગણાશે. એક ભગવદ્ગીતાપર સાત ટીકાઓ છપાઈ બહાર પડી છે તે પ્રમાણે જે જે સૂવે પર જેટલી જેટલી ટીકાઓ હોય તેટલી સર્વે બહાર પાડવી. જે આ પ્રમાણે અત્યસંખ્યાક આગમે છપાય તો પણ તે પદ્ધતિથી આગની સેવા સારી બજાવેલી ગણાશે. આગમે છપાવતાં ત્રણ વર્ષના બદલે દશ વર્ષ થાય પરંતુ એકે આગમ ઉપર પંચાંગી અને વિશેષ ટીકાઓ છપાવીને બહાર પાડવામાં આવે તે તે ઉત્તમ કાર્ય થએલું ગાશે. આમમોદયસમિતિમાં જેટલા સાધુઓ ભાગ લે તેને છપાયેલા આગમની પ્રત મળે તેવી રીતે અન્ય અભ્યાસી સાધુઓને પણ છપાતા આગમની એકેક પ્રત મળવી જોઈએ. આમ છપાવવાથી અશુદ્ધિઓ ટળશે અને જેનાગોને વિશ્વમાં પ્રચાર થશે તેથી સર્વ વર્ણના મનુષ્યને જિજ્ઞાસા થતાં આગમવાચનને લાભ મળશે. આગમે છપાઈને બહાર પાડતાં વિદ્વાનેને ઘણું જાણવાનું મળશે અને ઘણું ગોટાળા દૂર થશે.
આગમે છપાવવામાં પંન્યાસ આનન્દસાગર ગણિની પ્રશસ્ય વૃતિ અને પ્રવૃત્તિ છે તેથી આ કાર્ય માટે તેમને કોટીશઃ ધન્યવાદ ઘટે છે. તેમના જીવનચરિત્રમાં આ એક ઉદાર પ્રવૃત્તિની ઉજવલતા સદા સ્મરણીય રહેશે. અને વર્તમાન જમાનાને માન આપી ઉદાર દષ્ટિ અને ઉદાર પ્રવૃત્તિમાં તેઓ પ્રગતિ કરવા પ્રયત્નશીલ થયા છે તેથી તેમના આત્માને જન શાસનની સેવા માટે ધન્યવાદ ઘટે છે.
શેઠ દેવચંદ લાલચંદ દ્વારા સુરતમાં પુસ્તક છપાવવાની જે પેજના થયેલી છે તેમાં પંન્યાસ આનન્દસાગરજીને હાથ છે અને તેમાં તેમણે આત્મબેગ સારી રીતે આપીને કેટ લાક ગ્રન્થ છપાવામાં પ્રવૃત્તિ કરી છે અને હજી જૈન ગ્રો છપાવવાનું કાર્ય શરૂ છે. મન