________________
સ્થાપન સન ૧૮૬૯ સવત ૧૯૨૫
જીનામાં જીની (૪૬ વરસની ) શાખા. જૈનધર્મનાં પુસ્તકા કીફાયત કિમ્મતથી વેચનાર.
અમારે ત્યાં મુંબાઈ, ભાવનગર તથા અત્રેનાં છાપેલાં દરેક જાતનાં જૈનધર્મનાં તથા સાર્વજનીક પુસ્તકો જૈનશાળા લાયબ્રેરીઓ વિગેરે દરેક સંસ્થાઓને ઘણીજ કિફાયત કિમ્મતથી વેચવામાં આવે છે. વધુ વિગત સારૂ અમારૂં મોટું યાટલાગ આવૃત્તિ છઠ્ઠી પૃષ્ઠ ૧૦૦નું અર્ધા આનાની ટીકીટ બીડી નીચેના શીરનામે મંગાવા.
લી. બાલાભાઈ છગનલાલ શાહે.
પુસ્તકા વેચનાર તથા પ્રગટ કરનાર, ઠે. કીકાભટની પોળ—અમદાવાદ આખરે વિજય મળ્યેા.
હીસ્ટીરી (તાણ ) ના દરદને કાણ જાણતું નથી ?
હીસ્ટીરીઆ નાની ઉમરની સ્ત્રીઓને ઘણો લાગુ પડે છે. હીસ્ટીરીઆના દરદનાં મૂળ કારણ શોધી કાઢી તેના ઉપાયેા ઘણા દરદીઓ ઉપર અજમાવી અમે ખાત્રી કરી છે કે હીસ્ટીરીઆનું દરદ પૂરી રીતે મટી શકે છે. હીસ્ટીરીઆ ભૂત નથી.
હીસ્ટીરીઆના દરદ ઉપર ખીજા ઉપાયો અજમાવ્યા પહેલાં અમારી સલાહ હ્યા. હીસ્ટીરીનું દરદ અમે ખાત્રીપૂર્વક ગેરટીથી મટાડીએ છીએ. વિશેષ હકીકતના ખુલાસા રૂબરૂ યા પત્ર મારફતે કરો.
લી. શા. વાડીલાલ ડાહ્યાભાઇ.
અમદાવાદ. ( ઝવેરીવાડ. ) સુરજમલનું ડહેલું, આયુર્વેદ સિદ્ધાષધાલય, ખેદજનક મૃત્યુ.
અત્રેના શેઠ સુરજમલ વખતચંદના કુટુંબના શેઠ લાલભાઈ ચુનીલાલ જેઠ વદી ૧૧ તે બુધવારના રાજ રાતના બાર વાગે આશરે ૩૮ વર્ષની વયે પાછળ એક વિધવા ખાઈ માણેક ઉમ્મર આશરે વર્ષ ૨૨ ની મુઠ્ઠી પ'ચત્વ પામ્યા છે તે જણાવતાં અમાને ધણી દીલગીરી થાય છે.
મર્હુમ સ્વભાવે શાંત અને મીલનસાર હતા. તેમજ દૃઢ અને સ્વતંત્ર વિચારના હતા. તેમના સાહિત્ય પ્રત્યે ધણા સારા શાખ હતા. તેમનું દ્વિતીય લગ્ન સાદાગર ડાહ્યાભાઈ જમનાદાસને ત્યાં થયું હતું. તેઓ મુખ્યત્વે શેરદલાલીના ધંધા કરતા હતા. તેમના અમર આત્માને શાંતિ મળેા અને તેમના કુટુંબને દિલાસા મળેા એવું અંતરથી ઇચ્છીએ છીએ.
લવાજમ
અમારા પરગામના સર્વે ગ્રાહક બન્ધુને વિનંતિ કે જે 'મેનુ' ચાલુ સાલનું એટલે સને ૧૯૧૫ નું ( બુદ્ધિપ્રભાના સાતમા વર્ષનું) લવાજમ આવ્યું નથી તેમને આવતો અક વિ. પિ. થી માકલાવવામાં આવશે તે સ્વીકારી આભારી કરશેા,