________________
મહાકવિ ફીરદેસી.
૧૧૩
જનક પુરાવે છે, આપણામાં ગુજરાતી અગર મરાઠી લખવામાં કર્ણ મનહર પણું દુધ એવી સંસ્કૃત ભાષાની વિનાકારણ ભરતી કરવાને જે પ્રચાર ચાલુ છે, તે જ
અરબી ભાષા સંબંધી પણ છે. જેમ વધારે અરબી શબ્દને ઉપયોગ કરે, તેમ વધારે વિધાન એવી સમજુત ત્યાં ચાલુ છે. લેખક એવી કંઈ વિલક્ષણ પશ્ચિયન ભાષા લખે છે કે ક્રિયાપદને વિભક્તિને પ્રત્યય છેટે લાવે છે, ને તેને સંબંધ અરબી વાનાં વા ગોઠવી દઈતિની સાથે કરે છે. અને આજ એકાદ પશિયન લેખકને બીલકુલ અરબી શબ્દ ન વાપરતાં શુદ્ધ પશિયન ભાષામાં લખવા કહીએ તો તે તેને અશક્ય લાગે..
“શાહનામાં જે આવડા મોટા ગ્રંથમાં આંગળીને ટેરવે ગણાય એટલા અરબી શબ્દ તેમાં આપ્યા છે, એમ કહીએ તે ક્રિસીની વિદતા બદલ, ને લેખન કૌશલ્પ બદલ વધારે લખવાનુંજ રહેતું નથી.
કિરદેસીએ કુદરત-કળા-પ્રણય-વિજ્ઞાન ઉપર અને બીજા પણ ઘણાં સુંદર નાનાં મેટાં રસેથી ઉભરાઈ જતાં કાવ્યો પશિયન ભાષામાં લખ્યાં છે.
ફિરદોસીનું મરણ હિજરી સન ૪૧૧ માં થયું. તેની કબર તૂસ શહેરમાં છે.. એમ કહેવાય છે કે ફિરદોસીએ પારસી રાજાઓની સ્તુતિ કરી તેથી શેખ અબુલ કાસમ ગુર્ગાની નામને વિદ્વાન તેની કબર પાસે નીમા જ ન પ તેજ રાત્રે સ્વમામાં અબુલ કાસમે ફિરદેસીને સ્વર્ગમાં ઘણાજ ઉંચે પ બેઠેલે છે. આ ઉપરથી કાસમે કિરદેસીને પૂછયું કેઆટલી બધી શ્રેષ્ટ પદ્ધી તને શાથી મળી? કિરદોસીએ ઉત્તર આપ્યો કે;–“ ઈશ્વરની સ્તુતિપર મેં નીચેની બે લીટી લખી હતી તેનું આ ફળ છે –
જહાનરા બુલન્દી વપસ્તી સુઈ
નદાનમ્ એ હરએ હસ્તી તુઈ, (વિશ્વના વૈભવને અને સુકતાને કારણભુત તુજ છે “તું શું છે તે હું જાણુતા નથી, પણ જે કંઈ છે તે “તું જ છે, તે ખરેખર સત્ય છે.).
ફિરદોસીનું મરણ સાંભળી મહમદ ગિઝની ઘણોજ દીલગીર થયે હતિ. કહે છે કે એક વખતે તે ફરતે ફરતે ફિરસીની કબર જેવા ગયો હતો. તેને કબર પાસે ઉભેલો જોઈ એક વિદ્વાન કવિએ નીચેના ઉદ્દગાર જેવા ઉદ્ગારો કહાડ્યા હતા –
મારા ફિરદોસીને તેના પવિત્ર અસ્થી માટે, એક યુગની મહેનતથી, બંધાયેલી સમાધિની શી જરૂર છે? અગર આકાશને ચુમ્બન કરતી પીરામીડ નીચે તેના શબને સંતાડવાની શી આવશ્યકતા છે? યાદશક્તિના મારા પુત્ર ! કીર્તિના મહાન વારસ ! તારું નામ અમર રાખવા માટે આવાં નબળાં ચિન્હાની તારે શી ગરજ છે ? તે તારે માટે અમારા આશ્ચર્ય અને અચંબા વચ્ચે અચળ કીર્તિ સ્તંભ સ્થાએ છે, કેમકે જ્યારે જ્યારે વિકસવા પ્રયત્ન કરતી કળાને શરમદી કરવા માટે તારાં સરળ પદે વહેતાં રહેશે, અને દરેક હદય તારા અમૂલ્ય ગ્રંથના પૃષ્ટમાંથી તારી જ્ઞાનરસથી છલકાતી કડીઓ ગ્રહણ કરશે ત્યારે ત્યારે તું અમારી કલ્પના શક્તિમાં આવી ઉમે રહીશ. અને અમને તારા ગંભીર વિચારોનું ચિત્તવન કરતાં કરતાં આશ્ચર્યથી આરસ જેવાં કરી મુકીશ ! આ પ્રમાણે તારી કબર એવી તે રમણીય છે કે જેને માટે શહેનશાહે પણ મરવા ઇરછે !
આવા મહાન હશે, આવા મહાન લેખકે, આવા મહાન તત્વજ્ઞાનીઓ આપણું ભારતવર્ષમાં જલદી ઉત્પન્ન થાઓ એવું ઈચ્છીશું. કારણ કે,-Fine writing is next to fine doing, the top thing in the world. - Keals.
સંપાદક,