SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ બુદ્ધિપ્રભા. કદાચ દિલિના બાદશાહે તમારું સ્વામિત્વ કબુલ કરતા નથી એ જવાબ આપે તે આપણે શું કરીશું?” આ ઉપરથી વજીરે ફિરસીના શાહનામામાંથી નીચેની લીટીઓ વાંચી બતાવી, અગર જુઝ બકામે મન્ આય બાબ “મને ગુ મૈદાને અફરાસિયાદ ! ” _(જે ભારી ઇરછા પ્રમાણે જવાબ ન આવ્યો. તે પછી હું છું, મારી ગદા છે, લડાનું મેદાન છે, અને આપણું શત્રુ અફરાસિયાદ છે.) આ લીટી સાંભળતાં જ મહમદને ફિરદોસી યાદ આવ્યો, ને તેની સાથે ચલાવેલા અનુચિત વર્તન બદલ ઘણે પશ્ચાતાપ થયે, ને તેણે તેના હાલહવાલ સંબંધી પુછગાછ કરી. મમન્દીને ફિરદોસી પર પણ પ્રેમ હોવાથી તેણે તેની દુઃખી હાલતનું અત્યંત હૃદયદ્રાવક વર્ણન કર્યું. આ સાંભળીને મહમદને ધણુજ ખેરું લાગ્યું. અને તેણે ઉંચા પ્રકારના બહુ મૂલ્ય સમાનથી લાધેલાં બસે ઉો ફિરદોસી તરફ રવાના કર્યો. આ હકીકત સબંધી કેટલાક યુરોપિયન વિદ્વાનોએ એક હાસ્યજનક ભુલ કરી છે. તેઓ કહે છે કે-“મહમદે ફિરદોસી તરફ બસે ઉંટ ઉપર તલ (Indigo) મેકલી” પણુ તલ મોકલવાનું કારણ શું તેને ખુલાસે આપતા નથી. મહમદ કઈ ગળીને વેપારી નહોત, અગર કિરદેસી કંઈ ઉગારે નહોતે. આ ભુલનું કારણ એવું છે ક-મૂળ પશ્ચિયન હકીકતમાં આ ઠેકાણે “નયલ’ (માલમતા) એ આરબી શબ્દ છે. જેમ ગુજરાતી મરાઠી ભાષામાં સંસ્કૃત શબ્દો સુંદરતા લાવવા માટે ઠેકાણે ઠેકાણે વપરાય છે, તેમ પર્શિયન ભાષામાં ભાષાની ચમત્કૃતી માટે આરબી શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. યુરોપીયન લોકેએ તે પશિયન શબ્દ છે એમ જાણીને તેને “નીલ” (નીળ) (ગળી) એ ઉચ્ચાર કર્યો, અને તેથી મહમદે ગળીથી લાધેલાં બસે ઉો ફિરદોસી તરફ બક્ષિસ તરીકે મેકક્યાં એવે સદરહુ વાકયને અર્થ કર્યો. પણ મહમદે મેલેલી માલમતા ને પૈભવને ઉપયોગ કરવાનું ફિરદોસીન નશાબમાં લખેલું નહોતું એમ કહેવું જોઈએ. કારણકે મહમદે મોકલેલાં ઉંટ ને ફિરદોસીનું મુરદ બને ગામના દરવાજામાં એકઠાં થયાં, આજ સંપત્તિ જે એક જ દિવસ પહેલાં આવી હતી તે મહમદને છેવટે પિતાની ખરી કીમત માલુમ પડી. આ વિચારથી રિસીને અંતકાળે બહુજ સમાધાન લાગત. બાલાબચ્યોમાં ફિરદેસીને માત્ર એક છોકરી જ હતી. મહમદે મેલેલી દોલતની ખરી રીતે તેજ માલીક ગણાય. પણ પિતાના “પિતાની હયાતીમાં જે બક્ષિસ નથી મળેલી તે તેના મૃત્યુ પછી હું મુદલ લેનાર નથી ” એમ તે નાની છોકરીએ સ્પષ્ટ જણાવ્યું - ફિરદોસીને “શાહનામાં એ ગ્રંથ પશિયન ભાષાના બધા પ્રમાં મુગટમણું ગણાય છે. જુને ઇતિહાસ રૂક્ષ લાગશે, તે પણ ફિરદોસીએ પિતાની પ્રતિભાસંપન્ન વાણીથી તેને પ્રણય કાવ્યથી પણ વધારે હદયગમ બનાવી મુકે છે. પ્રાચીન ઇરાનને મેં મારા કાવ્યથી પુનઃ જીવતું કર્યું.” એવું ફિરદોસી જે અભિમાનપૂર્વક કહે છે તે ખોટું છે એમ કોણ કહી શકશે? સહનામાની ભાષા ઘણીજ સરળ, શુદ્ધ ને જુસ્સાદાર છે. અરબી શબ્દની મદદ 4 થીબ વડાટ પાગ પશિયન ભાષા કેવી ફિલ્મ રીતે લખાય છે. એને આ ગ્રંથ એક આશ્ચર્ય
SR No.522075
Book TitleBuddhiprabha 1915 07 SrNo 04
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages38
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy