________________
પન્યાસ શ્રી સત્યવિજય.
શુદ્ધ અર્થની ધારણા સાથે સિદ્ધાંતને અભ્યાસ કર્યો અને શુદ્ધ તત્વ જાણ્યું. તે ઉપરથી પાંચમા આરાના યતિ વર્ગમાં શિથિલાચાર અને પ્રમાદપણું જોવામાં આવ્યું.
મુનિના શુદ્ધ આચરનું સ્વરૂપ પિતે સમજ્યા અને આત્માના કલ્યાણના માટે શુદ્ધ આચરણની પ્રવૃતિ કરવા સારૂ કિયાઉદ્ધારની જરૂર તેમને જણાઈ. પિતાના આત્માના ઉદ્ધાર સાફ પોતાના ગુરુ મહારાજ આચાર્ય શ્રી વિજયસિંહ સુરિશ્વરને પુછી તેમની આજ્ઞા મેળવી વપર ઉપકારક એ શુદ્ધાચાર અમલમાં મુકવાને દ્રઢ સંકલ્પ કર્યો.
ગુરૂ મહારાબંને વિનયપૂર્વક બે હાથ જોડી પિતાની ઇચ્છા જણાવી. અને ક્રિયા ઉદ્ધાર કરવાની આજ્ઞા માગી. કાળ પ્રમાણે બનતા પ્રયાસ કરવાની જીજ્ઞાસા પ્રદર્શિત કરી.
ગુરૂ મહારાજે શિષ્યની લાયકાત અને તેનામાં રેગ્યતા જાણુને આતિમાનું કલ્યાણ કરવાની આજ્ઞા આપી. ત્યારથી તેઓએ પિતાના ગુરૂથી જુદો વિહાર કરવાની શરૂઆત કરી.
સુદ સંયમના રાગી આત્માર્થિ મુનિએ ભાખંડ પક્ષીની પેઠે ધર્મ અને આત્માને : ઉદ્ધાર કરવાને સારૂ વિહાર કરવા માંડે. મમત્વ ભાવરહિત શમતાપૂર્વક શુદ્ધ ધર્મના ફરમાનનું પ્રતીપાદન કરવા લાગ્યા. તેઓએ પહેલું ચોમાસુ મેવાડમાં ઉદેપુરમાં કર્યું.
ક્રિયા ઉદ્ધારની આજ્ઞા મેળવી જુદા વિહાર કરવાની શરૂઆતથી છઠ તપની શરૂઆત કરી. શુદ્ધ ક્રિયા અને ઉગ્ર તપશ્ચર્યા અને શુદ્ધ જ્ઞાનભાવ અને શુદ્ધ ઉપદેશથી ઘણુ લેને ધર્મ પમાણે.
છઠ છઠની તપશ્ચર્યા અને પારણામાં અરસ નિરસ આહારથી શરીર કુરા થયું. એવી સ્થિતિમાં મેવાડમાં ઘણા વિહાર કર્યો. સંખ્યફજ્ઞાનના પ્રભાવથી મિથ્યાત્વને નાશ કરવાને સમર્થ થયા અને શુદ્ધ સંવેગ પક્ષથી સમાજને માહીત કર્યો.
મેડતા ગામમાં શ્રીઆનંદધનજી મહારાજ રહેતા હતા ત્યાં તેમણે ચોમાસું કર્યું અને ત્યાંથી નાગપુર-જોધપુર ચોમાસા કર્યા. જયાં જ્યાં તેઓ વિહાર કરતા હતા ત્યાં પિતાના ઉપદેશથી ઘણા ને શુદ્ધધર્મ સમજાવી ઘણે ઉપકાર કર્યો. શુદ્ધ સંયમના આરાધક પણાથી તેમની કિર્તિ ચોતરફ ગવાવા લાગી.
સંવત ૧૭૨૮ માં શેતપુરમાં ગુરૂ મહારાજે તેમને પન્યાસપતિ આપી. ત્યાંથી સાદડીમાં ચામાસુ કર્યું. વિહાર કરતા કરતા તેઓ ગુજરાત તરફ વળ્યા છે પાટણમાં તેઓ પધાર્યા. પાટણના સંઘે તેમને બહુમાનપૂર્વક પ્રવેશ કરાવીને ત્યાં રાખ્યા. તેમની અકીક કિર્તિ સાંભળી રાજનગર, અમદાવાદને સંધ તેમને પિતાના નગરમાં પધારવા વિનંતી કરવા પાટણ આવ્યા અને પિતે વિહાર કરતા કરતા અમદાવાદ પધાર્યા.
ભ્યાસી વર્ષની ઉમર સુધી–બુદ્ધ ધર્મનું આરાધન કરીને સંવત ૧૭પ૬ ના પિશ શુદ ૧૨ શનિવારના રોજ સિદ્ધિયોગમાં પાટણમાં તેઓએ સ્વર્ગવાસ કર્યો.
વૃદ્ધાવસ્થા થવાથી અને તપશ્રીના ગે શરિર કૃશ થવાથી તેઓશ્રીએ પાટણમાં ઘણું ચોમાસાં કરેલાં છે.
પાટણન્ના છેવટના ચોમાસા વખતે અમદાવાદ નિવાસી શાહ સુરચંદ સોમકરણ વ્યાખ્યાન સાંભળવા પાટણમાં રહ્યા હતા. તેમણે ઘણું કહા તે વખતે રેન શાસનને ઉઘાત અર્થ ખર્ચેલું હતું. તેઓ દરરોજ વ્યાખ્યાન સાંભળતા હતા, અને ગુરૂ વચન ઘણું આદર પૂર્વક પ્રમાણુ કરતા હતા.