SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ગળ વધતું સાધલાન ! અને નૂતન વર્ષ વરા ! ! છતાં પણ, ભવિષ્યની સર્વ કળાએ હેમાં અતરભાવ પામેલી છે, એમ સ્પષ્ટ રીતે, ભભુકી ઉઠતાં તેના તાત્ત્વિક્ર-પરાગ પરથી દ્રષ્ટિગોચર થાય છેજ, તે પોતાના અધ્યાત્મ જ્ઞાન તથા સામાજીક સાહિત્યના મૃદુકલરવથી, પોતાના જેન વિશ્ર્વમાંજ નહિ પણ જૈનેતર વિશ્વમાં પણ સારી રીતે રત્કારાયુ છે, તે સત્કારાશેજ એમ દ પ્રતિતી છે, કારણ કે જેનું જીવન સત્યમૂલક હોય છે, તેને આદર વ્હેલો કે મેડા દરેક હૃદયમાં ઉત્પન્ન થાય છેજ, અને રિણામે તે પૂજ્યપણાને પામે છે. ગતવર્ષમાં એ પ્રતિનું સંપૂર્ણ દર્શન થયું છે તે ભાવિમાં એ દર્શન કીમાં કરતું દેખાય છે. ગુણિયલ વાંચકોએ ગતવર્ષમાં જોયું-અનુભવ્યું હોજ મેં માસિકે અખ્તાર કરેલી સમાન દ્રષ્ટિનું પ્રતિપાલન પૂર્ણ રીતે કરવામાં આવ્યું છે. નિ વિકથા અને ગાલીપ્રદાન જેવી હલ' પ્રતિના આક્ષેપોથી તે તદ્દન મુક્ત રહ્યું છે. તેને આશય વાંચક બન્ધુએની હૃદય વાટીકામાં, પ્રેમ–સ્વધર્મ-નીતિ—આત્મજ્ઞાન અને ખન્ધુભાવની વેડિઞી ઉત્પન્ન કરી-તેમાં નવજીવનપુરી, કોંઇક વધુ ઉન્નત જીવન બનાવે એવી પ્રભા નાંખવાને છે. બુદ્ધિપ્રભાએ ગતવર્ષમાં, સામાન્ય અધિકારી વાંચકાના હ્રદયમાં, કથા વાર્તાઓ, તથા સોધક લેખોથી પ્રકાશ પાડી, તેમને આનંદ સાથે મીટ્ટા મીઠા સત્વનું પાન કરાવી તેમના અધિકારમાં તથા જીવનમાં નવું ચેતન ભર્યું છે. મધ્યમ અધિકારીના હૃદય ાનનમાં સુએધપ્રદ સુલલિત કાવ્યોના કેકા-તથા ઉંચા અધિકારવાળા લેખકોનાં મર્માળ-બાહ્યાંતર સુન્દર લખાણી તથા સચ્ચારિત્ર આલેખન, તેમના આત્માને શીતળતા તથા પ્રેમરસના નવીન પુટદેવા સાથે, કઇંક નવા આનંદનાં દર્શન કરાવ્યાં છે. તથા ઉત્કૃષ્ટ અધિકારીઓના હૃદયગીરિમાંથી, સમર્થ સાધુ લેખકોના અધ્યાત્મ જ્ઞાન તથા યાગનાં અવનવાં તત્વો પ્રતિ પાદન કરનાર અમૃત વñા, તથા ઉન્નત સસ્કારી લેખકોના વચન પ્રહારથી ઉજ્વલ આત્મજ્ઞાન ગગાનાં સ્વચ્છ ઝરણીમાં વાવ્યાં છે. આલ અધિકાર પરત્વે, ડેલવાળાને ડાલ, લોટાવાળાને લોટા અને અજલીવાળાને અંજલી જ્ઞાનરસનું પાન વાચકોને આ માસિકે ગત વર્ષમાં કરાવ્યું છે, તથા વર્તમાન સંવત્સરમાં તેથી પણ ઉચ્ચતર કોટીનું જ્ઞાનામૃત પાન વાચકોને કરાવવા નાસિક સમર્થ થાય એવી પ્રબળ આકાંક્ષા રખાય છે. હા! ગત ઐતા ગત છે. હવે તેને નવિનયુગમાં સંચરતા ભારતવર્ષના જૈન સમા જમાં પોતાના પરિમળ વેરતાં વેરતાં સચવાનું છે. જેમ આ માસિકતે! હજી રાવ-આર’ભ કાળ છે, તેમ નધિન શ્રુષ્ટિના પણ હજી આરંભ કાળજ છે. ભારતભૂમિના આ સામાજિક નવિન જીવનને, નવિન રસાયણના સતત સિંચનની આવશ્યક્તા સર્વે કાઇ સરકારી સજ્જ નાએે સ્વિકારી છે, ને પ્રભા પણ તે સર્વે સ્વિકારે છે, ને તે સત્કાર્યમાં સતત રક્ત રહેવા તેની તિષ્ઠા પ્રકટ કરવાનું મેગ્ય વિચારે છે. વીરપ્રભુ ! નાં સન્તાનાનાં હૃદય એક કરવાં, તેમનામાં અત્વની બહુમૂલ્ય ઉંડી જડ રોપવી, ધર્મની ભવ્ય ભાવનાનાં પ્રતિબિમ્બથી ડૅમનાં હૃદય પ્રતિબિમ્બિન કરવાં, ધર્મપરમાર્થ કે પ્રગતિમાં માત્ર વાણીથીજ કંઈ વળતું નથી. પણ વાણી તેવાજ ચારિત્રની અતિરાય આવસ્યક્તા છે એવી પ્રતિતી કરાવવી, આત્માના પૂર્ણ વિકાસ અને દર્શન વિના સાધ્ય સધાવાનું નથી. અને “જ્યાં લગી આત્મા તત્વ ત્રીના નિ ત્યાં લગી સાધના સર્વ જૂરી ” એ તત્વની ભાવના, આત્માના પપડમાં લેવાના મૂત અંતરનાદ બુદ્ધિપ્રભા હેમના અંતરમાં કરાવશે.
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy