SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિભા. આગ્રહથી તેમણે દિક્ષા લેવાનું મુલતવી રાખ્યું હતું. આ ઉપરથી વડીલ બંધુની પણ વ્યક્તિ અને આજ્ઞા માનવાને ભુલવું જોઈએ નહિ. ક્ષમા ગુણ પણ તેમને ઉચ્ચ કોટીને તે તે માટે ચંડશિક નાગને દાખલો વારંવાર સ્મરણ કરવા જેવો છે. આ સિવાય જે આપણે બારીકાઈથી તેમના ચારિત્ર્યનું અવલોકન કરીએ તે તેમના ચારિત્ર્યમાંથી ઘણા ઉપયોગી અને હિતકર દૃષ્ટાંતો આપણને મળી શકે તેમ છે. * ત્યારબાદ રા. રા, દેશ મણીલાલ નથુભાઈ એ ભગવંતની દવા, ચારિત્ર, વડીલ પ્રત્યે પ્રેમ, ગુરૂભક્તિ-ક્ષમા, સ્યાદા સિદ્ધાંતનું રહસ્ય વગેરે બાબતે વિષે મનનનીય અને વિચારશીલ ભાષણ કર્યું હતું, જે અમે આગામી અંકમાં ઉપયોગી હેવાથી અક્ષરશ: પ્રકટ કરીશું. અત્રે સ્થળ સંકેચને લઈને તે પ્રસિદ્ધ કર્યું નથી. ત્યારબાદ મી. સાયલાકરે જણાવ્યું કે, મી. મુલચંદ આશારામ કે જેઓની અથાગ મહેનતને લઈને આ જયંતીને મેળવડો મળે છે માટે તેઓને ધન્યવાદ ઘટે છે. પ્રભુ વીરમાં માતૃપિતૃભક્તિ ઘણી હતી. તેમજ તેઓની ઉદારતા અપૂર્વ હતી. કારણ કે પોતે દિક્ષાના અવસરે ઘણું જ દાન કર્યું હતું, અને છુટા હાથે વરસી દાન દીધું હતું. તે તેમને ઉદારતાને ગુણ ખાસ મનન કરવા જે છે. ઘણા ઉપસર્ગો સહન થવા છતાં તેમની કર્મ ખપાવવાની જે શક્તિ ખીલી હતી તે અપૂર્વ હતી. પ્રભુને ઉપદેશ સાંભળવા સર્વે જ આવતા. પશુ પંખીઓ પણ પ્રભુને ઉપદેશ સાંભળતાં. તેઓને ઉપદેશ સર્વને માટે હતે. અમુક વાડામાંજ ગંધાઈ રહી અમુક વ્યક્તિને જ ઉપદેશ આપે એવી હાલના જેવી સંકુચિત ભાવના તેમનાથી સે ડગલાં દુરજ નાશી હતી, તેમના ઉપદેશ ઉપરથી અત્યારના સાધુ અને સાધ્વીએ એ બહુ પંડે લેવા જેવો છે. * ત્યારબાદ મી. અંબાલાલે જણાવ્યું કે પ્રભુ મહાવીરે આપણા ઉપર મહત ઉપકાર : કર્યો છે. તેમને બતાવેલા માર્ગાનુસારીપણાના ગુણે અવશ્ય ધ્યાનપૂર્વક મનન કરવા લાયક છે. શ્રાવક નામ કહે શ્રાવક થવાનું નથી પરંતુ યથા નામ તથા ગુણ એ નિયમ પ્રમાણે પ્રભુએ બતાવેલા શ્રાવકના માર્ગનું અધ્યયન કરી શ્રાવક નામનું સાર્થક કરવું જોઈએ. - કઈ પણ જ્ઞાતિને હેય યા કઈ પણ સંપ્રદાયને હાય, કાવે તે હેય; પરંતુ જેઓ સમ્યક્ રીતે પ્રભુના માર્ગનું આરાધન કરે છે તેઓ મુક્તિપદ વરે છે. પ્રભુની આજ્ઞા છે કે હિંસા ન કરો, જૂઠું ન બેલો, પરનારી સહોદર થાઓ, પ્રીય છે.લો; પરંતુ જૂઠ કે અપિય ન લે. ત્યારબાદ ઝવેરી મુલચંદ આશારામ વેરાટીએ જણાવ્યું કે, આજે આ ઉપદેશ પ્રસારક મંડળ તરફથી જયંતીને ધીતીય મેળાવડે કરવામાં આવ્યો છે. શહેરની બધી દિશાએથી અને બધી સંસ્થાઓ તરફથી આ તરફ મીટી દ્રષ્ટિથી જોવામાં આવ્યું છે તે જોઈ પણે આનંદ થાય છે. આપણા ભારતવર્ષમાં આપણું મહાપ્રભુ વીર સ્વામીને આજરોજ જન્મ દિવસ હતો અને તેથી કરી આજને દિવસ ઘણી મંગળમય છે. તે આજનજ દિવસ હતો કે જે દિવસે અજ્ઞાન અંધકારમાં ગોથાં ખાતી ભારતની પ્રજા ઉપર સત્યનાન, દયા અને સમાનાં પવિત્ર કિરણે ફેંકનાર તેજસ્વી સૂર્યને ઉદય થયા હતા, તેજ અને દિવસ હતો કે જે દિવસે આર્વત ધર્મને પુનરોદ્ધાર કરનાર એક પવિત્ર આત્માને પ્રાદુર્ભાવ થયે હતે. પછી તેઓએ મહાવીર સ્વામીના વખતની ભારતની સ્થિતિ વિશે દતસાએ એક પુસ્તકમાં લખ્યું હતું તે વાંચી બતાવ્યું હતું. તેનો ભાવાર્થ એવો હતો કે તે વખતનું ધાર્મિક બંધારણ તેમજ સામાજીક બંધારણ લલા પ્રકારનું હતું. હિંસાનું જોર ૫૭ વધેલું હતું. ધર્મભાવનાના નાશની સાથે પ્રજા જીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહે
SR No.522072
Book TitleBuddhiprabha 1915 04 SrNo 01
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages37
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy