________________
/૪
બુદ્ધિપ્રભા.
આ નિયમો ને સખ્ત રીતે પાળવામાં આવે તો શારીરિક આનંદ મેળવવામાં જે આપણને કેટલેક વ્યાઘાત નડે છે, તે પ્રાયે નડશે નહિ.
વાચિક આનદ–આ જાતને આનંદ મેળવવામાં ઘણે ભાગે એવી પ્રવૃત્તિ જેવામાં આવે છે કે બીજાની નિંદા કરવી, તેનામાં અછત દુઘણેનું આરોપણ કરવું, બીજાની ચાડી કરવી, મશ્કરી, ઠઠ્ઠા, મજાક કરવી, અસત્ય બોલવું, જુઠી સાક્ષી કરવી ઈત્યાદિ, આ પ્રવૃત્તિ એ અશુદ્ધ છે, અને તેમાંથી મળતા આનંદ ક્ષણક છતાં પરિણમે દુઃખજનક છે. આ પ્રકારને આનંદ મેળવનારની ગણના સમાજમાં પ્રશંસાપાત્ર થતી નથી. માઠા કર્મબંધનાં એ કારણ છે, અને તેના વિપાક અશાતા વેદનીના રૂપમાં આપણને ભોગવવા પડે છે, અને તેથી જીવન કલેશમય બને છે. જો આપણે આપણા જીવનને આનંદમય બનાવવું હોય તે આ અને આવા પ્રકારની પ્રવૃત્તિ અટકાવવી જોઇએ.
આને બદલે સત્ય, હિતકારક અને પતિમય અ૫ વચન બોલવાની અને બીજાઓના ગુણનું અવલેહન કરી સારા ગુણની અનુમોદના કરવાની મહાપુના અને ભગવંતનાં ગુણ જાણે તેમને ગુણાનુવાદ કરવાની અને સાંભળવાની પ્રવૃત્તિ રાખવાથી જીવન આનંદમય બનાવી શકાશે. એનાથી મળ આનંદ પરંપરાએ આત્મિક વિકાશનું કારણ બનશે. આ આનંદથી અશુભ કર્મને પ્રાયે લય થશે, અને તેથી અશાતા વેદની કર્મને પણ ક્ષય થશે. એ કંઈ જે તે લાભ નથી.
માનસિક આનદ—માનસિક આનંદ નિર્દોષ અને સારા વિચાર કરવાથી મેળવી શકાશે. બંધ અને મેક્ષનું કારણ મન છે. તે ીિજ રીતે માનસિક આનંદ અને ગ્લેશનું કારણ પણ મન છે. હંમેશ પાપરહિત નિર્દોષ વિચાર કરવાથી અને તદનુસાર આપણું વર્તન રાખવાથી જીવન આનંદમય બનાવી શકાશે. જગતમાં પાપનાં કારણો કયાં કયાં છે. તેનું અવલોકન કરવાથી આપણને તે માલમ પડશે. વ્યવહારમાં માનસિક આનંદનો નાશ કરવાનું કારણુ ઘણુ ભાગે આપણી પોતાની અન્યાયી વૃત્તિ છે. અન્યાયધી ચાલવાની ટેવ પવાથી આપણી પ્રવૃત્તિ પણ અશુદ્ધ જ રહેવાની, અને પ્રત્તિ અશુદ્ધ હોય ત્યાં તેના પરિણામમાં આનંદ મળવાને સંભવ આકાશ પુષ્પવત સમાન છે. અન્યાયની પ્રવૃત્તિથી માની લેવાતા આનંદ એ ઝાંઝવાના પાણીના જેવું છે, એ વાસ્તવિક આનંદ નથી, પણ આનંદાભાસ છે.
માનસિક આનંદ મેળવવાને માટે બીજી પણ એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે. ધ્યવહારની અંદર માની લીધેલા લાભને વખતે આનંદઘેલા થઈ જવું, અને અનિષ્ટ પ્રાપ્તિ અથવા ઇષ્ટ વિયોગના પ્રસંગે નિરાશ અથવા દીલગીર થવું એ બન્ને સ્વભાવિક આનંદને નાશ કરવાવાળું છે. એ રતી અને અરતી બને પાપજ છે. એ બનેને સહવાસ હાડવાથી કુદરતી આનંદ શું છે એનો અનુભવ થશે.
ઉપર આપણે કાયિક, વાચિક અને માનસિક આનંદ વિષે યત્કિંચિત વિચાર કર્યો તે સિવાય પણ આનંદમય જીવન બનાવવાનાં કેટલાંક કારણે છે. તેમાં પહેલી જગ્યા કુટુંબીક આનંદ લે છે. જે કુટુંબમાં હમેશ આનંદ રહે એ કુટુંબના જેવું ભાગ્યશાળી કયું? કુટુંબની અંદર આનંદ મેળવવાને માટે કુટુંબકલેશના કારણોનું અવલોકન કરી કલેશને અટકાવો એટલે સ્વભાવિક આનંદ આવીને ઉભો રહેશે. જે કુટુંબમાં હમેશ દતકલેશ થયા કરે એ કુટુંબ ભલે મેટું શ્રીમંત અને ધનવાન હય, બહાર લોકોમાં તે આબરૂદાર ગણાતું હોય તે પણ જેમ રોગીષ્ટ માણસ જેટલો વખત સારાં કપડાં પહેરીને બહાર નીકળે અને લોકો તેને સુખવાળો