________________
આનંદમય જીવન.
૩૮૫
જુવે પણ તેના સુખની વાસ્તવિક ખબર તેને પિતાને જ હોય છે. તે મુજબ કુટુંબફ્લેશવાળા ઘરના સંબંધમાં પણ બને છે.
કલ્પેશ એ સંસાર ભવ ભ્રમણતાનું મૂળ છે. કલેશરહિત મનોજ ભવપાર ઉતરવાનું કારણું ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજી મહારાજ માને છે.
કુટુંબકેશના જેવા જ બીજા ન્યાતીલેશ, સમાજકલેશ પણ કુદરતી આનંદનો નાશ કરવાવાળા છે.
જેઓ સ્વાભાવિક–કુદરતી આનંદ મેળવવાની ઈછાવાળા છે, જેઓ પિતાનું જીવન આનંદમય બનાવવા ધારતા હોય તેમણે કલેશના કારણમાં પડવું નહિ, પડેલા હોય તે હિંમત ધરી તેમાંથી નિકળી જવું. ગમે તેવા વિપરીત સંજોગે પ્રાપ્ત થાય તે પણ પોતાનું સાધ્ય યુવું નહિ એજ ઉત્તમ છે.
| સુખ અને દુઃખનું મૂળ કારણ શુભાશુભ કર્મ છે. શુભકર્મના ઉદયના ફળરૂપ-શારીરિક તંદુરસ્તી, ધન, પ્રાપ્તિ, કુટુંબ પરિવાર ઇત્યાદિ છે. તેવી જ રીતે અશુભકર્મના ફળના પરિણુંભરૂ૫ રેગને સંયોગ, ધન હાનિ, અને પરિવારને વિજોગ ઇત્યાદિ છે. એ અશુભકર્મ કર્તા આપણે પિતાને જીવાજ છે અને પુર્વકાળમાં કરેલા કર્મના ફળરૂપ છે. તે ફળને અટકાવવાની આપણુમાં સત્તા નથી તે પછી તેના માટે આનંદ અને ક્લેશ નહિ લાનતાં રવમાવિક પિતાના સ્વરૂપમાં રહેવાની ટેવ પાડવી એના જેવું બીજું ઉત્તમ એક પશુ થી.
આપણું ભાવી જીવન આનંદમય બનાવવા માટે ભાગ આપણી વર્તમાન કૃતિ ઉપર આધાર રાખે છે. ઉપાધ્યાયજી મહારાજે કહ્યું છે કેઃ “બધ સમયે ચિત ચેતી, ઉદવે સંતાપ, જે વખતે કર્મનો બંધ પડે તે વખતે ચેતવાનું છે. એક વખત અશુભકર્મને બંધ પડે તે પછી તેના પરિણામરૂ૫ ફળવિપાક ભોગવવાના પ્રસંગે સંતાપ કરેલો શું કામ લાગે માટે વર્તમાનમાં અશુભકમનો બંધ ન પડે તેના માટે અશુભકર્મ બંધનાં કારણોનો આપણે અભ્યાસ કરવો જોઈએ અને તેવા કારના કર્તા આપણે ન થઈએ એ માટે કાળજી રાખવી જોઇએ.
જીવન આનંદમય બનાવવાને સર્વોત્તમ ઉપાય પોતાના ઇષ્ટદેવની, પરમાત્માની અને ગુરૂની શુદ્ધ ભાવનાથી ભક્તિ કરવી, અને સ૬ અનુષ્ઠાનનું સેવન કરવું તે છે. સંપૂર્ણ વિર્યોલ્લાસથી, આદરસહિત, આ વિષયમાં શુદ્ધ પ્રવૃત્તિ કરવી તે છે. એની ખરી લેવજત જે મહાનુભાવે એનું સેવન કરે છે, તેમને છે એ અનુભવવાળો આનંદ અનુભવ કર્યા સિવાય મેળવી શકાશે નહિ કે તેની પ્રતીતિ થઇ શકશે નહિ.
બારોગ્ય,
(લેખક-સદગત ડી. જી. શાહ, માણેકપુર) ક્ષણિક સુખને સારૂ પિતાની આરોગ્યતાને નાશ ન કરો. શરીરરૂપી ઘરને બ્રહ્મચર્ય રૂપી પાથે મજબુત હશે તે જ સારી રીતે તે ઘણુ વખત સુધી નિગીપણે ટકી શકશે.
શારીરિક, આમિક અને માનસિક બળો મૈથુન સેવનથી નષ્ટ થાય છે માટે તેમાં તો કરકસર રાખવી એજ હિતકારક છે.