________________
૩૮૨
બુદ્ધિપ્રભા.
આ કૃત્રિમ અને પૈગલિક આનંદથી જીવન રસમય-આનંદમય બનતું નથી. જેટ વખત રમત ગમતમાં ભાગ લે છે, જેટલા વખત સુધી માદક પદાર્થની અસર રહે છે તેટ વખત દેવતા અને રાજાના સુખના પોતે અધિકારી બનેલા છે, એમ માની આનંદ ભોગ છે, પણ તે વખત પુરા થાય છે, ત્યાર પછી અથવા તેવા પ્રકારને આનંદના પરિણ જે કોઈ વ્યાધિ લાગુ પડે છે, તે તેજ આનંદ તેમને દુઃખનું કારણ થાય છે, અને તે જીવન આનંદમય બનવાને બદલે કલેશમય બને છે અને અંદગી પૂર્ણ થાય છે. તેઓ પિતાને, પોતાના સહવાસમાં આવનારને અને સમાજને ધાત કરે છે.
શું આવા પ્રશ્નરે જંદગી ગુજારવી એ વાસ્તવિક છે કે જીવનને આનંદ અને રસમ બનાવવું એ વાસ્તવિક છે, એને આપણે ખાસ વિચાર કરવાને છે. * જીવન આનંદમય બનાવવું એટલે કુદરતી સ્વભાવિક આનંદ પ્રાપ્ત થાય એવા પ્રકા રનું જીવન ગુજારવું તે છે. એવું સાથી બને તેને વિચાર આપણે ખાસ કરવા જેવો છે આ જીવને મૂળ સ્વભાવ આનંદમય છે, એના મૂળ સ્વભાવથી જેટલે અંશે વિપરીત વતન આપણે ચલાવીએ તેટલે અંશે તે આનંદમાં ખામી અથવા ઓછા આવે છે.
આ આનંદ કાયીક, વાચિક અને માનસિક, ત્રણ રીતે હોઇ શકે.
કાયિક-શારિરીક આનંદ તદુરસ્ત અને નિરોગી શરીર લેવામાં છે. લેઝીકમાં કહેવત પણ છે કે, “પહેલું સુખ તે જાતે નર્યા.” દુનિયાના તમામ વૈભવોના આનંદનું બીજ શરીરની તંદુરસ્તી ઉપર છે. જે શરીર તંદુરસ્ત હશે તે તમામ વસ્તુમાંથી આનંદ મેળવવા ધારશે તો મેળવી શકશે, એટલું જ નહિ પણ પરમાર્થિક ઉધેાગ પણ તેનાથી જ થઈ શકશે, જે શરીરમાં કંઈ પણ વ્યાધિ હશે તે પછી બીજા આનંદનો ગમે તેવાં કારણો હશે તે પણ તે લેહજત આપનારાં થઈ શકશે નહિ. ત્યારે એથી એ સિદ્ધ થાય છે કે શરીર તંદુરસ્ત રહેવાના માટે ખાસ ધ્યાન આપવું જોઈએ. શરીર તંદુરસ્ત રહેવાને હમેશ ધ્યાન આપવું, એટલે તેમાં ને તેમાં લક્ષ રાખ્યા કરવું અને તેને જાપ કર્યા કરે એ અર્થ કરવાનું નથી પણ આપણે પોતાની રહેણીકરણ, આહાર વિહારની યોજના એવી રીતે કરવી કે તેથી નવીન વ્યાધિ ઉત્પન્ન થવાનું કારણ મળે નહિ. અશુભ કર્મના ઉદયથી અથવા આકસ્મીક કારથી કંઇ વ્યાધિઓ ઉત્પન્ન થાય ત્યાં આપણે ઈલાજ નથી પણ કેટલાક વ્યાધિઓ એવા પ્રકારના છે કે આહાર વિહારમાં જે સારાસાર વિચાર કરી દેશ, કાળ, ધર્મ અને પોતાના શરીરને પોષણ આપનાર કયા કયા પદાર્થો છે તે નક્કી કરી પોતાની શક્તિ પ્રમાણે તેને ઉપયોગ કરવામાં આવે તો ઘણા ભાગે કેટલાક વ્યાધિઓ ટકી પડે છે. સારી રીતે વિચાર કરવાને આ વિષય છે. શરીર એ દેવી બક્ષિશ છે, તે બક્ષિશને ગમે તેવી રીતે ઉપયોગ કરવાને આપણને અધિકાર નથી. આ જીદગીમાં ઘણું મહત્વનાં કામે કરવાનાં છે. ઘણી ફરજો બજાવવાની છે, અને આપણું ભાવિજીદગી–આવતો ભવ સુધારવાનું તેનામાં જ રહેલું છે. એવી કીમતવાળી ચીજને સાચવવાના અને જાળવવાના અને તેનાથી આનંદ મેળવવાના જે નિયમો જ્ઞાની મહારાજાઓએ તથા એ વિષયના ખાસ અભ્યાસીઓએ બતાવેલા છે, તે તમામને અભ્યાસ તે બાજુ ઉપર રહ્યા પણ તેમાંથી સામાન્ય નિયમો જાણવા અને તે પ્રમાણે વર્તવાનો આપણે ઉધમ ન કરીએ એ કેટલી મેટી ભૂલ કહેવાય ? !