________________
આનંદમય જીવન,
૩૮૧
आनंदमय जीवन.
જીવને મૂળ સ્વભાવ આનંદમય છે. કમળથી રહિત-મુક્ત-જવમોક્ષમાં ગયા બાદ સંપૂર્ણ આનંદ ભોગવે છે, પિતાના સ્વરૂપમાં રમણતા અને પરમાવ દશાને ત્યાગ અને આનંદનું કારણ બન્યું છે, અને તે સ્વભાવિક આનંદ છે.
અનાદિકાળથી ભવભ્રમણ કરનારે આપણે જીવ જ્યાં સુધી મનુષ્ય પંચેંદ્રિપણું પામ્યો નહોતો ત્યાં સુધી તેને સ્વાભાવિક આનંદ ઉપજવાનું નિમિત્ત કારણ પાયે મળ્યું નહોતું. સ્વાભાવિક આનંદ મેળવવાને માટે મનુષ્ય જાતને જ્ઞાનીએ પ્રાયે વિશેષ લાયક માન્ય છે.
આનંદના બે ભેદ આપણે કલ્પી શકીએ. એક સ્વભાવિક આનંદ અને બીજો પદ્ગલિક કુત્રિમ- એ બેનું યત્કિંચિત સ્વરૂપ આપણે જે સમજવા પ્રયાસ કરીએ તે આપણે આપણા જીવનને આનંદમય કેવી રીતે બનાવીએ તેને રસ્તો ઘણે ભાગે આપણે શોધી શકીએ. દુનિયાના વૈભવો-શરીર સાંદર્ય, ગુણ ભાર્યા, આજ્ઞાંકિત પરિવાર-પુત્રાદિ-ધનસંપન્ન-રાજ્યદરબાર અને સમાજમાં માન પ્રતિષ્ઠા ઇત્યાદિ આનંદનાં કારણે છે, એનાથી જે આનંદ મળે છે, એ સ્થાયી નથી. એ પાગલિક છે. પગલિકનું સ્વરૂપ જ્ઞાની મહારાજ એ પૂર્ણ ગલન સ્વભાવવાળું બતાવ્યું છે, તેથી તેના સ્વભાવ પ્રમાણે વૈભવથી મળતે આનંદ પ્રાપ્ત થાય તેમાં ફેરફાર થાય અને નાશ પામે એમાં કંઈ ચમત્કાર નથી. આ આનંદ સંયોગીક છે.
જ્યાં પરાઈ વસ્તુના સહવાસથી, તેની પ્રાપ્તિથી આનંદ થાય ત્યાં તેના વિયોગ અને નાશથી દુઃખ થાય એ સ્વાભાવિક છે, એ વસ્તુને સ્વભાવ છે; એને કુદરતને કાયદો કહે કે નેચર કહે પણ વાત તે એકની એકજ છે.
આ આનંદ ઉપરાંત બીજા પણ કેટલાક કૃત્રિમ આનંદ મેળવવાનાં સ્થાન જુદી જુદી વ્યક્તિઓએ પિતાની ઈચ્છા પ્રમાણે માની લીધેલાં છે.
જુદા જુદા પ્રકારના વ્યસનના સેવનથી, નાટકાદિના જેવાથી, ગીત નૃત્યથી, કાંચનીના નૃત્યથી, નિર્દોષ અને સદેવ રમત ગમત અને હાલના જમાનાની સુધરેલી રીતની પાર્ટિ અને પ્રતિ ભેજનાદિથી પડતી રમુજને આનંદ માની લેવામાં આવે છે. એના પણ બે વર્ગ પાડી શકાય તેવા છે, એક શિક્ષીત કેળવાયેલા વર્ગ અને બીજા અશિક્ષિત વર્ગ માની લીધેલા આનંદના પ્રકારે છે.
અશિક્ષિત વર્ગ પ્રાયે ઘણે ભાગે દારૂ વિગેરે કી ચીજોનું સેવન કરી તોફાન કરવામાં છ દગીનું સાર્થક માની આનંદ ભગવે છે. બીલ, ધાનકા, કોળી, પરજ, ઢેડ, ભંગી, ચમાર, ગેલા, બી, વિગેરે જેઓ પિતાને અભા ખાવા પીવાની છુટ માને છે. તે વર્ગ લગ્નાદિ પ્રસંગોએ અને હેળી વગેરે તહેવારના વખતે એવી રીતે આનંદ મેળવતા જણાય છે, અને તેને માટે કવ્યાદિનો ભોગ આપવાને તેઓ પાછી પાની કરતા જતા નથી.
શિક્ષીત વગે સુધરેલી રીત એવા પદાર્થોથી કૃત્રિમ આનંદ ભગવે છે, અશિક્ષીતવર્ગ કરતાં આ વર્ગને આવા પ્રકારનો આનંદ વધુ ખર્ચાળ છે. અશિક્ષીત અને શિક્ષીતના વચ્ચે તફાવત છે. અશિક્ષીતવમાં જે આનંદ ભોગવે છે તે જાહેરમાં ભોગવે છે, અને પ્રસંગે બીનને અપાય કરતા માલૂમ પડે છે; જ્યારે શિક્ષીતવી મર્યાદિત છતાં તેમનાથી બીજા
ને અપાયને કારણે પ્રાયે હોવાનો સંભવ એ હોય છે.