________________
૩૮૦
બુદ્ધિપ્રભા.
બજાવવા તૈયાર થઇ રહી છે તે જૈન સમાજમાં જે અનાથ રુરી વર્ગ છે તેમના માટે
પગ સાધન ન હોવાથી વગર ઉધમે નહિ કામને વખત અન્ય ગાળે છે તે તરફ કાંઈ સંધનું લક્ષ જોઈએ તેવું નથી. આ દલગીર થવા જેવું છે. આવા ઉજમણું સ્તાવ મહાસ જે થા છે તે જ્ઞાન દન ચારિત્રની પ્રાપ્તિના સાધનો છે તેથી જીવ ઉત્તમ કરણીએ પિતાના સાથને મેળવી શકે છે તે આ પ્રસંગે જ્ઞાન દર્શનને ચારિત્રરૂ૫ રનમયની આરાધના માટે અનાથ અબળાઓના સાધન સારૂ કંઈ ગોઠવણું થવી જોઈએ એવા પ્રકોરનો ઘણે ઉપદેશ કર્યો હતો. જેના પરિણામે ત્યાંજ સભા વચ્ચે તેઓશ્રીના ઉપદેશની અસર થતાં રૂ. ૧૫૦૧ ની રકમ ઝવેરી નગીનચંદ કપૂરચંદનાં વિધવા બાઈ રમણીએ નાથ અબળાઓની મદદને માટે આપવા જશુવ્યું હતું ને બીજા ઝવેરી તલકચંદ
તરના પુત્ર સેનાભાઇનાં વિધવા બાઈ પરસન મહેને રૂ. ૧૫૦૧ ની રકમ જાહેર કરી હતી બીને ન સરસ્વતી બાઇ તે ઝવેરી ઉત્તમચંદ મુળચંદનાં વિધવાએ રૂ. ૧૫ ૦૧ ની રકમ જાહેર કરી હતી. ત્યારબાદ શા. પાનાચંદનાં ધણીયાણી સા. બાઈ હીરાકેર ડેને રૂ. ૨૫ ની રકમ જાહેર કરી હતી. એકંદરે મળી રૂ. ૪પ૩૮ ની રકમ અનાથ અબળાઓની મદદ માટે સભામાં જાહેર થઈ હતી તે હજુ પણ સુરતમાં આ ખાતાને માટે વાત ચર્ચાઇ રહી છે.
વનિતા વિશ્રામને મહામાસમાં થએલી મદદ –૨૮ શેઠ નથુભાઈ કરપારામ મુંબઈ વાલા તરફથી એક બાઈને માસ ચારના ખર્ચ સારૂ, ૫ બાઈ ફમણું હીરાચંદ મોતીચંદની વિધવા, ૫ બાઈ વહાલી વીરચંદ, ૫ શા. મેલાપસંદ આણંદચંદ, ૧ વજેચંદ તારાચંદ, ૨ શા. ઈચ્છાચંદ દુવારકાદાસ, ૧ શા. અમરચંદ ખુબચંદ, ૨ શા. મુલચંદ જગજીવનચંદ ૨ શા. માતચંદ કલ્યાણચંદ, ૨ થા. મગનભાઈ મલકચંદ, ૧ શા, મગનભાઈ વનેચંદ, ૧ બાઈ હીરાકોર એન ઘેલાભાઈ ચોકસીની છે કરી, ૧ શો પાનાચંદ વીરચંદ અને ૨ શા. સુરચંદની નાનાભાઈ એ રીતે કુલ રૂપીઆ ૫૮ આવ્યા છે.
શ્રીમદ્ બુદ્ધિસાગર જિન સંસ્કૃત પાઠશાલાને વાર્ષિક મહોત્સવ,
ઉક્ત મેલાવડાનું પ્રમુખસ્થાન ઝવેરી મોહનલાલ ભાઈ મગનભાઈને આપવામાં આવ્યું હતું. ત્યારબાદ માસ્તર હિંમતલાલ મગનલાલ કે જે આ પાઠશાલાના સેક્રેટરી તેમજ શાળાના માસ્તર છે તેમણે વાર્ષિક રીપેટ વાંચી સંભળાવ્યો હતો. પછી પ્રમુખ સાહેબના સ્વહસ્તે ઉક્ત પાઠશાળાના વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યાં હતાં. ત્યારબાદ અત્રે પધારેલા કેટલાક ગૃહસ્થોએ પાઠશાળાના કાર્ય તરફ નજર કરતાં પૈસા સંબંધીની ઉદારતા બનાવી હતી.
- પશ્ચાત માસ્તર બાલાભાઈ કકલભાઈએ સંસ્કૃત ભાષાને આદર્શ રૂપ ગણી તે વિષયને ઉચ્ચકોટીએ લાવવા પાઠશાળાના માસ્તર સાહેબને તેમજ વિધાર્થીઓને ભલામણ કરી હતી. પછી ઉક્ત સભાના પંડિત વિશ્વનાથે વિદ્યાની ઉત્તમ ઉપયોગિતા બતાવી હતી ત્યારબાદ મી. મુલચંદભાઈ આશારામ વેરટીએ તેમજ અન્ય ગૃહસ્થોએ નીતિ, સદ્ધર્તન, ખંત, ઉત્સાહ અને ઉધમ ઉપર વિવેચન કર્યું હતુંછેવટે પ્રમુખ સાહેબે પ્રસંગને માંગલિક ગણી વિધાના અમૂલ્ય લાભો દર્શાવ્યા હતા ત્યાર બાદ સભા વિસર્જન કરવામાં આવી હતી.