________________
૩૭૮
બુદ્ધિપ્રભા,
-
૫ *
અને પ્રાચીન સ્થળોમાં આવેલા દેરાસરને જીર્ણોદ્ધાર કરાવવાની ખાસ જરૂર જણાય છે અને
માં પ્રતિમાજીની પૂજા ન થતી હોય ત્યાં પૂજા થવા માટે અવસ્થા કરવાની તાકીદે જરૂરીઆત છે.
ઠરાવ ૧૬ મે–અન્ય ઠરાવોને પુષ્ટિ, આ કોન્ફરન્સ નિરાશ્રિતને આશ્રય, જીવદયા, સંપદ્ધિ વગેરે પૂર્વની કોન્ફરન્સમાં થયેલા ઉપયોગી ઠરાપર જૈન સમાજનું લક્ષ ખેંચે છે, અને તદનુસાર વર્તવા ભલામણું કરે છે.
ત્યારબાદ પ્રમુખ, રીસેસન કમીટીના ચેરમેન અને વિલંટીયર, ડેલીગેટ વિગેરેને ઉપકાર માનવાનો ઠરાવ પસાર થયા હતા તથા જનરલ અને પ્રાંતીક સેક્રેટરીના કામ માટે ધન્યવાદ આપી તેમને કાયમ રાખવાના ફરાવ કર્યો હતેા.
- ત્યારબાદ હવે પછીની દશમી કોન્ફરન્સ મુંબઇમાં, અગીઆરમી એસીઆમાં, તથા બારમી અમૃતસરમાં મેળવવાનો નિર્ણય કરી કેન્ફરન્સ બહુ આનંદપૂર્વક પિતાનું કાર્ય ખલાસ કરીને બરખાસ્ત કરવામાં આવી હતી.
समाचार.
સાગરગચ્છશિમણી શસ્ત્રવિશારદ જૈનાચાર્ય યોગનિક શ્રીમદ બુદ્ધિસાગરજીના શિષ્ય મુનશ્રી દેવેન્દ્રસાગરજી તથા મુનિશ્રી ભક્તિસાગરજીએ અમદાવાદમાં કાલુપુર દરવાજા બહાર માહ સુદી ૧૪ ને દીવસે કાલુપુર ઘીના મહાજનના શેઠ મગનલાલ જેઠાભાઈની દુકાને ધીનાં વેપારીઓને ઘીને તાવડે બંધ કરવા બાબત ઉપદેશ કરે અને તેનાથી સદરહુ મહાજને નીચે મુજબ ઠરાવ કર્યો છે –
ઉપદેશથી થએલે ઠરાવ વાવલંરિવાજ અમો નીચે સહી કરનાર દરેક માસની સુદી પાંચમ, બે આઠમ, બે ચાદશ, બે અગીઆરસ ને અમાવાસ્યા મલી એકંદરે (૮) આઠ દિવસ ઘીને તાવડે કરીશું નહિ. તેમ એક ડબો પણ તાવડામાં ઉન્હ કરીશું નહિ.
સહીઓ. શા. મગનલાલ જેઠાભાઈ
શા. મોહનલાલ શીવલાલ સહી દા. પિતે દા. શા. આત્મારામ મગનલાલ
મોદી શીવલાલ મણીલાલ સહી દા. પોતે ચા. જેઠાભાઈ હકમચંદ સહી દા.શંકરલાલ જેઠા શા. રણછોડ કાળીદાસ સહી દા. પોતે. શા. સોમાભાઈ અંબાલાલ સહી દા. પોતે શા. છગનલાલ હીરાચંદ સહી ઇ. પોતે શા. મગનલાલ ફુલચંદ દા. બુલાખીદાસ મુલચંદ શા. અમથાલાલ ગુલાબચંદ સહી દા. પિત શા. ચમનલાલ નરોતમદાસ સહી દા. પોતે
સદરહુ ઠરાવ માધવપુરામાં ધીના મહાજન તરફથી ઉક્ત મુનિશ્રીઓના ઉપદેશથી અમાવાસ્યા સિવાય ઉક્ત તિથિઓએ ભી નહિ સળગાવવી તેમજ તાવડામાં તથા લોઢાના ચુલા ઉપર આ બાબતને ઠરાવ કરવામાં આવ્યો છે.