SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ બુદ્ધિપ્રભા. (૧) આ કુંડમાં અત્યાર સુધીમાં જે જે ગૃહસ્થેએ પૈસા ભર્યા છે, તેના ઉપકાર આ કાર્ન્સ માટે છે. (૨) જે જે સ્થળના ઘેએ સંઘારા આ ક્રૂડ એકઠું કરી કોન્ફરન્સ આપીસ તરક મેાકલાવી આપેલ છે તે તે સર્ધાના ઉપકાર માનવાની આ તક લે છે. (૩) દરેક સ્થળના સંધને કાન્ફરન્સ એફીસ ઉપર સંવત ૧૯૭૧ ની સાલનું સુકૃત ભડાર કુંડ એકઠું કરી જેમ બને તેમ જલદીથી મેકલી આપવા આ ફૅન્સ વિનતિ કરે છે. ઠરાવ ૧૧ મા જૈન સાહિત્ય પ્રચાર. જૈન સાહિત્ય વિશેષ પ્રગટ ન થવાથી જૈનધમ સબધે જુદી જુદી ભ્રમણાએ કલાચેલી છે, તે દૂર કરવા ન સાહિત્યના પ્રચાર સર્વત્ર કરવાની આવશ્યકતા આ ટૅન્કરન્સ સ્વીકારે છે અને તેને માટે નીચેના પ્રયત્નો કરવાની ભલામણ કરે છે. (૧) હિંદુસ્તાનની જુદી જુદી યુનિવર્સીટી (વિશ્વવિદ્યાલય) ના અભ્યાસક્રમમાં ? જે અન પુસ્તકા દાખલ કરવામાં આવ્યાં હોય તે તે પુસ્તકે ટીકા તથા વિવેચનસહિત છપાવવાં, (૨) જે વિદ્યાર્થીએ જૈન સાહિત્ય સ્વીકારી પોતાના અભ્યાસ ચાલુ રાખે તેને સ્કૉલર શિશ્પા, ઈનામો વિગેરે આપવાં. (૩) હિંદની જુદી જુદી યુનિવર્સીટી ( વિશ્વવિદ્યાલય ) માં માગધી ભાષાને એક દ્વિતીય ભાષા તરીકે દાખલ કરાવવી. (૪) માગધી ભાષાના અભ્યાસ સુલભ થાય તે માટે માધી કોષ તૈયાર કરાવવા, (૫) વિધવિધ ભાષામાં જૈન સાહિત્યનાં પુસ્તક ભાષાંતર કરાવી છપાવવાં. (૬) પ્રાચીન જૈન ભંડારાના વસ્થાપકાએ તેવા ભડારામાં રહેલાં પુસ્તકાની સવિસ્તર ટીપ કરાવી પ્રસિદ્ધ કરવી, જે પુસ્તક નષ્ટ થતાં હોય અથવા જે અલભ્ય અને ઉપયાગી હોય તેવાં પુસ્તકો ફરીથી લખાવવાં યા છપાવવાં અને તે તે ભડારીનાં પુસ્તકાના લાભ જનસમુદાય લઇ શકે તેવી યોગ્ય ગોઠવણ કરવી. ઠરાવ ૧૨ મા—હાનિકારક રીવાજો દૂર કરવા બાબત. આ કારન્સ ઇચ્છે છે કે આપણી જૈન કામમાં જે જે વાતિકારક રીવળે છે તે .દૂર કરવાને ચેાગ્ય પ્રયત્ન જ્ઞાતિના અગ્રેસરા અવશ્ય કરશે. એ સધમાં નીચેના વિષયે પર ધ્યાન ખે‘ચવાની આવશ્યકતા છેઃ— (૧) આળલગ્ન અટકાવવાની ખાસ જરૂર છે, કારણુ કે તેના ઉપર શરીર સંરક્ષણુ અને ભવિષ્યની પ્રગતિને બહુ આધાર છે. (૨) વૃદ્ધ વિવાહથી સ્ત્રી જાતિને બહુ અન્યાય થાય છે, તેથી તે અટકાવવાની ખાસ જરૂર છે. (૩) એક સ્ત્રીની હૈયાતિમાં ખીચ્છ સ્ત્રી કરવાને રીવાજ જયાં જયાં હોય ત્યાં સોં અધ થવા માટે યત્ન કરવાની જરૂર છે. (૪) લગ્ન પ્રસંગે મેોટી રકમોના ખર્ચ કરવામાં આવે છે તે અપ્રસ’શનીય છે. (૫) લગ્ન પ્રસંગમાં કટાણા ગાવાનો રીવાજ કાષ્ઠ કઇ જગ્યાએ છે તે અંધ થવાની જરૂર છે. (૬) લગ્ન પ્રસંગે આતસબાજી ફાડવાનો રીવાજ જ્યાં હોય ત્યાં તે બંધ કરવાની જર છે કેમકે તે ધર્મ વિરૂદ્ધ છે.
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy