________________
જૈન શ્વેતામ્બર કૉન્ફરન્સનું નવમું સમેલન.
૩૭૩,
जैन श्वेताम्बर कॉन्फरन्सनुं नवमुं सम्मेलन.
આપણું માનવંતી કોન્ફરન્સનું નવમું અધિવેશન મારવાડ બીકાનેર પાસે આવેલા સુજાનગઢ શહેરમાં માહ સુદિ ૧૧, ૧૨, ૧૩-બુધ, ગુરૂ, શુક્ર તા. ૨૭, ૨૮, ૨૯ જાન્યુઆરી સને ૧૯૧૫ ના રેજે રાવણપુરવાળા શેઠ મોતીલાલ મુલજીના પ્રમુખપણા નીચે થવા પામ્યું છે.
કોમની ઉન્નતિ અર્થે ઉપયોગી કામ બજાવનારી આપણું કૅન્ફરન્સને જન્મ આપનાર નર મી. ગુલાબચંદજી ઠંા છે એટલું જ નહિ પણ તેની ફતેહ માટે અહનીશ ચિંતવન અને પ્રયાસ કરનાર પણ તેઓ એકજ છે એમ આ અધિવેશનની ફતેહમંદીધી પૂરવાર થયું છે, કેમકે મરૂધર પ્રદેશમાં જન્મ પામી તેજ પ્રદેશમાં પુનઃ જીવન સંચય કરવાનું કાર્ય બીકાનેર સ્ટેટમાં એકાઉન્ટન્ટ જનરલના મેટા એક્કા ઉપર નિમાયેલ મી. હકાએજ સુખગઢના ધનાઢય ગ્રહસ્થ શેઠ પનેલાલજી સંધી સાથે મસલત કરી ઘણી જ ફતેહમંદી સાથે પાર પાડયું છે એ આપણે દરેકે સંતોષપૂર્વક જાણ્યું છે. માત્ર પંદર દિવસમાં મી. દદ્દાઓ અને સુજાનગઢના જૈન બંધુઓએ અને આપણું કૅન્ફરન્સ ઑફીસે જે કાર્ય બજાવ્યું છે તે માટે તેમજ પુનઃ જીવનના સુપ્રસંગને હર્ષપૂર્વક વધાવી લેવા શેઠ મોતીલાલ મુલજીએ જે હીમ્મત દાખવી છે અને તત્રકારે કાર્ય કરી બતાવ્યું છે તે માટે તે સર્વે ધન્યવાદને પાત્ર બન્યા છે એમ હો બેધડક કહી શકીએ છીએ. કોન્ફરન્સના પ્રેસીડન્ટનું તથા રીસેપ્શન કમીટીના પ્રમુખનું ભાષણ ઉપયોગી અને મુદાપૂર્વકનું હતું તે જ પ્રમાણે ઠરાવો પણ તેવાજ કરવામાં આવ્યા છે એમ જૈન અને જૈનેતર પત્રકારોએ પણ કબુલ્યું છે. અમે “હવે શું કરવું ? તે વિષે હવે પછી જણાવવાનું ભૂલતવી રાખી, તત્સમયે પસાર થયેલા કરાવોની નેધ નીચે આપવાનું જોખ્ય ધાર્યું છે, અને તે માટે વાંચકોને વિનંતી છે કે તે ઠરાવો પૈકી અને બંધારણના સવાલ પૈકી તમે પોતે યથાશક્તિ શું જોગ આપી શકે તેમ છે તે અને તમારા વિચારે આપણી ન્યુરન્સ ઓફીસ બેગ લખીને તેમજ જાહેર પત્રો મારફતે ચર્ચાને તમારી ફરજ અવશ્ય બજાવશે કેમકે ઠરાને ગતિ આપવી તે વ્યક્તિઓનું કામ છે.
પસાર થયેલ ઠરાવો. પ્રમુખ તરફથી (૧) રાજનિષ્ઠા, (૨) સહાનુભુતિ, (૩) બીકાનેર નરેશને ધન્યવાદ, (૪) આબુછતીર્થ માટે ન્યાય આપનારનામદાર વૈઇસરાય અને સરકાર તથા એજંટ ટુ ધી ગવર્નર જનરલ રાજપૂતાના એઓનો આભાર, (૫) જાહેર તહેવારોમાં જેનપને સ્થાન આપવાની માગણીને એમ પાંચ ઠરાવ રજુ થયા હતા અને તે પસાર થયા બાદ નીચેના ઉપયોગી ઠરાવો જુદા જુદા વક્તાઓના વિવેચન સાથે પસાર થવા પામ્યા છે.
ઠરાવ ૬ ફો–ધાર્મિક કેળવણી-( Religious Education) દરેક જૈને જૈનધર્મનાં મૂળતત્તે અવશ્ય જાણવાં જોઇએ, પરંતુ તે જન સેવા છતાં પણ આપણે કેટલાક ધર્મબંધુઓ પિતાના ઉચ્ચ ધર્મનાં મૂળતત્વોથી પણું અજ્ઞાત છે તે સ્થિતિ દૂર કરવા માટે તથા જૈન બાળક અને બાળકીઓમાં ધાર્મિક જ્ઞાન પ્રસાર કરવા માટે નીચેનાં પગલાં લેવા કોન્ફરન્સ ભાર દઈને આગ્રહ કરે છે –