________________
સુવિચાર નિઝર.
૩૭૧
જેમ પિતાને પિતાને પ્રાણુ વહાલો છે, તેમ બીજા પ્રાણીઓને પણ પોતપોતાને જીવ વહાલે છે, એમ પિતાની પેઠે બીજાનું પણ સમજીને સાધુપુરૂષે પ્રાણુઓ પર દયા કરે છે.
(શાન્તિપર્વ) દિવસને સ્વામી સૂર્ય અરત પામે ત્યાર પછી પાણી પીવું એ રૂધિર તુલ્ય છે, અનેં અન્ન ખાવું એ માંસ તુલ્ય છે.
(પદ્મપુરાણ ) - મહાત્માઓનું ચિત્ત સંપત્તિ સમયે કમળ જેવું કોમળ થાય છે. અને આપત્તિમાં પર્વતની શિલાના સમુદાય જેવું અત્યંત કઠિન થાય છે. અર્થાત મહાત્માઓનું ચિત્ત સં૫ત્તિમાં ગર્વરહિત રહે છે અને વિપત્તિમાં ધીરજવાળું રહે છે.
(ભર્તૃહરિ ) હે યુધિષ્ઠિર? જીવોને પ્રાણઘાત કરીને મારનાર, સમંતિ, આપનાર, ખાનાર, વેચનાર, વેચાતું લેનાર, આ પાંચે જણાએ પાપથી લેપાય છે અને પશુના શરીરમાં જેટલાં રૂવાટાં છે, તેટલા હજાર વર્ષ સુધી નરકમાં રહે છે.
(અનુશાસનપર્વ) પરતંત્રતાના જેવું એકે દુઃખ નથી, અને સ્વતંત્રતાના જેવું એકે સુખ નથી. * * * રસ્તે ચાલતાં ચાલતાં ખાવું નહિ, બેલતાં બેલતાં હસવું નહિ, વાયલી વસ્તુને શેક કર નહિ, અને પિતે કરેલું કામ કહી બતાવવું નહિ. *
(શુક્રનીતિ ) ભેગમાં રોગને ભય, કુલિનતામાં લાંછનને ભય, ધન હોય તે રાજાને ભય, માનમાં ન્યને ભય, બળમાં શત્રુને ભય, રૂપમાં ઘડપણને ભય, શાસ્ત્ર ભણવામાં વાદને ભય, ગુણમાં ખલ–નઠારા માણસને ભય, અને શરીરમાં કાળને ભય છે, ત્યારે જગતમાં સઘળા વસ્તુઓ માટે માણસને ભય રાખ પડે છે, પણ માત્ર વૈરાગ્ય છે તે જ નિર્ભય છે.
. (વૈરાગ્ય શત) જેઓ માંસનું ભક્ષણ કરતા નથી, ને માંસ માટે પશુઓને વાત કરતા નથી તેઓ સર્વ પ્રાણીઓના મિત્ર ગણાય છે.
(મનુસ્મૃતિ) આંખેથી જઇને પગ મૂકે, વધી ગળીને પાણી પીવું, સત્યથી પવિત્ર વચન બાલવું અને વર્તન પવિત્રતાથી આચરવું, x x x અહિંસ છે લક્ષણ છે જેનું એ ધર્મ સમજ. અને પ્રાણીને વધ કરવો તે અધર્મ સમજવો. તે માટે ધર્માર્થી પુરૂષોએ સર્વ પ્રાણીઓ પર દયા કરવી એ શુભ કર્તવ્ય છે.
. (મહાભારત) સત્ય, દાન, ઉધોગ, દ્વેષ ન કરે, ક્ષમા અને ધીરજ એ છ ગુણને પુરૂષે કદી પણ ત્યાગ ન કો.
(વિદુરનીતિ.) દુર્જન મીઠું બોલે તે પણ તેના પર વિશ્વાસ રાખવો નહિ, તેની જીભમાં માત્ર મધ છે પરંતુ હૃદયમાં હલાહલ ઝેર છે.
(હિપદેશ) શ્રદ્ધાવાળે, જિતેન્દ્રિય અને ચિત્તવૃત્તિને બ્રહ્માકાર કરવામાંજ તત્પર રહેતા પુરૂષ જ્ઞાનને પ્રાપ્ત થાય છે, અને જ્ઞાનને પ્રાપ્ત થઈ તરતજ મેલને પ્રાપ્ત થાય છે.(શ્રીમદ્દભગવદગીતા)
સત્પાત્રને દાન આપવું એ હાથનું ઘરેણું છે, ગુરૂને નમસ્કાર કરવા એ મસ્તકનું ધરેણું છે, સત્ય બોલવું એ મુખનું ઘરેણું છે, જય મેળવે તેવું અતિ ઉત્તમ વીર્ય એ ભુજાને અલંકાર છે, સ્વચ્છ વર્તણુક એ હદયનું ઘરેણું છે, અને ઈશ્વરનું જ્ઞાન થવું એ શાસ્ત્રનું ઘરેણું છે –સ્વભાવથી જ મહાત્માઓનાં ઉપર કહેલાં ઘરેણું છે. (નીતિ શતક)
ધનથી ધર્મની રક્ષા થાય છે, અને યોગથી જ્ઞાનની રક્ષા થાય છે. ખરી શોભા દાન