________________
સુવિચાર નિઝર.
ભુંડાને બદલે ભલાઇ કરી તેને ધડ આપવામાં ફાવવું તેમાંજ ખરી સાબાશી અને મરદાનગીરી છે.
(સારંગધર પદ્ધતિ.) ઉધોગ કરો એ દેવ પૂજવા બરાબર છે, ઉધાગ કરતી વખતે પ્રથમ કદાપિ અળખામણો લાગે પણ તેનું ફળ ભોગવતી વખતે અપૂર્વ આનંદ આવે છે. (આયનીતિ)
પુરૂષ સુખ મેળવવાની આશાથી જીરીનું સેવન કરે છે. પરંતુ તે સેવન કરનારા પુરૂના શરીરની કાતિનો નાશ કરે છે, બળને હરે છે, અત્યંત શ્રાંતિ ઉત્પન્ન કરે છે, અને ભોગ પછી પરિણામે નીરસ થઈ પડે છે. માટે વિવેકી પુરૂષોએ બને તેટલું વિષયેથી દૂર રહેવું.
(વિજ્ઞાન શતક ) “કામ, ધ, દંભ, લોભ, તથા કપટને વશ કરવા, એજ ધર્મ ” એ પ્રમાણે જાણુને જે ધર્મ સેવે છે તેઓને જ ઉત્તમ લોકોએ નાની માનેલા છે.
(વનપર્વ) જીતેન્દ્રિય રહેવું અર્થાત ઇન્દ્રિયોને નિયમમાં રાખવી એ મૃત્યુ કરતાં પણ કઠણ છે. + + + સુખને દુઃખ, વૈભવ ને દારિદ્ર, લાભને ગેરલાભ અને જન્મ તથા મરણ એ વારા ફરતી સધળા મનુષ્યને આવે છે, માટે ધીરે મનુષ્ય તેનાથી હર્ષ પામતું નથી તેમ ખેદ પણું પામતે નથી.
(વિદુર નીતિ ) અહિંસા પરમ ધર્મ છે, અહિંસા પરમદમ છે, અહિંસા પરમ દાન છે અને અહિંસા પરમ તપ છે. હિંસા ન કરનારને અક્ષય તપનું ફળ મળે છે. હિંસા ન કરનારે સદા યા કરે છે. અને હિંસા ન કરનારે મનુષ્ય સર્વ પ્રાણીઓને માતા પિતા જેવું છે. મહાભારત)
કોઈ પણ પ્રાણીને વધ કર્યા સિવાય માંસ મળતું નથી; અને પ્રાણુને વધ કરવાથી સ્વર્ગ મળતું નથી, માટે માંસ ખાવાને ત્યાગ કર જોઇએ.
(મનુસ્મૃતિ ) આ સંસારરૂપી કડવા વક્ષમાં બે ફળ અમૃત જેવાં છે, એક તો રસયુક્ત મધુર વચન અને બીજું સજજન પુરૂષોની સંમતિ.
(ચાણક્ય નીતિ ) પરાયાને ઉપદેશ કરવામાં પંડિતાઇ દાખવવી, એ સર્વ પુરૂષોને સહેલું છે, પરતું સ્વધર્મનું પાલન તે કોઈક મહાત્મા પુરૂષજ કરે છે.
(હિતોપદેશ) રૂપ, સારા અવય, આયુષ્ય, બુદ્ધિ, ધીરજ, બળ અને સ્મરણ શક્તિ એટલાં વાનાં ઈરછનાર મહાન પુરૂષોએ હિંસાને તજવી એમ્ય છે.
(અનુશાસનપર્વ) હે પાથે? સાત ગામ બાળવાથી જેટલું પાપ થાય છે તેટલું પાપ ઘડામાં ગાળ્યા વગરનું પાણું ભરવાથી થાય છે. માછીમાર વર્ષ સુધી જાલ નાંખે ને તેને જેટલું પાપ લાગે તેટલું પાપ એક દિવસ ગાળ્યા વિનાનું પાણી વાપરનારને થાય છે. (વિષ્ણુપુરાણું) . જે મનુષ્ય માંસ ભક્ષણ કરતો નથી, તથા કોઈને હણતા નથી, અને હણવતા નથી, તે સર્વ પ્રાણીઓને મિત્ર સમાન છે.
(સ્વાયંભુવ મનુ, ) મનુષ્ય કોઈની સાથે કપટ વ્યવહાર કરે નહિ, કોઈની આજીવિકાનો ભંગ પણ કરવો નહિ. કોઈનું શું કરવું નહિ, તેમજ કોઈ વખત ભુંડું કરવા માટે મનમાં વિચાર પણ કરે નહિ.
(શુક્રનીતિ ) દુર્જનની જોડે સ્નેહ કરવો નહિ, તેના પર પ્રીતિ ધરવી નહિ, બળતા અંગારા દઝાડે છે, અને બઝાવેલા કોયલા હાથ કાળા કરે છે. દુને સ્વભાવજ એવો છે. x x x હિતેચ્છુ મિત્રનું વચન જે સાંભળતા નથી, તેને જલદી વિપત્તિ આવી પડશે એમ જાણુવું.
(વિષ્ણુ શર્મા)