SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા પરવાપણું દુઃખરૂપ તથા પિતાને વશ બધું સુખરૂપ છે; એ સંક્ષેપથી સુખ દુઃખનું લક્ષાણું જાણવું, મૂર્ણપણું તથા હમેશ કારિદ્ર કદરૂપ છે, ને પારકે ઘેર રહેવું તથા પારકું અન્ન ખાવું એ અત્યંત કષ્ટરૂ૫ છે. (માનવ ધર્મ શાસ્ત્ર) પોતાની શક્તિ પ્રગટ ન કરનાર સમર્થ હોવા છતાં પણ લેકના તિરસ્કારને પામે છે, કારણ કે કોર્ટમાં રહેલ અગ્નિ ઉલ્લંધન કરાય છે, પરંતુ પ્રજવલિત અગ્નિ એાળગી શકાતું નથી. | ( વિબશર્મા ) જે બાળક તથા વૃદ્ધને જમાડી જમવું તેજ ભોજન, જે પારકાને વિષે સ્નેહ કરાય તેજ નેત, જેથી પાપ ન થાય તેજ ડહાપણુ, અને દંભ વિના જે આચરણ કરાય છે. તેજ ધર્મ કહેવાય છે. x x x મનુષ્ય મુંગો રહેવાથી તથા વનમાં વસવાથી મુનિ થતું નથી. પણ મનને વશ કરવાથી મુનિ થાય છે. કેમકે સ્થિર બુદ્ધિવાળો મુનિ કહેવાય છે. (ભર્તૃહરિ ) - બીજાઓનાં સર્વ પ્રકારનાં કામને નિરંતર જાણવા છતાં પણ પોતાના મનમાં દ્રઢ નિશ્ચયવાળા પુરૂષો તેમનાં સારા કામોનું જ સ્મરણું કરે છે. અને તેમનાં ખરાબ કામને સંભારતા નથી. (સભાપર્વ) જેમ પર્વત ઉપર શિલા રહડાવવી હોય તો ઘણું જ મહેનતે ચઢે છે, પરંતુ તેને નીચે પાડવી હોય તે વાર લાગતી નથી, તે પ્રમાણે મનુષ્યને ગુણવાન થવું અઘરું છે, પણ નીચતા કરવામાં વાર લાગે તેમ નથી. | ( હિતોપદેશ) બુદ્ધિમાન પુરૂષે પરસ્ત્રી સાથે એકાંતમાં સુવાનું તથા રહેવાનું રાખવું નહિ, તથા સ્ત્રીઓ સાથે અયોગ્ય ભાષણ કરવું નહિ, અને તેમને પિતાનું પરાક્રમ દેખાડવું નહિ. (મહાનિર્વાણુ ) જે મનુષ્ય અમૃત જેવા મધુર વચનથી ખલ પુરૂને સન્માર્ગે લઈ જવા ઈચ્છે છે, તે માણસ કોમળ કમળ તંતુ વડે સર્ષ અથવા મન્મત્ત હાથીને બાંધવાને, સડાના પુના છે ઘી હીરાઓને છેદવાને, તથા મધના બિંદુથી ખારા સમુદ્રને મઠા કરવા ઈચ્છે તેના જેવો ઉધોગ છે. ( નીતિશતક) વદનમાંથી વચનરૂપી બાણ નીકળે છે. અને તેથી વિંધાએલો મનુષ્ય અહોરાત્ર શોકગ્રસ્ત રહે છે. એ વામ્બાણ મનુષ્યના મર્મ સિવાય અન્ય અંગમાં પ્રવેશ કરતાં નથી. માટે શાણું અને સમજુ માણસોએ વખાણું પરપ્રતિ કદીપણ મુકવાં નહિ. (હસગીતા.) ગામમાં, ઘરમાં અથવા નિર્જન સ્થળમાં પણ પરાયું ધન પડયું હોય છતાં તેને લેવાને જેઓ રાજી થતા નથી, તેઓ સ્વર્ગમાં જનારા છે. વળી તે જ પ્રમાણે જે એકાન્તમાં પણ કામનાવાળી પરસ્ત્રીને જોઇને તેના પ્રતિ મનવડે પણ ઈરછા કરતા નથી, તેઓ સ્વર્ગમાં જનારા છે. r (અનુશાસન પ.) પુણ્ય કર્મ કરવાથી ધણપણું, દાતાપણું અને ધનવાનપણું મળે છે, તેમજ પાપ કર્મ કરવાથી ચાચાપણું, દાસપણું, તથા દરિદ્રતા મળે છે. * * * સ્ત્રીઓનાં નામ પણ મનમાં મેલ ઉત્પન્ન કરીને અવશ્ય વિકાર કરે છે, તે પછી વિલાસની ભ્રકુટીના પલકારા ભારનારી સ્ત્રીઓનાં દર્શનથી મનમાં વિકાર થાય, તેમાં આશ્ચર્ય શું? ( શુકનીતિ) દોસ્તને માટે ભલાઇ કરીએ એતે સઉ કઈ માટે સહેલ વાત છે, પરંતુ દુશ્મન સાથે
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy