SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ સુવિચાર નિઝર. ૩૬૭ તેના વળતા દાતરડાના ઘેરાવની અંદર આવે (નયન બાણ.) તેના છેડા કલાક અને અઠવાડીઆમાં પ્રીતિ બદલાતી નથી. પણ મેતની અણી સુધી રહે છે. સેકસપીઅર. સ્વર્ગમાંથી સોનાની સાંકળ પડેલી તે છે, તેઓની આંકડીઓ સરખી અને ચળકતી છે તે પ્રીતિ કરનારાઓ ઉપર નિદ્રા માફક પડે છે અને નરમ અને અતી મધુર મનને સરખી ગાંઠમાં જોડે છે. ડબ્લ્યુ. બી. કોટ. ઓ ભરવાડ ! હું તને વિનતિ કરું છું કે પ્રીતિ શું છે તે મને કહેશે ? શું તે કરે અને કુવે છે! કે જ્યાં આનંદને દીલગીરી રહે છે? શું તે દેવળમાં વગાડવાને ઘટ છે. કે. જે સ્વર્ગ કે નર્કમાં વગાડાય છેહું જે પ્રમાણે સાંભળું છું તેજ કહું છું કે તે પ્રીતિ છે. સર ડબલ્યુ રે. લગ્નની પ્રીતિ માણસ જાતને બનાવે છે. મિત્રતાની પ્રીતિને પૂર્ણતા પર લાવે છે પણ લંપટ પ્રીતિ તેને ભ્રષ્ટ કરે છે અને હલકે પાડી નાંખે છે. લોર્ડ બેકન. - આપણે પ્રીતિ કરીએ છીએ કેમકે આપણી જીદગી હમેશની નથી આપણી અંદગીને ધ્યાનથી પ્રીતિ ખરીદ કરીએ છીએ. વીર. જીદગી ! આનંદી અને વાદળાંવાળી ઋતુમાં આપણે ઘણે વખત સાથે હતાં. જ્યારે મિ વહાલા હોય છે ત્યારે જુદા પડવું કઠણ છે. તેથી નશાશા નાંખવા પડે છે. તું (જંદગી) ચેતવણી આપ્યા વગર નાશી જાય છે. તું તારી વખત પસંદ કરે છે. રાતની સલામ ન કર, પણ કંઈક વધારે પ્રકાશિત દેશમાં જવા મને હવારની સલામ કર. મીસીસ બેરલ્ડ, હારી જીંદગીને ચાહતો નહિ, તેમજ ધિક્કારતે નહિ. જે અંદગી ગાળે છે તે સારી ગાળ. લાંબી અગર ટુંકી જીદગી હોય તો સ્વર્ગમાં જવા પરવાનગી આપ. મલિટન. - જીંદગીની હાજને ઘણું અવેજો છે. જુવાનીને તેના આનદ છે, ઘડપણને તેની યાદ દાસ્ત છે. જેમ કુલના અતિ ઘણું સુંદર પાત્રોએ છેલ્લાં ખીલે છે તે પ્રમાણે અંદગીની હાજના કલાકો પણ ઘણાજ સુંદર થાય છે. જ્યારે કુલને પાત્રાઓ કરમાઈ જાય છે ત્યારે ફળ ઉગે છે તેમ જ્યારે શરીર ક્ષીણતાને પામે છે ત્યારે મન પરિપકવ થાય છે. सुविचार निर्झर. ( લેખક –સગત. ડી. જી. શાહ માણેકપુર ) વધારે ભોજન કરવાથી શરીરમાં રોગ થાય છે, આયુષ્યને નાશ થાય છે, અને સ્વર્ગની હાનિ થાય છે. વળી તે પાપરૂપ છે અને લોકમાં નિંદિત છે. તે માટે તેને ત્યાગ કરવા. (મનુસ્મૃતિ ) - પ્રાણુ ઉંચા આસને બેસવાથી નહિ, પરંતુ ગુણથીજ ઉત્તમતાને પામે છે. જગતમાં તેજ મનુષ્ય જીવે છે કે, જેનામાં ધર્મ છે. જે મનુષ્ય ગુણ અને ધર્મથી રહિત છે, તેનું જીવન વૃથા છે. (ચાણક્ય નીતિ ) * જેમ કાચ પિતાના સર્વ અંગોને સમેટી લે છે તેમ મનુષ્ય જ્યારે ઇન્દ્રિયોને વિષપોમાંથી ખેંચી લે છે, ત્યારે તેની બુદ્ધિ સ્થિર થાય છે. (ભીષ્મપર્વ)
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy