________________
પરમાત્મસ્વરૂપ,
૩૬૫
પ્રયત્ન કરે નહિ, તેને સંશય મિથ્યાત્વ કહે છે, જે ને ધર્મ અધર્મ શું છે ? એને ઉપગ નથી એવા એકે દિતા વિકદિ ને અનાભોગીક મિથ્યાત્વ હોય છે.
બીજા પણ મિથ્યાત્વના દશ ભેદ છે પણ તેનો પર્યાયથી સમાવેશ ઉપરના પાંચ ભેદમાંજ થાય છે, તેનું સ્વરૂપ શાસ્ત્રથી સમજવાને ભલામણ કરવામાં આવે છે.
લોકિક દેવ, ગુરૂ અને ધર્મને માનવા–પૂજવા એ પણ મિથ્યાત્વ છે. લોકોત્તર દેવ વીતરાગ પરમાત્મા એમને અને એમની સ્થાપના (પ્રતિમા)ને આ લેકનાં પગલિક સુખ મેળવવાની ઇચ્છાથી માનવા અને પૂજવા એ લોકોત્તર દેવગત મિથ્યાત્વ છે. - લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ પિતે નિર્ગુણ છતાં સાધુનો વેષ રાખે, જનવાણીને ઉથાપી, પિતાને મન કલ્પિત ઉપદેશ આવે, સૂત્રના સાચા અર્થને ત્રાડે, એવા ઉa પરૂપકને ગુરૂ તરીકે જાણે તેમની પૂજાભક્તિ કરવી છે, તથા જે સાધુ ગુણવાન હોય, તપસ્વી હોય, ચરિત્રવાન હોય, આચારવંત હોય, તેમજ યથાત કિયાવંત હોય, તેમની આ લોકના સુખને વાસ્તે તેમજ પરલોકના પગલિક સુખના વાસ્તે સેવાભક્તિ કરે, મનમાં એમ જાણે કે જે તેમની બહુ સારી રીતે સેવા કરીશ તે રિદ્ધિસિદ્ધિ, સ્ત્રી પુત્રાદિ મને પ્રાપ્ત થશે એવાં
જે પરિણુમ તે લોકોત્તર ગુરૂગત મિથ્યાત્વ. ' લોકોત્તર પૂર્વગત મિથ્યાત, જીનેશ્વર ભગવંતના પાંચ કલ્યાણની તીથીઓને દિને તથા ખીજ પર્વને દિને ધન, સ્ત્રી, પુત્રાદિ વાતે જવાદિ ધર્મ કરણી કરવી તે લોકેનર પર્વગત મિથ્યાત્વ છે. ઈત્યાદિ મિયાત્વનું સ્વરૂપ શાસ્ત્રમાં ઘણું વિસ્તારથી વર્ણવેલું છે, તે જાણવાને ઉદ્યમ કરવો જોઈએ.
ઉપર જે યત્કિંચિત પાપસ્થાનનું સ્વરૂપ બતાવ્યું છે, તેનું યથાર્થ સ્વરૂપ, સમજી મનન કરી, જેમ બને તેમ એ પાપસ્થાનકે આપણુથી ન લેવાય, એવાં પાપ ન થાય તેવા પ્રકારની પ્રવૃત્તિ રાખવી, અને પૂર્વે જે પાપ કર્મ લાગી ગયાં હોય તેને માટે બાર પ્રકારના તપનો યથાશક્તિ આદર કરી તે (મળ ) કર્મને ખપાવવા એજ આત્મસ્વરૂપ પ્રગટ કરવાના રસ્તે છે, એમ મુનિશ્રી આપણને સૂચવે છે. - જેમ જેમ એ પાપ ઓછું થશે તેમ તેમ આત્મસત્તા પ્રગટ થશે, અને જેમ જેમ આત્મસત્તા પ્રગટ થશે તેમ તેમ આપણે આપણા આચાર વિચારમાં વધારે આગળ વધતા જઈશું, આપણે આપણી પ્રગતિ કરી શકીશું. જ્યાં સુધી પાપાચરણને આપણે ત્યાગ કરવાને, તેને છોડવાનો પ્રયત્ન કરીશું નહિ ત્યાં સુધી પ્રગતિની આશા કરવી એ આકાશ કુસુમવત્ મિયા છે. - આત્મિક પ્રગતિના ઈચ્છકે આ બાબતને અભ્યાસ કરતા પહેલાં, ગૃહસ્થીના માર્ગોનુસારીના જે રૂપગુણ શાસ્ત્રકારોએ બતાવ્યા છે, તે જાણવા જોઈએ. તેમાં પહેલો ગુણ ન્યાય સંપન્ન વિભવ એ નામને છે. એટલે પ્રથમ તે માણસે ન્યાયી થવું જોઇએ. જો આપણે ન્યાયથી વર્તવાની, ચાલવાની શરૂવાત કરીશું તો કેટલાક દુણો પાપાચરણે તેથી અટકો, એટલે આત્મ સ્વરૂપે પ્રગટ કરવાની આપણી ઇચ્છા પૂર્ણ કરવાનો પહેલો ઉપાય ન્યાયથી વર્તવું તે છે, વ્યવહારમાં કે ધર્મમાં, ઘરમાં કે જાહેરમાં, ધંધામાં કે ધંધા સિવાયના પસંગોમાં દરેક જગ્યાએ ન્યાયથી ચાલવાને અભ્યાસ શરૂ કરવો જોઇએ, એટલે ઘણાં નવીન પાપ લાગતાં અટકશે.