SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ બુદ્ધિપ્રભા વસ્તુ હોય તેના ઉપર જઈ બેસવાનો છે, તેમ નિંદક માણસને સ્વભાવ કેઇના સારા ગુણોને ઓળખવાને હોતે નથી પણ જોગ જગે તેનામાં જે કંઈ સ્વલ્પ પણ દુર્ગણ હોય તેના ઉપર તુરત તેની દ્રષ્ટિ જાય છે જગતમાં સર્વગુણું વીતરાગ-પરમેશ્વર છે. તેના સિવાયના જે મધ્યસ્થ જીવો છે, તેનામાં તે કંઇ ને કંઇ ગુણની ખામી હોવાની જ. એ ખામી જેવાને અને નાની સરખી ખામીને પણ મોટું રૂપ આપી મહાન બનાવવાનો નિંદકને સ્વભાવ હોય છે, એ નુકશાનકારક છે. તેમાં રાજ્યકર્તાની અને રાજ્યના કારભારીઓ–અમલદારોની નિંદાને વિશેષ અનર્થ ઉપજાવનારી છે. સુખના કે તેને સર્વથા ત્યાગ કરવો જોઈએ. કપટ સહીત જુઠું બોલવું એ માયા મોક્ષ નામનું સત્તરમું પાપસ્થાન છે. કપટ સહિત જુઠું બોલનાર જગતમાં ઘણો હશિયાર ગણાય છે અને તેને “પોલીટીકલ મેન ”ની ઉપમા આપવામાં આવે છે. જૂઠું બોલવું એ એક પાપ છે, તેમજ કપટ કરવું એ પણ એક પાપ છે. આમાં કપટ સહીત જુઠું બોલવું એને જુદું જ રૂપ આપવામાં આવ્યું છે, અને તે ઘણું ખરાબ છે. સરળ અને ભેળા માણસો કરતાં હુંશિયારમાં ખપતા માણસમાં અને પ્રભાવ ઘણે જોવામાં આવે છે. કપટ ક્રિયા કરી બીજાને ગીને પોતાને હશિયારમાં ખપાવનાર માણસ ઘણો આનંદ માને છે, પણ તે એક જાતનું પાપ કરે છે એમ તેના મનમાં આવતું નથી. તેને માટે ઉપાધ્યાયજી શ્રી વિરવિજયજી નવાણું પ્રકારની પૂજામાં કહે છે કે – आत्मस्वरुप रमणे रमे, मनमोहन मेरे। न करे जुठ तुफाण, मनमोहन मेरे ॥ આત્મા સ્વરૂપના ઈ લુડ ડફાણ કરતા નથી, તે તો બહાર અને અંદર એકજ સરખા હોય છે. જેવું બેલે છે તેવું જ ચાલે છે, અને તેવું જ પિતાનું વર્તન રાખે છે. મનમાં એક અને બહાર બતાવવું છું એ પાપાકનું વરૂપ છે. મિથ્યાત્વ નામનું અદારમું માપસ્થાનક છે. મિથ્યાત્વ અજ્ઞાન એ પર્યાયવાચક શબ્દ છે. એના પ્રતિસ્પર્ધ સમ્યકજ્ઞાન છે. સમ્યજ્ઞાનની પ્રાપ્તિને અટકાવનાર મિથ્યાત્વ અને અજ્ઞાન છે. સમ્યજ્ઞાન એ મિયાત અને અજ્ઞાનને અટકાવનાર છે. અજ્ઞાન પા૫સ્થાનમાં પ્રથમનાં સત્તર પાપસ્થાનનું મૂળ મિથ્યાત્વ અને અજ્ઞાન છે, તેથી ઉપાધ્યાયાજી મહારાજ વિજયજી પા૫સ્થાનકની તુલના કરવામાં પૂર્વનાં સત્તર વાપસ્થાનક કરતાં આ પાપથાનકનું વજન વધારે બતાવે છે. આ વાપસ્થાનકને નાશ થવાની સાથેજ અંશે અંશે પૂર્વના સત્ત તેમાંથી કેટલાંક એાછાં થવાને સંભવ છે. એમ વિચાર કરતાં આપણને લાગ્યા સિવાય રહેશે નહિ. જૈન શાસ્ત્રકારે આ મિથ્યાત્વનું સ્વરૂપ એવું બતાવે છે કે ધર્મ ને અધર્મ, સત્ય માર્ગને અસત્ય માર્ગ, સસાધુને અસાધુ, થઇ દેવને કદેવ, કવિને દેવ, કંગ અને અધર્મને ધર્મ માનવે એ રીતે આ પ્રકાર મિથ્યાત્વના છે. તે સિવાય બીજા પાંચ ભેદ એવી રીતના છે કે હું જે સમો છું અને હું જે માનું છું એજ સત્ય છે, અને અભિગ્રહિક મિથ્યાત્વ કહે છે. બધાને સરખા માનવા, ગુણ અવગુણ પિતાના મનથી તુલના કરે નહિ તે અનભિગ્રહિક મિથ્યાત્વ છે. વસ્તુનું યથાર્થ સ્વરૂપ જાણે છતાં તેનું સ્વરૂપ બીજાને કહેવાના પ્રસંગે વિપરીત-જુદું કહે અને તત્વની પરિક્ષા કરે નહિ તેને અભિનિવેશી મિથ્યાત્વ કહે છે પરમાત્મા જેટલે રાગ દેથી રહિત થઈ કેવલજ્ઞાન ઉત્પન્ન કર્યું છે એવા ભગવંત પ્રણીત શાસ્ત્રમાં તેમના વચનમાં શંકા કરે, અને વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવા
SR No.522071
Book TitleBuddhiprabha 1915 02 03 SrNo 11 12
Original Sutra AuthorN/A
AuthorAdhyatma Gyan Prasarak Mandal
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year1915
Total Pages68
LanguageGujarati
ClassificationMagazine, India_Buddhiprabha, & India
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy