________________
પરમાત્મવરૂપ.
કલહ એ બારમું પા૫સ્થાન છે. ધણી ધણીયાણ, સાસુ વહુ, નણંદ ભોજાઈ, બાપ દીકરા અથવા ભાઈએ ભાઈઓ, અને તેમની પ્રજાથી બનેલા કુટુંબમાં જેઓને હંમેશ જોડે રહેવાનું છે, તેઓ એક બીજા ઉપરના પ્રેમના અભાવ અને દેના લીધે દરરોજ કલહ કર્યા કરે, એક બીજાનું બોલવું કોઈને પસંદ પડે નહિ, સારી વાત અથવા સારાં વચનનો પણ ઉલટો અચ કરીને અરસપરસ લાલઢી કર્યા કરવી એને કલહનું સ્વરૂપ આપવા છે. જેના ઘરમાં દરરોજ દંત કલહ થતો હોય તેને સુખ કયાંથી હોય ? કલહને દુર્ગતિરૂ૫ વૃક્ષના મૂળની ઉપમા આપવામાં આવેલી છે. જ્યાં કલહ થતા હોય ત્યાં ધર્મ સંબંધી વિચાર કે આચરણને આવવાને અવકાશ કે જગ્યા હોયજ નહિ. એ કલહને અટકાવાની કુંચી ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજયજીએ બનાવેલી અઢાર પાપસ્થાનકની સઝાયમાંથી કલહની સઝાયમાં બતાવે છે કે – જાણી મૈન ધરે ગુણવંત, તે સુખ પામે અતુલ અનંત.
સાહેબ સાંભળો. કલહ સમાવવાને આ ઉત્તમ ઉપાય છે, અને તે આદરણીય છે.
અભ્યાખાન નામનું તેરમું પાપસ્થાનક છે. કોઇના સંબંધી આપણે વાત કરતા હોઈએ તે વખતે તે દૂષણે તેનામાં નથી તેવા દુષણેને તેના ઉપર આરોપ મુકે, તેનું નામ અભ્યાખાન આપવામાં આવેલું છે. ખેટાં દુષણ મુકી કોઇને હલકો પાડવાનો યત્ન કરે એ એક આપણું નીચતા બતાવે છે, અને તેથી જ તેને પાપસ્થાનકમાં મુકેલું છે.
પશુન્ય (ચાડી કરવી એ ચિદમ્ પાપસ્થાનક છે. કેઇની ચાડી કરવી એ પણ ગુણનું લક્ષણ નથી. ચાડી ચુગલી કરનાર માણસની કશી કિંમત થતી નથી. તેમજ તેને કોઈ ભસે રાખતું નથી અને તે હલકા સ્વભાવનો ગણાય છે. જેનામાં ચાડીયાપણુને દુર્ગુણ હોય છે, તેના સારા ગુણે ઢંકાઈ જાય છે. અડીખોર માણસને પાસે બેસાડવાની અથવા ઉભો રાખવાની વાત તે બાજુ ઉપર રહી પણ તેનું હેઠું જોવાનું પણ સારા માણસો પસંદ કરતા નથી.
રતિ અરતિ એવા નામના પંદરમા પાપસ્થાનકનું સ્વરૂપ એવું બતાવવામાં આવેલું છે કે કેમકારણ આપણને અનુકુળ અને લાભદાયી હોય છે તેથી મનમાં સંતોષ માનવો, અને પ્રતિકૂળ હોય તે અસંતવ માન. રતિ અરતિ એ કંઇ પ્રત્યક્ષ વસ્તુ નથી પણ મનકલ્પિત છે, એ સત્ય પર્યાય નથી. આ પાપસ્થાનનું સ્વરૂપ ખાસ વિચારવા જેવું છે. આત્માનું શુદ્ધ સ્વરૂપ અને પદ્ગલિક વસ્તુનું યથાર્થ સ્વરૂપ સમજવામાં આવે તેજ પત્રલિક વસ્તુથી જે રતિ અને તેના વિયોગથી અરતિ થાય છે, તે અટકે; નહિ તે તે અટકવું મુશ્કેલ છે. જ્યાં જ્યાં રતિ છે, ત્યાં ત્યાં અતિ જરૂર સાથે જ રહેવાની તેથી તે બન્નેને એકજ સ્થાનમાં સમાવેશ કરેલો છે.
સોળમું પાપસ્થાન પર પરિવાદ એટલે પારકી નિંદા કરવી તે છે. પારકી નિંદા કરવી એ એક જાતની ટેવ છે, પારકી નિંદા કરવી અને સાંભળવી તે કેટલાક મઝા માને છે, પણ એ નુકશાનકર્તા છે. ઘેબી લોક સાબુથી પારકાં કપડાંને મેલ કાઢે છે, જ્યારે નિંદક માણસ પિતાના હેડાથી પારકા માણસના મળ ધુવે છે. બંને પોતાના હાથ થકી પારકા મળ ઉપાડી જાય છે, ત્યારે નિંદક પિતાની જીભથી પારકા મળ કાઢી નાખે છે. માખીને સ્વભાવ મળભળીત