________________
३६२
બુદ્ધિપ્રભા
-
-
-
અર્થ આપણે વચમાં બતાવી ગયા છીએ કે આપણે જીવીતથી પરતે જે જે કરવાને આપણે ન્યાયબુદ્ધિથી બધાએલાં હોઇએ તે કરવું, ને તે પણ કશ લાભના હીસાબ વિના કરવું. શાસ્ત્રમાં જે જે પુણ્ય કહે છે તેજ આત્માકર્તવ્યનું રૂપ છે. પુરુષનું સ્વરૂપ એક છે એમ નહિ પણ એમ નિશ્ચય લાગવું કે આત્મા સુખમય છે. તેમાં દુઃખને અવકાશ જ નથી તે જ્યાં જ્યાં દુઃખ જાય છે ત્યાં ત્યાં જેને લીધે દુઃખ જણાય છે તે દુર થવું જ જોઈએ. ભારે તે દૂર કરવું જ જોઈએ. મને જેટલું અને જેવું સુખ જણાય તથા અનુભવાય છે ને તેવું તે તે થવું જ જોઈએ, એવી વૃત્તિનું નામ દયા અથવા પ્રેમ કહેવાય.
પ્રિય પાઠકગણુ! એક તત્વવેત્તાએ લખ્યું છે કે “આ સંસાર નાટક છે, એમાં જે વેશ ધારણ કર્યા છે તે આપણે પોતે પસંદ કર્યા નથી, એટલે તે કેવા છે કે શા માટે એવા છે તેની સાથે આપણે કશી લેવા દેવા નથી. આત્મકર્તવ્ય એટલાજ સાદા કામમાં રહ્યું છે કે આપણને જે વેશ મળ્યો છે તે પૂરેપૂરે ને બરાબર ભજવ.” આમ લખ્યા પછી તે લખે છે કે માણસોએ ખાસ જાણવું જોઇએ કે અમે જ્યાં સુખ માનીએ છીએ ત્યાં સુખ નથી. શરીર બળમાંજ સુખ નથી કેમકે ભીમ કે હનુમાન પણ સુખી નહતા. સમૃદ્ધિમાં પણ સુખ નથી, કેમકે ઈંદ્રાદિ દેવ સંતવવાના નથી. અધિકારમાં સુખ નથી, કેમકે દુર્યોધન શિશુપાલાદિ પણ ક્ષેશમાં નિમગ્ન હતા. તેમ એ સમગ્રમાં પણ સુખ નથી કેમકે રાવણદિ મહા દુઃખમાં મરી ગયા એ સુખ માણસના પિતાનામાં જ છે. પરાધીનતા માત્રથી છુટા થઈ સ્વત જ આત્મ પ્રમાદમાં રહી આત્મકર્તવ્યને સમજવું તથા વિસ્તારવું એજ આનંદનું નિદાન છે.
परमात्मस्वरूप.
(લેખક-રા. રા. વકીલ નંદલાલ લલુભાઈ–વડેદરા.)
(અનુસંધાન ગતાંક ૨૭૫ પૃષ્ઠથી.) ગૃહિ ધર્મનું પાલન કરવામાં સર્વથા પ્રકારે એ પાપાનો ત્યાગ થવો અસંભવીત છે, ને ગૃહિધર્મમાં રહીને એ પાપ સ્થાનને સર્વથા પ્રકારે ત્યાગ કરવાને દાવો કરવા જઇએ તે પ્રાયે પ્રતિજ્ઞા ભંગ થવાને પ્રસંગ આવે અને પતિના ભંગ એ તો મહાન દોષ છે, માટે યથાશક્તિ એ પાપસ્થાનકને જેટલા દરજજે ત્યાગ થઈ શકે તેમ હોય તેટલા દરજજે તે ત્યાગ કરવાનો નિયમ લે કે સંકલ્પ કરવો જોઈએ.
ક્રોધ, માન, માયા અને લોભ આ ચાર કપાયના નામથી ઓળખાય છે. અને તેના દરેકના ચાર ચાર ભેદ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખાની, પ્રત્યાખાની અને સંક્લલતા એ સાળનું સ્વરૂપે સમજી તે જેમ બને તેમ ઓછા કરવા અભ્યાસ કરવો જોઈએ. વ્યવહારમાં ક્રોધી, માની, માયી અને લોભીની કીંમત હલકી અંકાય છે, તો પછી તે આત્માના મૂળસ્વરૂપની પ્રાપ્તિને અટકાવે તેમાં શું નવાઈ છે, કેમકે આત્મા તો અધી, અમાની, અમાયી અને અલોભી છે.
ધ, માન, માયા અને લેભમાં પ્રવત્તિ કરવી એ આત્માને મૂળ સ્વભાવ નથી. . રાગ, અને દેવ એ પાપાન જ્યારે સર્વથા સેવાતાં બંધ થશે ત્યારે જ સત્ય સુખ સંપૂર્ણપણે મળવાને રસ્તા સરલ થશે. જેટલે અંશે તેમાં ઓછાશ થશે તેટલે અંશે પાપને બંધ એ છે પડશે.